મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક પદાર્થો અને રાસાયણિક પદાર્થોની ગેરકાયદેસર હેર-ફેર અને દાણચોરીને અટકાવવાનાં ક્ષેત્રમાં થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 27 NOV 2019 11:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગેરકાયદેસર હેર-ફેરતથા નશીલા પદાર્થો, સાઇકોટ્રોપિક પદાર્થો અને રાસાયણિક પદાર્થોની દાણચોરી અટકાવવાનાં ક્ષેત્રમાં થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે.

ફાયદા:

  • આ એમઓયુ બંને દેશો વચ્ચે ગેરકાયદેસર હેર-ફેર તથા નશીલા પદાર્થો, સાઇકોટ્રોપિક પદાર્થો અને રાસાયણિક પદાર્થોની દાણચોરી અટકાવવા સાથસહકારની સુવિધા આપશે અને એને વધારે ગાઢ બનાવશે, જેને સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય નશીલા દ્રવ્યોનાં નિયંત્રણ માટેનાં સંમેલનમાં પરિભાષિત કરવામાં આવી છે.
  • આ સમજૂતી અંતર્ગત નશીલા દ્રવ્યો સાથે સંબંધિત આરોપોમાં ધરપકડ કરાયેલા તસ્કરોની નાણાકીય વિગતો અને અન્ય જાણકારીઓ મેળવવા નશીલા દ્રવ્યોનાં ઉત્પાદકો, દાણચોરો અને તસ્કરો સાથે પ્રસ્તુત માહિતી તેમજ તેમની કામ કરવાની પદ્ધતિઓ, ઓળખો અને શંકાસ્પદ હિલચાલો, એનડીપીએસ અને રાસાયણિક પદાર્થોની દાણચોરીની વિગતોનું આદાનપ્રદાન કરવાની જોગવાઈ છે.
  • આ સમજૂતી અંતર્ગત માદક પદાર્થો, નશીલા દ્રવ્યો અને રાસાયણિક પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કે દાણચોરીનો ગુનો કરવા બદલ અન્ય પક્ષના ધરપકડ કરાયેલા નાગરિકની વિગતોની જાણકારી આપવાની તેમજ ધરપકડ કરાયેલી વ્યક્તિને વકીલની સુવિધા આપવાની જોગવાઈ પણ સામેલ છે.
  • આ સમજૂતીમાં કોઈ પણ પક્ષની હદની અંદર જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થો, માદક પદાર્થો અને રાસાયણિક પ્રીકરર્સનો રાસાયણિક રિપોર્ટ/વિશ્લેષણનું આદાન-પ્રદાન તથા નશીલા પદાર્થો, સાઇકોટ્રોપિક પદાર્થો અને રાસાયણિક પદાર્થોની ગેરકાયદેસર પ્રયોગશાળાઓ તેમજ એમની ટેકનિકલ વિશિષ્ટતાઓ વિશેની જાણકારીનું આદાન-પ્રદાન કરવાની જોગવાઈ પણ સામેલ છે.

પૃષ્ઠભૂમિ

નશીલા દ્રવ્યોની ગેરકાયદેસર દાણચોરી આંતરરાષ્ટ્રીય સ્તરે થતો ગેરકાયદેસર વેપાર છે. નશીલા દ્રવ્યોનું મોટા પાયે ઉત્પાદન અને ખાસ કરીને અફઘાનિસ્તાન સહિત વિવિધ સાનુકૂળ માર્ગો પરથી એની મોટા પાયે ગેરકાયદેસર હેરફેર થવાથી યુવાનો વચ્ચે એનું ઊંચું સેવન થાય છે, જેનાં પરિણામે જાહેર આરોગ્ય પર નુકશાનકારક અસર થાય છે તેમજ સમાજમાં અપરાધોમાં વધારો થયા છે. નશીલા દ્રવ્યોની ગેરકાયદેસર દાણચોરીથી દુનિયાભરમાં વિવિધ વિસ્તારોમાં ઉગ્રવાદ અને આતંકવાદને ભંડોળ મળે છે. નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણ પર નભતા નાર્કો-આતંકવાદીઓ અને આંતરરાષ્ટ્રીય અપરાધ મંડળીઓ અત્યારે ઘણાં દેશોમાં સુરક્ષા માટે જોખમરૂપ બની ગઈ છે.

 

DK/DS/GP/RP


(Release ID: 1593714) Visitor Counter : 207