મંત્રીમંડળ

મંત્રીમંડળે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયુર્વેદ સંસ્થાના ક્લસ્ટરને રાષ્ટ્રીય મહત્તાની સંસ્થાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી

Posted On: 08 JAN 2020 3:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જામનગર ખાતે આવેલા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આયુર્વેદને ઇન્સ્ટિટ્યુટ્સનું એકત્રીકરણ કરીને જામનગર ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય મહત્તાની સંસ્થા તરીકેનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. આમાં, (a) ઇન્સ્ટિટ્યુટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (b) શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને (c) ફાર્મસી એકમ સહિત ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સિસનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે તેમજ મહર્ષિ પતંજલી ઇન્સ્ટિટ્યુટ ફોર યોગ એન્ડ નેચરોપથી એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું સ્વાસ્થ્યવૃત્ત વિભાગમાં એકત્રીકરણ કરવામાં આવ્યું છે.

 

જામનગરના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય મહત્તાની સંસ્થા જાહેર કરવા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

 

ભારતના જાહેર આરોગ્ય પડકારોને દૂર કરવામાં આયુષ પ્રણાલીઓની ઝડપથી વિકસતી ભૂમિકાને ધ્યાનમાં લેતા, રાષ્ટ્રીય મહત્તાનો દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદની ભૂમિકા અને મહત્વમાં વધારો થશે. આયુર્વેદના મજબૂતીકરણથી આરોગ્ય પરના સરકારી ખર્ચમાં ઘટાડો થશે, કારણ કે આયુર્વેદ તેના નિવારક અને ઉપચારક અભિગમોના કારણે ઓછી ખર્ચાળ પદ્ધતિ છે.

 

સમગ્ર વિશ્વમાં આયુર્વેદના જ્ઞાન અને સેવાઓમાં લોકોની રુચિ અને માંગ વધી રહ્યાં છે. ભારત આયુર્વેદનો જનક દેશ છે અને આયુર્વેદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ અને તાલીમ પ્રદાન કરતી પોતાના વર્ગમાં શ્રેષ્ઠ સંસ્થાઓ માટે આખી દુનિયા ભારત પર મીટ માંડીને બેઠી છે. પ્રસ્તાવિત સંસ્થાને રાષ્ટ્રીય મહત્તાનો દરજ્જો આપવાથી, તેને આયુર્વેદ શિક્ષણના ધોરણો સુધારવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ મુજબ આયુર્વેદના વિવિધ અભ્યાસક્રમોની રૂપરેખા તૈયાર કરવી, અદ્યતન મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી વગેરેમાં સ્વાયતતા મળી શકશે. જનતામાં ઊંડાણપૂર્વક આયુષ પહોંચાડવા માટે તેના પોતાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો તૈયાર કરવાનો તેને સૂચિત આદેશ રહેશે અને દેશના લોકો જેનો સામનો કરી રહ્યા છે તેવા જાહેર આરોગ્યના પડકારોને પહોંચી વળવા આયુર્વેદની અકળ સંભાવનાઓ બહાર લાવવાની ક્ષમતા મળશે. આ દરજ્જાથી સંસ્થાને આયુર્વેદમાં ત્રીસ્તરીય સંભાળ વિકસાવવામાં અને આયુર્વેદને સમકાલીન વેગ આપવા માટે આંતર-શિસ્ત સહયોગ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

 

NP/DS/GP



(Release ID: 1598751) Visitor Counter : 221