નાણા મંત્રાલય

આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની બાબતો

Posted On: 31 JAN 2020 1:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણા અને વાણિજયિક બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની વિશેષતાઓ નીચે મુજબ છે

સંપત્તિનું નિર્માણ : અદ્રશ્ય સહયોગને મળ્યો વિશ્વાસનો સહકાર

  • આર્થિક ઈતિહાસનાં ત્રણ ચતુર્થાંશ સમયમાં ભારતનું વૈશ્વિક સત્તા તરીકેનું પ્રભુત્વ અહીં આપમેળે પ્રગટ થાય છે
  • કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કોઇપણ અર્થતંત્રમાં કિંમતોની ભૂમિકા પ્રસ્થાપિત કરે છે.
  • ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો ભારતનું અર્થતંત્ર બજારના અદ્રશ્ય હાથ ઉપર આધાર રાખતું હતું અને તેમાં વિશ્વાસનો સહયોગ હતો:
    • બજારનો અદ્રશ્ય સહયોગ આર્થિક વ્યવહારોના ખૂલ્લાપણામાં પ્રતિબિંબીત થાય છે.
    • વિશ્વાસનો સહયોગ નૈતિક અને મનોવૈજ્ઞાનિક પરિમાણોને રેખાંકિત કરે છે.
  • ઉદારીકરણ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર આર્થિક મોડેલ અને પરંપરાગત વિચારધારાનો પ્રચાર એમ બંનેને સહયોગ આપતું હતું.
  • ભારતની જીડીપીમાં ભારે વધારો અને ઉદારીકરણ પછી માથાદીઠ જીડીપી વચ્ચે સંપત્તિ નિર્માણનો યોગાનુયોગ છે.
  • અદ્રશ્ય સહયોગને પૂરક બને તે માટે વિશ્વાસના સહકારની જરૂરિયાત રહે છે તેવું વર્ષ 2011-13માં નાણાંકિય ક્ષેત્રના દેખાવ પરથી જણાય છે.
  • સર્વેક્ષણમાં એવી ધારણા રાખવામાં આવી છે કે ભારતે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની મહત્વાકાંક્ષા મુખ્યત્વે નીચે દર્શાવેલી બાબતો પર આધાર રાખશે:
  • બજારના અદ્રશ્ય સહયોગને મજબૂત કરવો.
  • વિશ્વાસનો સહકાર આપવો.
  • અદ્રશ્ય સહયોગને વ્યવસાયલક્ષી નીતિઓ દ્વારા પ્રોત્સાહન આપવા માટેઃ
    • નવા આવનારાઓને સમાન તકો પૂરી પાડવી.
    • વાજબી સ્પર્ધા અને બિઝનેસ કરવામાં આસાની પૂરી પાડવી.
    • સરકારી હસ્તક્ષેપ મારફતે બિનજરૂરી રીતે બજારનું મહત્વ ઓછું દર્શાવે તેવી નીતિઓ નાબૂદ કરવી.
    • વેપારને રોજગાર નિર્માણ પૂરૂ પાડી શકે તેવો કરવો.
    • કાર્યક્ષમ રીતે બેંકીંગ સેક્ટરનો વ્યાપ વિસ્તારવો.
  • જાહેર હિત માટે વિશ્વાસનો વિચાર રજૂ કરવો, જે વધુ ઉપયોગથી વૃદ્ધિ પામે છે.
  • સર્વેક્ષણ દર્શાવે છે કે નીતિઓ દ્વારા પારદર્શકતા વધવી જોઈએ અને ડેટા તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસરકારક અમલ થવો જોઈએ.

પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતા અને સંપત્તિનું નિર્માણઃ

એક વ્યૂહરચના તરીકે ઉદ્યોગસાહસિકતા ઉત્પાદકતામાં વૃદ્ધિને તથા સંપત્તિના સર્જનને વેગ આપે છે.

  • વિશ્વ બેંકના મંતવ્ય મુજબ નવી કંપનીઓના સર્જનમાં ભારત ત્રીજો ક્રમ ધરાવે છે.
  • વર્ષ 2014 પછી ભારતમાં નવી કંપનીઓના નિર્માણમાં નાટ્યાત્મક રીતે વધારો થયો છે.
  • વર્ષ 2006-14 દરમિયાન 3.8 ટકાની તુલનામાં વર્ષ 2014-18 દરમિયાન ઔપચારિક ક્ષેત્રમાં નવી કંપનીઓનો વૃદ્ધિ દર એકંદરે 12.2 ટકા જેટલો રહ્યો છે.
  • વર્ષ 2018માં અંદાજે 1.24 લાખ નવી કંપનીઓનું નિર્માણ થયું, જે વર્ષ 2014માં 70,000 કંપનીઓની તુલનામાં આશરે 80 ટકાનો વધારો દર્શાવે છે.
  • સર્વેક્ષણમાં વહિવટી પિરામીડને તળિયે રહેલા ભારતના 500થી વધુ જિલ્લાઓમાં ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓની સામગ્રી અને પ્રેરકબળો તપાસવામાં આવ્યા છે.
  • ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા કૃષિ ક્ષેત્રની તુલનામાં સેવાના ક્ષેત્રમાં કંપનીઓના સર્જનનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ રહ્યું છે.
  • સર્વેમાં નોંધ લેવાઈ છે કે પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતા માત્ર જરૂરિયાને આધારે જ ઉભી થતી નથી.
  • નવી કંપનીઓની નોંધણીમાં 10 ટકા જેટલો વધારો એકંદર ઘરગથ્થુ જિલ્લા ઉત્પાદન (જીડીજીપી)માં 1.8 ટકાનો વધારો કરે છે.
  • જિલ્લા સ્તરે ઉદ્યોગસાહસિકતામાં પાયાના સ્તરે સંપત્તિનું સર્જન નોંધપાત્ર અસરો ઉભી કરી શકે છે.
  • ભારતમાં નવી કંપનીઓનો જન્મ ભિન્ન સ્વરૂપે જોવા મળે છે અને તે જિલ્લાઓ અને ક્ષેત્રોમાં વહેંચાયેલો છે.
  • જિલ્લામાં સાક્ષરતા અને શિક્ષણ સ્થાનિક ઉદ્યોગસાહસિકતાની નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ કરે છે.
    • જ્યાં 70 ટકાથી વધુ સાક્ષરતા હોય છે ત્યાં અસર નોંધપાત્ર પ્રમાણમાં દેખાઈ આવે છે.
    • સૌથી ઓછા સાક્ષરતા દરને કારણે પૂર્વ ભારતમાં નવી કંપનીઓ રચવાનું પ્રમાણ ઓછું રહ્યુ છે. (2011ની વસતિ ગણતરી મુજબ 59.6 ટકા)
  • જિલ્લામાં ભૌતિક માળખાગત સુવિધાઓની ગુણવત્તા નવી કંપનીઓના સર્જનમાં નોંધપાત્ર પ્રમાણમાં પ્રભાવક બની રહે છે.
  • વેપાર-વાણિજ્યમાં સરળતા અને સરળ કામદાર નિયમોને કારણે નવી કંપનીઓ સર્જનમાં અને ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં આ પ્રક્રિયાને વેગ આપે છે.
  • સર્વેક્ષણમાં સૂચવાયું છે કે વેપાર-વાણિજ્યમાં વધુ સરળતા અને સરળ કામદાર કાયદાઓના અમલીકરણથી જિલ્લામાં અને રાજ્યમાં પણ મહત્તમ નોકરીઓનું સર્જન થઈ શકે છે.

વ્યવસાયલક્ષી વિરૂદ્ધ બજારલક્ષીઃ

  • સર્વેમાં જણાવાયું છે કે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની ભારતની મહેચ્છા ખાસ કરીને નીચેની બાબતો પર આધાર રાખે છેઃ
  • એવી વ્યવસાયલક્ષી નીતિને પ્રોત્સાહન આપવું કે જે સ્પર્ધાત્મક બજારો મારફતે સંપત્તિ સર્જનની શક્તિને વેગ આપે.
  • ચોક્કસ ખાનગી હિતોને લાભ થાય તેવી નીતિથી દૂર રહેવું, ખાસ કરીને શક્તિશાળી લોકોથી દૂર રહેવું.
  • શેર બજારની નજરે જોતાં જણાય છે કે સર્જનાત્મક વિનાશ ઉદારીકરણ પછીના સમયમાં નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
    • ઉદારીકરણ પહેલાં સેન્સેક્સની એક કંપની 60 વર્ષ સુધી ટકી રહેતી હતી, જેનો ગાળો ઉદારીકરણ પછી ઘટીને 12 વર્ષ થયો છે
  • સ્પર્ધાત્મક બજારો ઉભા કરવામાં અસરકારક સફળતા મળવા છતાં કેટલાક લોકોને તરફેણ કરનારી નીતિઓને કારણે અર્થતંત્રમાં મૂલ્ય ઘટ્યું છે.
    • વર્ષ 2007 થી 2010 સુધીમાં જોડાયેલી કંપનીઓનો ઈક્વિટી ઈન્ડેક્સ દર વર્ષે 7 ટકાના ધોરણે નોંધપાત્ર રીતે વધ્યો હતો.
    • આથી વિરૂદ્ધ વર્ષ 2011થી ઈન્ડેક્સ વિપરીત ગતિ દર્શાવે છે અને આવી કંપનીઓમાં આંતરિક રીતે બિનકાર્યક્ષમતા અને મૂલ્યનું ધોવાણ જોવા મળ્યું છે.
  • કેટલાક વર્ગોને ફાયદો કરે તેવી નીતિઓ જેવી કે વર્ષ 2011 સુધી કુદરતી સ્રોતોની મુનસફી પ્રમાણે ફાળવણીને કારણે લાભાર્થીઓ ભાડા મેળવતા થયા હતા, જ્યારે 2014 પછી સ્પર્ધાત્મક ફાળવણીને કારણે આ પ્રકારે ભાડા કઢાવાનું ઘટ્યું હતું.
  • સમાન પ્રકારે કેટલાક લોકોની તરફેણમાં કરાયેલા ધિરાણોને કારણે ઈરાદાપૂર્વક નાદારી વધી છે, જ્યારે પ્રમોટરો બેંકોની સંપત્તિ સામુહિક રીતે હડપ કરતા થયા હોવાના કારણે ખોટ થતી રહી છે અને ગ્રામીણ વિકાસ માટેની સબસિડીઓ ટૂંકાવવી પડી છે.

બજારોને ઓછા આંકવાઃ જ્યારે સરકારની હસ્તક્ષેપ મદદ કરવાને બદલે નુકશાન કરે છેઃ

  • ઉદાહરણ તરીકે આપખુદ રીતે સરકારની હસ્તક્ષેપ
  1. આવશ્યક ચીજવસ્તુ ધારો (ઈસીએ), 1955
  • આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ વિવિધ ચીજોની સંગ્રહ મર્યાદામાં વારંવાર અને કલ્પના ન થઈ શકે તે હદે મર્યાદા લાદવાથી આ કાયદો ભંગાણ સર્જે છે.
  • ખાનગી ક્ષેત્ર મારફતે સંગ્રહ ક્ષમતા ઉભી કરવા અપાતા પ્રોત્સાહનો
  • ખેતીની મુલ્યસાંકળમાં વધારો.
  • ખેતીના ઉત્પાદનો માટે રાષ્ટ્રીય બજારનો વિકાસ.
  • સંગ્રહ મર્યાદા લાદવાના કારણે 2006ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દાળ (કઠોળ) અને વર્ષ 2009ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડુંગળી તથા સપ્ટેમ્બર 2019માં ડુંગળીના છૂટક અને જથ્થાબંધ ભાવમાં ભારે ઉતાર-ચડાઉ જોવા મળ્યો હતો.
  • ગ્રાહક બાબતોના મંત્રાલયે એ મુદ્દે ચકાસવું જોઈએ કે વર્તમાન ભારતમાં આવશ્યક ચીજવસ્તુ ધારો સુસંગત છે.
  • દરોડાઓ પાડ્યા પછી ખૂબ ઓછા પ્રમાણમાં ગૂનેગાર ઠેરવવાના કારણે ભાવ તેની કોઈ અસર પડતી નથી.
  • આવશ્યક ચીજવસ્તુ ધારો પૈસા મેળવવાનું અને પરેશાની કરવાનું સાધન બની જાય છે.
  • સર્વે સૂચવે છે કે આ આપખુદ કાયદાને નષ્ટ કરવો પડે તેવા સ્પષ્ટ પૂરાવા છે.
  1. આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ઔષધોનું ભાવ નિયંત્રણઃ
  • ઔષધોની કિંમતોનું ડ્રગ પ્રાઈસ કન્ટ્રોલ 2013 મારફતે નિયંત્રણ કરવાથી નિયમન વગરના ઔષધોના ભાવની તુલનામાં સમાન પ્રકારના નિયંત્રણ વગરના ઔષધોના ભાવ ઓછા રહે છે.
  • સસ્તા ફોર્મ્યુલેશનની તુલનામાં મોંઘા ફોર્મ્યુલેશનના ભાવ વધુ વધે છે અને રિટેઈલ દુકાનોમાં વેચાતા ઔષધોના ભાવની તુલનામાં હોસ્પિટલોમાં વધુ ભાવ લેવાતા હોય છે.
  • આ તારણોને કારણે એવું મંતવ્ય દ્રઢ બને છે કે ડ્રગ કન્ટ્રોલનો ઉદ્દેશ ઔષધોને પરવડે તેવા બનાવવાથી વિપરીત છે.
  • સરકાર ઔષધોની સૌથી મોટી ખરીદનાર સંસ્થા હોવાના કારણે પોસાય તેવા ઔષધો પૂરાં પાડવામાં તેને તમામ ખરીદીઓનો સમન્વય કરીને તથા સોદા શક્તિનો ઉપયોગ કરીને અસરકારક રીતે હસ્તક્ષેપ કરી શકે છે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેનાથી સરકારની સોદા શક્તિનો પારદર્શક રીતે લાભ મળે.
  1. ખાદ્યાન્ન બજારોમાં સરકારનો હસ્તક્ષેપ
  • અનાજ બજારમાં અમલમાં મૂકવામાં આવતી નીતિઓ બજારને નીચેની બાબતો તરફ દોરી જાય છેઃ
    • સરકાર ઘઉં અને ચોખાની સૌથી મોટી ખરીદી કરનાર અને સંગ્રહ કરનાર સંસ્થા બને છે.
    • ખાનગી વેપારની ટોળાશાહી દૂર કરે છે.
    • સરકાર પર ખાદ્યાન્ન સબસિડીનો બોજો વધે છે.
    • બજારોની બિન કાર્યક્ષમતા લાંબેગાળે કૃષિ ક્ષેત્રની વૃદ્ધિને માઠી અસર કરે છે.
    • અન્ન નીતિ ગતિશીલ હોવી જોઈએ અને તેમાં ભૌતિક લેવડ-દેવડને બદલે અનાજના વિતરણને રોકડ તબદીલી/ફૂડ કૂપન્સ અને/ સ્માર્ટ કાર્ડ તરફ દોરી જવી જોઈએ.
  1. દેવા નાબૂદીઓઃ
  • રાજ્ય અને કેન્દ્ર સરકારોએ કરેલી દેવા નાબૂદીઓનું વિશ્લેષણઃ
    • દેવા નાબૂદીના અંશતઃ લાભાર્થીઓની તુલનામાં પૂર્ણ દેવા નાબૂદીથી વપરાશ ઘટે છે, બચત ઓછી થાય છે, રોકાણ ઓછું થાય છે અને નાબૂદ થયા પછી ઓછા ઉત્પાદક બની જવાય છે.
    • દેવા નાબૂદીઓથી ધિરાણ સંસ્કૃતિમાં ભંગાણ થાય છે.
    • એ જ ખેડૂતોને ઔપચારિક ધિરાણ પ્રવાહમાં ઘટાડો થાય છે અને તેના કારણે ધિરાણનો હેતુ માર્યો જાય છે.
    • સર્વેક્ષણમાં સૂચનો કરાયા છે કેઃ
  • સરકારે પદ્ધતિસર જરૂરિયાત વગર કરાતી હસ્તક્ષેપ બાબતે તથા બજારની ક્ષમતા ઓછી આંકવા અંગે ચકાસણી કરવાની જરૂર છે. આમ છતાં એવી દલીલ કરી શકાય તેમ નથી કે સરકારની હસ્તક્ષેપ નહીં હોવો જોઈએ.
  • આને બદલે એવું સૂચન થયું છે કે વિવિધ આર્થિક પરિસ્થિતિમાં યોગ્ય હસ્તક્ષેપ નહીં થવાના કારણે બદલાતા અર્થતંત્રમાં તેની સુસંગતતાને માઠી અસર થઈ છે.
  • આ પ્રકારની ઘટનાઓ નાબૂદ થવાથી સ્પર્ધાત્મક બજારોને વેગ મળશે અને મૂડી રોકાણ તથા આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.

નેટવર્ક ઉત્પાદનોમાં વિશેષજ્ઞતા મેળવીને રોજગારીનું સર્જન અને વૃદ્ધિ

  • સર્વે જણાવે છે કે, ભારત પાસે ચીનની જેમ શ્રમ આધારિત નિકાસને વેગ આપવાની અભૂતપૂર્વ તક છે.
  • મેક ઇન ઇન્ડિયામાં “દુનિયા માટે ભારતમાં એસેમ્બલ” પ્રક્રિયાને સંકલિત કરીને ભારત આવું કરી શકે છે:
  • એની નિકાસનાં બજારનો હિસ્સો વર્ષ 2025 સુધીમાં આશરે 3.5 ટકા અને વર્ષ 2030 સુધીમાં 6 ટકા વધારી શકે છે.
  • વર્ષ 2025 સુધીમાં સારું વેતન ધરાવતી 4 કરોડ અને વર્ષ 2030 સુધીમાં 8 કરોડ રોજગારીનું સર્જન કરી શકે છે.
  • નેટવર્ક ઉત્પાદનોની નિકાસ વર્ષ 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે જરૂરી મૂલ્ય સંવર્ધનમાં એક ચતુર્થાંશનો વધારો પ્રદાન કરી શકે છે.
  • સર્વેમાં સૂચન કરવામાં આવ્યું છે કે, આ તકને ઝડપવા ચીન દ્વારા ઉપયોગ થયેલી વ્યૂહરચના અપનાવી શકાશે, જેમાં નીચેની બાબતો સામેલ છે:
  • શ્રમ આધારિત ક્ષેત્રો, ખાસ કરીને નેટવર્ક ઉત્પાદનો મોટા પાયે વધારવામાં કુશળતા.
  • નેટવર્ક ઉત્પાદનોમાં મોટા પાયે એસેમ્બલિંગ કામગીરીને સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવું.
  • મુખ્યત્વે ધનિક દેશોમાં બજારોને નિકાસ કરવી.
  • વેપાર નીતિ સક્ષમ બનાવવી પડશે.
  • સર્વેમાં સંપૂર્ણ વેપાર સંતુલન પર ભારતની વેપારી સમજૂતીઓની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે:
  • ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની નિકાસ વધીને 13.4 ટકા થઈ છે અને કુલ ચીજવસ્તુઓની નિકાસ 10.9 ટકા થયો છે
  • ઉત્પાદન ક્ષેત્રમાં નિર્મિત ઉત્પાદનોની આયાતમાં 12.7 ટકાનો વધારો થયો હતો અને કુલ ચીજવસ્તુઓની આયાતમાં 8.6 ટકાનો વધારો થયો હતો.
  • ભારતને નિર્મિત ઉત્પાદનો માટે વેપારી પુરાંતમાં 0.7 ટકાનો વધારાનો અને કુલ ચીજવસ્તુઓ માટે વર્ષદીઠ 2.3 ટકાના વધારાનો લાભ મળ્યો હતો.

ભારતમાં વેપાર-વાણિજ્યને સરળ બનાવવાનો લક્ષ્યાંક

  • વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્યને સરળ બનાવવાનાં સૂચકાંકમાં ભારતે વર્ષ 2014માં 142માં સ્થાનથી 79માં સ્થાન સુધીની હરણફાળ ભરી છે.
  • ભારત હજુ પણ વ્યવસાય શરૂ કરવામાં સરળતા, મિલકતની નોંધણી કરાવવા, કરવેરાની ચુકવણી અને કરારોનો અમલ કરવા જેવા માપદંડોમાં પાછળ છે.
  • સર્વે અનેક અભ્યાસો ધરાવે છે:
  • ચીજવસ્તુઓની નિકાસ માટે આયાત માટે માલપરિવહન પ્રક્રિયાનો પ્રવાહ નિકાસ કરતાં વધારે અસરકારક છે.
  • બેંગાલુરુ એરપોર્ટ પરથી ઇલેક્ટ્રોનિક નિકાસ અને આયાત દર્શાવે છે કે, ભારતીય માલપરિવહન પ્રક્રિયા કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની બની શકે છે.
  • ભારતમાં જહાજોનો ટર્નએરાઉન્ટ ટાઇમ (ટીએટી) વર્ષ 2010-11માં 4.67 દિવસથી ઘટીને લગભગ અડધો એટલે વર્ષ 2018-19માં 2.48 દિવસ થઈ ગયો છે.
  • વેપાર-વાણિજ્ય સરળ કરવા માટેનાં સૂચનો:
  • વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં લોજિસ્ટિક્સ વિભાગ, કેન્દ્રીય પરોક્ષ કરવેરા અને જકાત મંડળ, જહાજ મંત્રાલય અને વિવિધ બંદર સત્તામંડળો વચ્ચે ગાઢ સંકલન.
  • પ્રવાસન કે ઉત્પાદન જેવા જુદાં જુદાં ક્ષેત્રો માટે વધારે લક્ષિત અભિગમની જરૂર, જે નિયમનકારી માળખા અને દરેક સેગમેન્ટમાં અવરોધો દૂર કરવાની પ્રક્રિયાની રૂપરેખા રજૂ કરે છે.

બેંકનાં રાષ્ટ્રીયકરણની સુવર્ણજયંતિઃ સમીક્ષા કરવી

  • સર્વેમાં વર્ષ 2019ને બેંકોના રાષ્ટ્રીયકરણનાં સુવર્ણજયંતિ વર્ષ તરીકે ગણાવવામાં આવ્યું છે
  • સરકારી ક્ષેત્રની બેંકો (પીએસબી)નાં લાખો કર્મચારીઓની સફળતાની ઉજવણી અને સર્વે દ્વારા સૂચિત સરકારી બેંકોનું ઉદ્દેશલક્ષી મૂલ્યાંકન.
  • વર્ષ 1969થી અત્યાર સુધી ભારતમાં અર્થતંત્રનાં કદમાં વૃદ્ધિને સુસંગત રીતે બેંકિંગ ક્ષેત્રનો વિકાસ થયો નથી.
  • દુનિયાની ટોચની 100 બેંકોમાં ભારતની એકમાત્ર બેંક સ્થાન ધરાવે છે – જે એનાથી 11મા ભાગનાં ફિનલેન્ડ અને આઠમા ભાગના ડેન્માર્ક વગેરે જેવા દેશોની હરોળમાં એને સ્થાન આપે છે
  • વિશાળ અર્થતંત્રને એની વૃદ્ધિને ટેકો આપવા અસરકારક બેંકિંગ ક્ષેત્રની જરૂર છે
  • અર્થતંત્રને ટેકો આપવાની જવાબદારી સરકારી બેંકોની છે, જે ભારતીય બેંકિંગનાં બજારમાં 70 ટકા હિસ્સો ધરાવે છે:
  • કામગીરીનાં દરેક માપદંડો પર સરકારી બેંકો એની હરિફ બેંકો કરતાં ઓછી અસરકારક છે.
  • વર્ષ 2019માં સરકારી બેંકોમાં સરેરાશ દરેક રૂપિયાનાં રોકાણ પર 23 પૈસાનું નુકસાન થતું હતું, ત્યારે એનપીબીમાં એક રૂપિયાના રોકાણમાં 9.6 પૈસાનો લાભ થતો હતો
  • છેલ્લાં સાત વર્ષમાં ખાનગી બેંકોની સરખામણીમાં સરકારી બેંકોના ધિરાણમાં વૃદ્ધિ ઘણી ઓછી થઈ છે.
  • સરકારી બેંકોને વધારે અસરકારક બનાવવા સમાધાનો નીચે મુજબ છે:
  • સરકારી બેંકોના કર્મચારીઓ માટે એમ્પ્લોયી સ્ટોક ઑનરશિપ પ્લાન (ઇએસઓપી)
  • કર્મચારીઓને પ્રોત્સાહન આપવા કર્મચારીઓ દ્વારા જાળવવામાં આવતા બ્લોકને બોર્ડમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ આપવું અને બેંકનાં તમામ હિતધારકો સાથે એમના હિતોને સુસંગત કરવા.
  • જીએસટીએન પ્રકારની સંસ્થા ઊભી કરવી, જે તમામ સરકારી બેંકોને ડેટા એકત્ર કરશે તથા બિગ ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઋણધારકો, ખાસ કરીને જંગી ઋણ લેતા ઋણધારકોની સારામાં સારી ચકાસણી કરવા અને એમની ઋણની ચુકવણીની પેટર્ન પર નજર રાખીને ધિરાણનાં નિર્ણયો લેવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો.

એનબીએફસી ક્ષેત્રમાં નાણાકીય સુગમતા

  • સર્વેમાં એનબીએફસી ક્ષેત્રમાં અત્યારે પ્રવર્તમાન નાણાકીય પ્રવાહિતતાની ખેંચનાં સંદર્ભમાં ભારતમાં શાહૂકારી વ્યવસ્થા કે શેડો બેંકિંગ ઊભું થવાનાં જોખમોને વધારે એવા પરિબળો (રોલઓવર રિસ્ક)ની તપાસ કરવી.
  • રોલઓવર રિસ્કનાં મુખ્ય પરિબળો:
  • મિલકતની જવાબદારીનું વ્યવસ્થાપન (એએલએમ)નું જોખમ.
  • એકબીજા સાથે સંબંધિત જોખમ.
  • એનબીએફસીની નાણાકીય અને સંચાલનની અનુકૂળતા.
  • ટૂંકા ગાળાનાં હોલસેલ ફંડિંગ પર વધારે પડતી નિર્ભરતા.
  • સર્વે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી) અને રિટેલ એનબીએફસી (જે તેમના સંબંધિત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે)ના નમૂના માટે રોલઓવર જોખમનો તાગ મેળવવા મૂલ્યાંકન (હેલ્થ સ્કોર)ની ગણતરી કરે છે.
  • હેલ્થ સ્કોરનું વિશ્લેષણ નીચેના તારણો ધરાવે છે:
  • હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનાં ક્ષેત્ર માટે હેલ્થ સ્કોરમાં 2014 પછી ઘટાડાનું વલણ જણાયું છે અને 2019નાં અંત સુધીમાં સંપૂર્ણ ક્ષેત્રની નાણાકીય સ્થિતિ ઘણી ખરાબ રહી છે.
  • રિટેલ-એનબીએફસી ક્ષેત્રનો સ્કોર વર્ષ 2014થી વર્ષ 2019 દરમિયાન સતત ઘણો ઓછો હતો.
  • મોટી રિટેલ-એનબીએફસી કંપનીઓનો હેલ્થ સ્કોર વધારે હતો, પરંતુ વર્ષ 2014થી વર્ષ 2019 સુધી મધ્યમ અને નાની કંપનીઓનો હેલ્થ સ્કોર ઓછો હતો.
  • સર્વે સૂચવે છે કે, હેલ્થ સ્કોર નાણાકીય પ્રવાહિતતાની તોળાતી સમસ્યાઓની પૂર્વ ચેતવણીનો સંકેત આપે છે.
  • ઇન્ડિવિડ્યુઅલ એચએફસી અને રિટેલ-એનબીએફસીના હેલ્થ સ્કોરમાં વધારા પ્રત્યે ઇક્વિટી બજારો અનુકૂળ વલણ વ્યક્ત કરે છે.
  • સર્વે એનબીએફસી ક્ષેત્રમાં તમામ કંપનીઓ (જુદો-જુદો હેલ્થ સ્કોર ધરાવતી)ને નાણાકીય પ્રવાહિતતામાં અસરકારક રીતે વધારો કરવા સૂચનો કરે છે, જેથી મૂડીનો અસરકારક રીતે ઉપયોગ કરીને નાણાકીય નબળી સ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય..

ખાનગીકરણ અને સંપત્તિનું સર્જન

  • સર્વે ભારતીય સંદર્ભમાં ખાનગીકરણમાંથી અસરકારક લાભ થવાની ચકાસણી કરવામાં આવી છે અને સીપીએસઈના ડિસઇન્વેસ્ટમેન્ટને ઝડપથી હાથ ધરવા માટેનાં વિચારને પ્રોત્સાહન મળ્યું છે.
  • બીપીસીએલમાં 53.29 ટકાનાં સરકારનાં હિસ્સાનું વ્યૂહાત્મક વેચાણ દેશની સંપત્તિમાં આશરે રૂ. 33,000 કરોડનાં વધારા તરફ દોરી જશે.
  • સર્વેમાં 11 સીપીએસઇની કામગીરી અગાઉ અને પછીનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે, જેનું વર્ષ 1999-2000થી વર્ષ 2003-04માં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું:
  • સીપીએસઇનું ખાનગીકરણ કરવાનાં નેટવર્થ, ચોખ્ખો નફો, એસેટ પર વળતર (આરઓએ), ઇક્વિટી પર વળતર (આરઓઇ) વગેરે જેવા નાણાકીય માપદંડોમાં સરેરાશ રીતે નોંધપાત્ર સુધારો થયો છે.
  • સીપીએસઇનું ખાનગીકરણ કરવાથી સમાન સંસાધનો સાથે વધારે સંપત્તિનું સર્જન કરી શકાય છે.
  • સર્વે સીપીએસઈના ઝડપી ડિસઇન્વેસ્ટમેન્ટનું સૂચન કરે છે, જેથી:
  • નફાકારકતામાં વધારો થાય.
  • કાર્યદક્ષતા વધે.
  • સ્પર્ધાત્મકતા વધે.
  • વ્યવસાયિક અભિગમને પ્રોત્સાહન મળે.

શું ભારતની જીડીપી વૃદ્ધિને વધારે દર્શાવવામાં આવી છે? ના!

  • જીડીપી વૃદ્ધિ કોઈ પણ રોકાણની સાથે નીતિનિર્માતાઓ દ્વારા નીતિનિર્માણ કરવા માટે એક જટિલ અને સતત બદલાતું પરિમાણ છે. એટલે તાજેતરમાં ભારતની જીડીપીના સાચા આકલનનાં સંબંધમાં શરૂ થયેલી ચર્ચામાં વર્ષ 2011માં આકલન પ્રક્રિયામાં થયેલા સુધારા-વધારાને અપનાવવા અતિ મહત્ત્વપૂર્ણ છે.
  • જેમ જુદાં જુદાં દેશો કેટલીક દેખાતી અને ન દેખાતી રીતે અલગ-અલગ હોય છે, તેમ એક દેશની બીજા દેશ સાથેની સરખામણી બહુ સાવધાની સાથે કરવામાં આવે છે, જેમાં અન્ય જટિલ ઘટકોની અસરને કાળજીપૂર્વક અલગ કરવામાં આવી છે અને ફક્ત જીડીપી વિકાસનાં આકલન પર પ્રક્રિયા સંશોધનના અસરને અલગ કરવામાં આવી છે.
  • એ મોડલ જેમાં વર્ષ 2011 પછી ભારતમાં જીડીપી વૃદ્ધિમાં 2.7 ટકાનો વધારો ભૂલથી અનુમાન કરતાં વધારે થઈ ગયેલો દર્શાવ્યો છે એ જ મોડલે સેમ્પલ સમયમાં 95 દેશોમાંથી 51 અન્ય દેશોમાં જીડીપી વિકાસ અનુમાનથી વધારે દર્શાવ્યો છે.
  • યુકે, જર્મની અને સિંગાપોર જેવા કેટલાંક વિકસિત અર્થતંત્રોએ અપૂર્ણ ચોક્કસ ઇકોનોમેટ્રિક મોડલ સાથે તેમનાં જીડીપીને ભૂલથી ખોટી દર્શાવી હતી.
  • યોગ્ય રીતે સૂચિત મોડલ, જેમાં તમામ દેશો વચ્ચે ન દેખાતી વિવિધતા સાથે જ જુદાં-જુદાં દેશોમાં જીડીપી વૃદ્ધિમાં આંતરરાષ્ટ્રીય વલણ ભારત અથવા અન્ય દેશોમાં વૃદ્ધિનાં દોષપૂર્ણ મૂલ્યાંકનની જાણકારી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.
  • ભૂલ સાથે ભારતની જીડીપી વૃદ્ધિને વધારીને દર્શાવવામાં આવી છે એવી ચિંતા ડેટા દ્વારા નિરાધાર છે એટલે આ પ્રકારનાં આક્ષેપો પાયાવિહોણા છે.

થાલીનૉમિક્સઃ ભારતમાં ભોજનની એક થાળીનું અર્થતંત્ર

  • આખા ભારતમાં સામાન્ય વ્યક્તિ થાળી માટે કેટલાં રૂપિયા ચુકવે છે એની ગણતરી કરવાનો પ્રયાસ છે.
  • વર્ષ 2015-16થી અત્યાર સુધી થાળીની કિંમતમાં થયેલો ફેરફાર.
  • વર્ષ 2019-20 દરમિયાન કિંમતમાં વધારો થવા છતાં વર્ષ 2015-16થી આખા ભારત અને ચાર વિસ્તારોમાં અત્યાર સુધી શાકાહારી થાળીની સંપૂર્ણ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
  • વર્ષ 2015-16 પછી:
  • શાકભાજી થાળીનાં કેસમાં કિંમતોમાં સુધારો થવાથી દર વર્ષે સરેરાશ કુટુંબને લગભગ રૂ. 11,000નો લાભ થયો હતો.
  • સમાન ગાળા દરમિયાન દર વર્ષે બે બિનશાકાહારી થાળી ધરાવતા સરેરાશ કુટુંબને સરેરાશ રૂ. 12,000નો લાભ થયો હતો.
  • વર્ષ 2006-07 થી 2019-20 સુધી:
  • શાકાહારી થાળીની પરવડે તેવી કિંમતમાં (એફોર્ડિબિલિટી) 29 ટકાનો સુધારો થયો.
  • બિનશાકાહારી થાળીની પરવડે તેવી કિંમતમાં (એફોર્ડિબિલિટી) 18 ટકાનો સુધારો થયો.

વર્ષ 2019-20માં ભારતની આર્થિક કામગીરી

  • ભારતની જીડીપીમાં વૃદ્ધિ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 4.8 ટકા રહી હતી, જે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદન ક્ષેત્ર, વેપાર અને માગમાં નબળાઈ જેવા પરિબળો જવાબદાર હતા.
  • નાણાકીય વર્ષ 2019-20નાં બીજા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક ઉપભોગમાં વૃદ્ધિ સારી રહી હતી. એનું કારણ સરકારી ઉપભોગમાં વૃદ્ધિ હતું.
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ અને સરકારી વહીવટી, સંરક્ષણ અને અન્ય સેવાઓ માટે વૃદ્ધિ નાણાકીય વર્ષ 2018-19ના બીજા અર્ધવાર્ષિક ગાળા કરતાં ઊંચી હતી.
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ભારતનાં બાહ્ય ક્ષેત્રને વધારે સ્થિરતાને લાભ મળ્યો હતો:
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન જીડીપીમાં ચાલુ ખાતાની ખાધ (સીએડી) ઘટીને 1.5 ટકા થઈ હતી, જે વર્ષ 2018-19માં 2.1 ટકા હતી.
  • પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)માં વધારો.
  • પોર્ટફોલિયોનો પ્રવાહ મજબૂત થયો.
  • વિદેશી હૂંડિયામણમાં વધારો થયો.
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નિકાસની સરખામણીમાં આયાતમાં તીવ્ર ઘટાડો થયો, જે માટે ક્રૂડની ઓછી કિંમત જવાબદાર હતી.
  • મોંઘવારીનાં દરમાં વર્ષનાં અંતે ઘટાડો થવાની અપેક્ષા છે:
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન 3.3 ટકાથી વધીને ડિસેમ્બરમાં 7.35 ટકા થયો હતો, જે માટે ખાદ્ય મોંઘવારીમાં કામચલાઉ વધારો થયો હતો.
  • ડિસેમ્બર, 2019-20માં સીપીઆઈ-મુખ્ય અને ડબલ્યુપીઆઈમાં વધારો માગનું દબાણ ઊભું થઈ રહ્યું હોવાનું સૂચવે છે.
  • જીડીપી વૃદ્ધિમાં ઘટાડો વૃદ્ધિના ધીમા પડેલા ચક્રના માળખાની અંદર સમજી શકાશે:
  • નાણાકીય ક્ષેત્ર વાસ્તવિક ક્ષેત્ર (રોકાણ-વૃદ્ધિ-ઉપભોગ) પર મુખ્ય પ્રેરકબળ તરીકે કામ કરે છે.
  • વર્ષ 2019-20 દરમિયાન હાથ ધરવામાં આવેલા સુધારા રોકાણ, ઉપભોગ અને નિકાસને પ્રોત્સાહન આપશે:
  • નાદારી અને દેવાળિયાપણાની સંહિતા (આઇબીસી) હેઠળ નાદારીની પ્રક્રિયાને વેગ મળશે.
  • ધિરાણમાં સરળતા, ખાસ કરીને તણાવયુક્ત રિયલ એસ્ટેટ અને એનબીએફસી ક્ષેત્રોમાં.
  • નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન 2019-2025ની જાહેરાત કરવામાં આવી.
  • સર્વે નાણાકીય વર્ષ 2019-20ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જીડીપીમાં વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે:
  • સીએસઓનાં પ્રથમ આગોતરા અંદાજ પર આધારિત 2019-20 માટે જીડીપીમાં 5 ટકાની વૃદ્ધિનો વ્યક્ત થયો હતો.
  • વર્ષ 2020-21માં સારો સુધારો કરવા અર્થતંત્રને સક્ષમ બનાવવા સુધારા પર તાત્કાલિક પ્રદાન કરવા.

રાજકોષીય વિકાસ

  • વર્ષ 2019-20ના પ્રથમ આઠ મહિના દરમિયાન ગયા વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં આવકમાં ઊંચી વૃદ્ધિ થઈ, જે માટે કરવેરા સિવાયની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જવાબદાર હતી.
  • વર્ષ 2019-20 દરમિયાન (ડિસેમ્બર, 2019 સુધી) જીએસટીની માસિક આવક રૂ. 1 લાખ કરોડથી વધી ગઈ, જે પાંચ ગણી વધારે હતી.
  • ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવેરાનાં ક્ષેત્રમાં માળખાગત સુધારા હાથ ધરવામાં આવ્યાં છે.
  • કોર્પોરેટ કરવેરાનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો.
  • જીએસટીનાં અમલીકરણને સરળ બનાવવા વિવિધ પગલાં.
  • રાજ્યોની અંદર રાજકોષીય ખાધ એફઆરબીએમ ધારા દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોની અંદર જળવાઈ રહી.
  • સર્વે જણાવે છે કે, જનરલ ગવર્મેન્ટ (કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો) રાજકોષીય સંગઠિતતાનાં માર્ગે અગ્રેસર છે.

બાહ્ય ક્ષેત્ર

  • ચૂકવણીનું સંતુલન (બીઓપી):
  • ભારતની બીઓપીની સ્થિતિ - માર્ચ, 2019નાં અંતે 412.9 વિદેશી હૂંડિયામણ વધીને સપ્ટેમ્બર, 2019માં 433.7 અબજ ડોલર થયું હતું.
  • ચાલુ ખાતાની ખાધ (સીએડી) વર્ષ 2018-19માં 2.1 ટકાથી ઘટીને વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જીડીપી 1.5 ટકા થઈ હતી.
  • વિદેશી હૂંડિયામણ 10 જાન્યુઆરી, 2020નાં રોજ 461.2 અબજ ડોલર હતું.

આંતરરાષ્ટ્રીય વેપાર:

  • વર્ષ 2019માં વૈશ્વિક ઉત્પાદનમાં અંદાજે 2.9 ટકાની વૃદ્ધિ થવાની સાથે વર્ષ 2017માં 5.7 ટકાનો વધારો થયા પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં 1.0 ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે.
  • જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક કામગીરીમાં સુધારા સાથે વર્ષ 2020માં 2.9 ટકાનો સુધારો થવાની ધારણા છે.
  • વર્ષ 2009-14થી વર્ષ 2014-19 સુધી ભારતની ચીજવસ્તુઓનું વેપારી સંતુલન સુધર્યું છે, તેમ છતાં મોટા ભાગનો સુધારો પાછળનાં ગાળામાં થયો હતો, જે માટે વર્ષ 2016-17માં ક્રૂડ કિંમતોમાં 50 ટકાથી વધારાનો ઘટાડો જવાબદાર હતો.
  • ભારતનાં ટોચનાં પાંચ વેપારી ભાગીદાર દેશો અમેરિકા, ચીન, યુએઇ, સાઉદી અરેબિયા અને હોંગકોંગ જળવાઈ રહેશે.

નિકાસ:

  • સૌથી વધુ નિકાસ થતી ચીજવસ્તુઓઃ પેટ્રોલિયમ ઉત્પાદનો, કિંમતી રત્નો, દવાની ફોર્મ્યુલા અને બાયોલોજિકલ્સ, સોનું અને અન્ય કિંમતી ધાતુઓ.
  • વર્ષ 2019-20 (એપ્રિલથી નવેમ્બર)માં સૌથી વધુ નિકાસ થયેલા દેશો: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ), પછી સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), ચીન અને હોંગકોંગ.
  • જીડીપી રેશિયોમાં ચીજવસ્તુઓની નિકાસ ઘટી, જે બીઓપીની પોઝિશન પર નકારાત્મક અસર કરે છે.
  • દુનિયાનાં કુલ ઉત્પાદનમાં ઘટાડાની અસર જીડીપીમાં નિકાસનાં રેશિયો પર થઈ છે, ખાસ કરીને વર્ષ 2018-19થી વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં.
  • વર્ષ 2009-વર્ષ 2014થી વર્ષ 2014-2019 સુધી નોન-પીઓએલ નિકાસમાં વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

આયાત:

  • સૌથી વધુ આયાત થયેલી ચીજવસ્તુઓઃ ક્રૂડ પેટ્રોલિયમ, સોનું, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, કોક અને બ્રિક્વેટસ.
  • ભારતમાં સૌથી વધુ આયાત ચીનથી થઈ હતી, અને ત્યારબાદ અમેરિકા, યુએઇ અને સાઉદી અરેબિયાથી થઈ હતી.
  • ભારત માટે જીડીપીમાં ચીજવસ્તુઓની આયાતનો રેશિયો ઘટ્યો હતો, જેની બીઓપી પર ચોખ્ખી સકારાત્મક અસર થઈ છે.
  • આયાતમાં ક્રૂડ ઓઇલની જંગી આયાતનો સહસંબંધ ક્રૂડની કિંમતો સાથે ભારતની કુલ આયાત સાથે છે. ક્રૂડની કિંમતોમાં વધારો થવાથી કુલ આયાતમાં ક્રૂડનો હિસ્સો વધ્યો છે અને જીડીપી રેશિયોમાં આયાતનો હિસ્સો પણ વધ્યો છે.
  • સોનાની નોંધપાત્ર આયાતનો પણ સોનાની કિંમતો સાથે ભારતની કુલ આયાત સાથે સહસંબંધ છે. જોકે સોનાની કિંમતમાં વધારો થવા છતાં વર્ષ 2018-19 અને વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ આયાતમાં સોનાની આયાતનો હિસ્સો એકસરખો જળવાઈ રહ્યો હતો, જે માટે સોના પર આયાત વેરો વધવાથી સોનાની આયાતમાં ઘટાડો જવાબદાર હોવાની શક્યતા છે.
  • નોન-પીઓએલ-નોન-ગોલ્ડ આયાત જીડીપી વૃદ્ધિ સાથે સકારાત્મક સહસંબંધ ધરાવે છે.
  • વર્ષ 2009-14થી વર્ષ 2014-19 વચ્ચે જીડીપી વૃદ્ધિમાં વધારો થયો હતો, ત્યારે નોન-પીઓએલ-નોન-ઓઇલ આયાત જીડીપીમાં સપ્રમાણસર ઘટી છે.
  • આ માટે ઉપભોગ સંચાલિત વૃદ્ધિ જવાબદાર હોઈ શકે, ત્યારે રોકાણનાં દરમાં ઘટાડો થયો હતો, નોન-પીઓએલ-નોન-ગોલ્ડ આયાત ઓછી રહી હતી.
  • રોકાણનાં દરમાં સતત ઘટાડાથી જીડીપી વૃદ્ધિમાં ઘટાડો થયો છે, ઉપભોક્તા ક્ષેત્રમાં ઘટાડો થયો છે, રોકાણની સંભવિતતા નબળી પડી છે, જેનાથી જીડીપી વૃદ્ધિમાં વધુ ઘટાડો થયો હતો અને વર્ષ 2018-19થી વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી જીડીપીનાં સપ્રમાણસર નોન-પીઓએલ-નોન-ગોલ્ડ આયાતમાં ઘટાડો થયો છે.
  • વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં અહેવાલમાં આંતરરાષ્ટ્રીય વેપારનાં માપદંડને આધારે વેપારી સુવિધા અંતર્ગત ભારતનું સ્થાન વર્ષ 2016માં 143માં હતું, જે વર્ષ 2019માં સુધરીને 68મું થયું હતું.

ભારતમાં માલપરિવહન ઉદ્યોગ:

  • અત્યારે આશરે 160 અબજ ડોલરનો છે.
  • વર્ષ 2020 સુધીમાં 215 અબજ ડોલરને આંબી જાય એવી અપેક્ષા છે.
  • વિશ્વ બેંકનાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ મુજબ, વિશ્વમાં વર્ષ 2014માં ભારતનું સ્થાન 54મું હતું, જે વર્ષ 2018માં 44મું થયું હતું.
  • વર્ષ 2019-20ના પ્રથમ આઠ મહિનામાં ચોખ્ખું એફડીઆઈ વધીને 24.4 અબજ ડોલર થયું હતું, જે વર્ષ 2018-19નાં સમાન ગાળાનાં ચોખ્ખા એફડીઆઈથી વધારે હતું.
  • વર્ષ 2019-20નાં પ્રથમ આઠ મહિનામાં ચોખ્ખો એફપીઆઈ 12.6 અબજ હતો.
  • વિદેશમાં વસતાં ભારતીયો પાસેથી ચોખ્ખાં રેમિટન્સમાં સતત વધારો થયો છે, જે વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 38.4 અબજ ડોલર મળ્યું હતું અને આ ગયા વર્ષનાં સમાન ગાળા કરતાં 50 ટકા વધારે છે.

બાહ્ય ઋણ:

  • સપ્ટેમ્બર, 2019નાં અંતે જીડીપીનાં 20.1 ટકાનાં નીચા સ્તરે જળવાઈ રહ્યું.
  • વર્ષ 2014-15 પછી અત્યાર સુધી મહત્ત્વપૂર્ણ ઘટાડા પછી ભારતની જીડીપીમાં બાહ્ય નાણાકીય જવાબદારી (ઋણ અને ઇક્વિટી) જૂન, 2019નાં અંતે વધી હતી, જે માટે મુખ્યત્વે એફડીઆઈમાં વધારો, પોર્ટફોલિયોનાં પ્રવાહ અને એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ (ઇસીબી)માં વધારો જેવા પરિબળો જવાબદાર છે.

નાણાકીય વ્યવસ્થાપન અને આર્થિક મધ્યસ્થી

  • નાણાકીય નીતિ:
  • વર્ષ 2019-20માં અનુકૂળતા યોગ્ય રહી.
  • ઓછી વૃદ્ધિ તેમજ ઓછા ફુગાવાના કારણે નાણાકીય વર્ષમાં MPCની સતત ચાર બેઠકોમાં રેપો રેટમાં 110 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો.
  • પરંતુ ડિસેમ્બર 2019માં યોજાયેલી પાંચમી બેઠકમાં કોઇ ફેરબદલી કરવામાં આવી નહોતી.
  • વર્ષ 2019-20ના શરૂઆતના બે મહિનામાં રોકડની તરલતાની સ્થિતિ નબળી રહી હતી; પરંતુ થોડા સમય પછી સ્થિતિ અનુકૂળ થઇ ગઇ.
  • કુલ નોન-પરફોર્મિંગ અગ્રીમ ગુણોત્તર:
  • માર્ચથી સપ્ટેમ્બર 2019 દરમિયાન અનુસૂચિત વ્યવસાયિક બેંકો માટે કોઇપણ ફેરફાર વગર 9.3 ટકા રહ્યો.
  • નોન – બેંકિંગ નાણાકીય નિગમો (NBFC) માટે માર્ચ 2019માં 6.1 ટકાથી થોડો વધીને સપ્ટેમ્બર 2019માં 6.3 ટકા થયો.
  • ધિરાણ વૃદ્ધિ:
  • અર્થતંત્ર માટે નાણાકીય પ્રવાહ મર્યાદિત રહ્યો કારણ કે બેંકો અને NBFC બંને માટે ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો આવ્યો.
  • બેંક ધિરાણ વૃદ્ધિ (YoY) એપ્રિલ 2019માં 12.9 ટકા હતી જે 20 ડિસેમ્બર, 2019ના રોજ 7.1 ટકા થઇ.
  • SCBનો મૂડીથી જોખમપૂર્ણ અસ્કયામતનો ગુણોત્તર માર્ચ 2019 થી સપ્ટેમ્બર 2019 દરમિયાન 14.3 ટકાથી વધીને 15.1 ટકા થયો.

કિંમત અને ફુગાવો

  • ફુગાવાના વલણો:
  • વર્ષ 2014 પછી ફુગાવો નિયંત્રણમાં રહ્યો છે.
  • ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) ફુગાવો વર્ષ 2018-19 (એપ્રિલ થી ડિસેમ્બર 2018)માં 3.7 ટકા હતો તે વધીને વર્ષ 2019-20 (એપ્રિલથી ડિસેમ્બર 2019)માં 4.1 ટકા થયો.
  • જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક ફુગાવો વર્ષ 2018-19 (એપ્રિલ થી ડિસેમ્બર 2018)માં 4.7 ટકા હતો તે વર્ષ 2019-20 (એપ્રિલ થી ડિસેમ્બર 2019)માં ઘટીને 1.5 ટકા થયો.
  • CPI – મિશ્રિત (C) ફુગાવાના ચાલકો:
  • વર્ષ 2018-19 દરમિયાન મુખ્ય ચાલકો પ્રકીર્ણ સમૂહના હતા.
  • વર્ષ 2019-20 દરમિયાન (એપ્રિલ- ડિસેમ્બર), ખાદ્ય અને પીવાલાયક પદાર્થોએ મુખ્ય યોગદાન આપ્યું.
  • ખાદ્ય અને પીવાલાયક પદાર્થોમાં, ઓછો મૂળભૂત પ્રભાવ અને કમોસમી વરસાદ જેવી ઉત્પાદનમાં આવેલી અડચણોના કારણે શાકભાજી અને દાળ (કઠોળ)ના ભાવ ખૂબ વધારે રહ્યા.
  • દાળ (કઠોળ) માટે કોબ-વેબ સ્થિતિ રહી:
  • અગાઉના માર્કેટિંગ સમયગાળામાં જોવા મળેલા ભાવોના આધારે ખેડૂતોએ તેમના નવા વાવેતરનો નિર્ણય લીધો.
  • ખેડૂતોના રક્ષણ માટે કરવામાં આવેલા ઉપાયો જેમ કે, ભાવ સ્થિરતા ભંડોળ (PSF), લઘુતમ ટેકાના ભાવ (MSP) અંતર્ગત ખરીદીને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.
  • જથ્થાબંધ અને છુટક ભાવ વચ્ચે તફાવત:
  • વર્ષ 2014 થી 2019 દરમિયાન દેશના ચાર મહાનગરોમાં જરૂરી ખેતીવાડી પેદાશો પર દેખરેખ રાખવામાં આવી.
  • ડુંગળી અને ટામેટા જેવા શાકમાં ખૂબ જ ઉચ્ચ વિસંગતતાઓ જોવા મળી. તેના પાછળ વચેટિયાઓ અને લેણદેણનું ઉચ્ચ મૂલ્ય કારણભૂત હોઇ શકે છે.
  • કિંમતમાં અસ્થિરતા:
  • વર્ષ 2009-14ના સમયગાળાની તુલનાએ વર્ષ 2014-19ના સમયગાળામાં કેટલીક દાળ (કઠોળ)ને બાદ કરતા આવશ્યક ખાદ્ય ચીજોના ભાવોમાં ચડાવ-ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • ઓછો ચડાવ-ઉતારએ બહેતર માર્કેટિંગ ચેનલો, સંગ્રહની ક્ષમતાઓ અને અસરકારક MSP સિસ્ટમની ઉપસ્થિતિનો સંકેત હોઇ શકે છે.
  • પ્રાદેશિક તફાવત:
  • CPI-C મોંઘવારીમાં રાજ્યો વચ્ચે તફાવત જોવા મળ્યો. આ તફાવત નાણાકીય વર્ષ 2019-20 (એપ્રિલથી ડિસેમ્બર)માં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (-) 0.04 ટકાથી 8.1 ટકા વચ્ચે રહ્યો.
  • મોટાભાગના રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં CPI-C મોંઘવારી શહેરી વિસ્તારોમાં CPI-C મોંઘવારીની તુલનાએ ઓછી રહી.
  • શહેરી મોંઘવારીની તુલનાએ ગ્રામીણ મોંઘવારીમાં તમામ રાજ્યોમાં વધુ તફાવત જોવા મળ્યો.
  • મોંઘવારીની ગતિશિલતા:
    • 2012થી પછીના CPI-C ડેટા અનુસાર હેડલાઇન મોંઘવારી અને કોર મોંઘવારી તરફ સંપાત જોવા મળ્યો.

ટકાઉક્ષમ વિકાસ અને જળવાયુ પરિવર્તન

  • ભારત સારી રીતે તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમના માધ્યમથી SDGના અમલીકરણના માર્ગે આગળ વધી રહ્યું છે.
  • SDG ભારત સૂચકાંક:
  • હિમાચલ પ્રદેશ, કેરળ, તામિલનાડુ અને ચંદીગઢ મુખ્ય હરોળના રાજ્યો છે.
  • આસામ, બિહાર અને ઉત્તરપ્રદેશ મહત્વાકાંક્ષીની શ્રેણીમાં છે.
  • ભારતે UNCCD અંતર્ગત COP-14ની યજમાની કરી, જેમાં ‘દિલ્હી ઘોષણા: જમીનમાં રોકાણ અને તકોના અંતરાયો દૂર કરવા’ ને અપનાવવામાં આવી.
  • મેડ્રિડમાં UNFCCC અંતર્ગત COP-25:
  • ભારતે પેરિસ સમજૂતીનો અમલ કરવા માટે પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
  • COP-25ના નિર્ણયોમાં, જળવાયુ પરિવર્તનનું નિરાકરણ, વિકસિત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં અમલીકરણના ઉપાયો અપનાવવા અને તેને લાગુ કરવાનો સમાવેશ થાય છે.
  • જંગલો અને વૃક્ષાવરણ:
  • જે વધારાની સાથે 80.73 મિલિયન હેક્ટર થયું
  • દેશના ભૌગોલિક ક્ષેત્રનો 24.56% વિસ્તાર.
  • કૃષિ અવશેષો (પરાળ) સળગાવવાથી પ્રદૂષણના સ્તરમાં વૃદ્ધિ તેમજ હવાની ગુણવત્તામાં ઘટાડો પણ ચિંતાનો વિષય છે. જોકે, વિવિધ પ્રયાસોના કારણે પરાળ સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.
  • આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)
  • સભ્ય દેશોમાંથી 30 ફેલોશિપને સંસ્થાગત કરીને સહાયક બનાવવામાં આવ્યા
  • એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2 બિલિયન ડૉલરનું ધિરાણ અને AFD ફ્રાન્સ પાસેથી 1.5 બિલિયન ડૉલરનું ધિરાણ મેળવીને ‘ફેસિલિટેટર’. કર્યું
  • સૌર જોખમો સમાપ્તિ જેવી પહેલ હાથ ધરીને ‘ઇન્ક્યૂબેટર’બનાવવામાં આવ્યા .
  • 1000 મેગાવોટ સોલાર તેમજ 2.7 લાખ સૌર વોટર પમ્પોની કુલ માંગ માટે ઉપાયો વિકસાવીને ‘એક્સલેરેટર’. કર્યું

કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન

  • ભારતની વસ્તીનો મોટો હિસ્સો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અન્ય ક્ષેત્રોની તુલનાએ રોજગારીની તકો માટે કૃષિ પર નિર્ભર છે.
  • દેશના કુલ મૂલ્ય વર્ધન (GVA)માં બિન-કૃષિ ક્ષેત્રોના હિસ્સાની વૃદ્ધિના કારણે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોનો હિસ્સો ઘટી રહ્યો છે. આ વિકાસન પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ છે.
  • ‘કૃષિ, વનીકરણ અને મત્સ્ય ઉદ્યોગ’ ક્ષેત્રથી વર્ષ 2019-20ના બેઝિક મૂલ્યો પર GVAમાં 2.8 ટકાની વૃદ્ધિનું અનુમાન છે.
  • કૃષિમાં મશીનીકરણનું સ્તર ઓછુ થવાથી કૃષિ ઉત્પાદકતામાં અવરોધ આવ્યો છે. ભારતમાં કૃષિનું મશીનીકરણ 40 ટકા છે જે ચીન (59.5 ટકા) તેમજ બ્રાઝીલ (75 ટકા)ની તુલનાએ ઘણું ઓછું છે.
  • ભારતમાં કૃષિ ધિરાણના પ્રાદેશિક વિતરણમાં અસમાનતા:
  • પર્વતીય અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછુ ધિરાણ (કુલ કૃષિ ધિરાણ વિતરણના 1 ટકાથી પણ ઓછું)
  • લાખો ગ્રામીણ પરિવારો માટે આવકના બીજા સ્ત્રોત તરીકે પશુધનમાંથી થતી આવક છે
  • ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • છેલ્લા 5 વર્ષ દરમિયાન પશુધન ક્ષેત્રમાં CAGRના 7.9 ટકા દરે વધારો થઇ રહ્યો છે.
  • વર્ષ 2017-18માં પુરા થયેલા છેલ્લા છ વર્ષ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ક્ષેત્રમાં વધારો થયો
  • સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર (AAGR) લગભગ 5.06 ટકા.
  • વર્ષ 2011-12ના ભાવો પર વર્ષ 2017-18માં GVAમાં ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રનો હિસ્સો અનુક્રમે 8.83 ટકા અને 10.66 ટકા રહ્યો.
  • વસ્તીના નબળા વર્ગોના હિતોને સુરક્ષિત રાખવાની જરૂર છે, છતાં પણ આર્થિક સમીક્ષામાં નીચે દર્શાવેલા ઉપાયોથી ખાદ્ય સુરક્ષાની સ્થિતિમાં સ્થિરતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • વધતી ખાદ્ય સબસિડી બિલની સમસ્યા ઉકેલવી.
  • NFSA અંતર્ગત દરો તેમજ કવરેજમાં સુધારો કરવો.

ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • વર્ષ 2018-19 (એપ્રિલ - નવેમ્બર)માં 5.0 ટકાની તુલનાએ વર્ષ 2019-20 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) અનુસાર ઔદ્યોગિક ક્ષેત્રમાં 0.6 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
  • વર્ષ 2018-19 (એપ્રિલ - નવેમ્બર)ના (-) 1.3 ટકાની તુલનાએ વર્ષ 2019-20 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન ખાતર ક્ષેત્રમાં 4 ટકાનો વધારો નોંધાયો છે.
  • સ્ટીલ ક્ષેત્રમાં વર્ષ 2019-20 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન 5.2 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2018-19 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન 3.6 ટકાની વૃદ્ધિ થઇ હતી.
  • 30 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતમાં કુલ ટેલિફોન જોડાણોનો આંકડો 119.43 કરોડ સુધી પહોંચ્યો.
  • વીજળીના ઉત્પાદન માટે સ્થાપિત ક્ષમતામાં વધારો થતા 31 ઓક્ટોબર 2019ના રોજ 3,64,960 મેગાવોટ સુધી થઇ જે, 31 માર્ચ, 2019ના રોજ 3,56,100 મેગાવોટની ક્ષમતા હતી.
  • રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપાલાઇન સંદર્ભે ટાસ્ક ફોર્સ દ્વારા 31.12.2019ના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ 2020થી 2025 દરમિયાન 102 લાખ કરોડ રૂપિયાના કુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનું અનુમાન કરવામાં આવ્યું છે.

સેવા ક્ષેત્ર

  • ભારતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનું મહત્વ સતત વધી રહ્યું છે:
  • કુલ અર્થતંત્ર અને GVA વૃદ્ધિમાં આનો હિસ્સો 55 ટકા છે.
  • ભારતમાં કુલ FDIનો બે તૃત્યાંશ હિસ્સો છે.
  • કુલ નિકાસનો લગભગ 38 ટકા હિસ્સો છે.
  • 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 15 રાજ્યોમાં GVAમાં સેવા ક્ષેત્રનું યોગદાન 50 ટકાથી વધારે છે.
  • વિવિધ ઉચ્ચ-આવર્તન સૂચકાંકો અને એર પેસેન્જર ટ્રાફિક, બંદર અને શિપિંગ નૂર ટ્રાફિક, બેંક ક્રેડિટ વગેરે જેવા ક્ષેત્રીય ડેટા દ્વારા સૂચવ્યા અનુસાર વર્ષ 2019-20માં સેવા ક્ષેત્રની કુલ મૂલ્ય વર્ધિત વૃદ્ધિ મધ્યમ રહી.
  • સારું પાસું જોઇએ તો, વર્ષ 2019-20ની શરૂઆતમાં સેવા ક્ષેત્રમાં FDIમાં સારી રિકવરી જોવા મળી.

સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને માનવ વિકાસ

  • કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામાજિક સેવાઓ (સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય) પર GDPના ગુણોત્તરના રૂપમાં ખર્ચ વર્ષ 2014-15માં 6.2 ટકાથી વધીને વર્ષ 2019-20 (અંદાજપત્રીય અનુમાન)માં 7.7 ટકા થયો છે.
  • માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનું રેન્કિંગ વર્ષ 2017માં 130 હતું તેની તુલનાએ વર્ષ 2018માં 129 થયું.
    • વાર્ષિક માનવ વિકાસ સૂચકાંક (HDI)માં સરેરાશ 1.34 ટકા વૃદ્ધિ સાથે ભારત ઝડપથી વૃદ્ધિ પામી રહેલા દેશોમાં સામેલ થયું છે.
  • માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સ્તરના કુલ પ્રવેશ ગુણોત્તરમાં સુધારાની જરૂરિયાત છે.
  • નિયમિત વેતનદાર/પગારદાર કર્મચારીઓનો હિસ્સો 5 ટકા વધ્યો છે જે વર્ષ 2011-12માં 18 ટકા હતો ત્યાંથી વધીને વર્ષ 2017-18માં 23 ટકા થયો.
  • આ શ્રેણીમાં ગ્રામીણ વિસ્તારોમાં 1.21 કરોડ અને શહેરી વિસ્તારોમાં 1.39 કરોડ નવી રોજગારી સહિત લગભગ 2.62 કરોડ નવી રોજગારીના નિર્માણ સાથે નોંધપાત્ર વધારો થયો છે.
  • અર્થતંત્રમાં કુલ ઔપચારિક રોજગારમાં વર્ષ 2011-12માં 8 ટકાની તુલનાએ વર્ષ 2017-18માં 9.98 ટકા વધારો થયો છે.
  • ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમિક બળની સહભાગીતામાં ઘટાડો થતા ભારતના શ્રમિક બજારમાં જાતીય અસમાનતાનું અંતર વધ્યું છે:
    • ઉત્પાદકતા ઉંમર (15-59) જૂથના લગભગ 60 ટકા લોકો પૂર્ણ કાલિન ઘરેલું કાર્યોમાં જોડાયેલા છે.
  • દેશભરમાં અન્ય સુવિધાઓની સાથે સાથે આયુષ્યમાન ભારત અને મિશન ઇન્દ્રધનુષના માધ્યમથી લોકો સુધી સ્વાસ્થ્ય સેવાઓની પહોંચમાં સુધારો થયો છે.
  • મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દેશભરમાં 680 જિલ્લામાં 3.39 કરોડ બાળકો અને 87.18 લાખ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
  • ગામડાઓમાં લગભગ 76.7 ટકા અને શહેરોમાં 96 ટકા પરિવારો પાસે પાકા ઘર છે.
  • સ્વચ્છતા સંબંધિત વ્યવહારમાં પરિવર્તન લાવવાથી ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની પહોંચ વધારવા પર ભાર મૂકવાના ઉદ્દેશ્યથી 10 વર્ષીય ગ્રામીણ સ્વચ્છતા રણનીતિ (2019-2029)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

SD/DS/RP/GP

 

 

 

 

 



(Release ID: 1601342) Visitor Counter : 12411