પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીનો ‘પરીક્ષા પે ચર્ચા 2020’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓ સાથે સંવાદ

Posted On: 19 JAN 2020 11:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20મી જાન્યુઆરી, 2020ના રોજ પરીક્ષા પે ચર્ચા 2020માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે. નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે 20મી જાન્યુઆરી 2020ના રોજ સવારે 11.00 વાગ્યે પ્રધાનમંત્રીના સંવાદનો વિશષ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા 2020ના ત્રીજી સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે.

આ વિશિષ્ટ કાર્યક્રમમાં માત્ર ભાગ લેવા માટે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી તરફથી મૂલ્યવાન સૂચનો મેળવવા માટે પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓમાં ખૂબ જ રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ લાંબાગાળે સારા પરિણામની ખાતરી માટે વિદ્યાર્થીઓ તણાવ વિના અને આરામદાયક વાતાવરણમાં સાનુકૂળતાથી પરીક્ષા આપે તે સુનિશ્ચિત કરવા માટે આતુર છે.

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમના પ્રથમ સંસ્કરણ પરીક્ષા પે ચર્ચા 1.0નું આયોજન પણ નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં 16મી ફેબ્રુઆરી 2018ના રોજ થયું હતું. પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમના બીજા સંસ્કરણ પરીક્ષા પે ચર્ચા 2.0નું આયોજન પણ નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં 29મી જાન્યુઆરી 2019ના રોજ થયું હતું.

 

RP/DS



(Release ID: 1599792) Visitor Counter : 173