પ્રધાનમંત્રીનું કાર્યાલય

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ દ્વારા આગામી સમિટ સુધીમાં 500 બિલિયન ડોલર ઇન્ટ્રા-બ્રિક્સ વેપારના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટેનો એક રોડ મેપ બનાવ્યો: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રીએ કુદરતી આપત્તિ સામે ટકી શકે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટેના સંગઠનમાં જોડવા માટે બ્રિક્સ દેશો અને એનડીબીને વિનંતી કરી

પ્રધાનમંત્રી બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યુ ડેવલપમેન્ટ બેંકના નેતાઓ સાથે સંવાદ કાર્યક્ર્મમાં પણ ભાગ લીધો

Posted On: 14 NOV 2019 10:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્ય બ્રિક્સ દેશોના રાજ્યોના વડાઓ સાથે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથેના નેતાઓ સાથે સંવાદકાર્યકર્મમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ દ્વારા આગામી સમિટ દ્વારા 500 બિલિયન ડોલરના ઇન્ટ્રા-બ્રિક્સ વેપાર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો એક રોડમેપ બનાવ્યો છે અને બ્રિક્સ દેશો વચ્ચે આર્થિક પૂરકતાઓની ઓળખ આ પ્રયાસમાં મહત્વપૂર્ણ રહેશે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ વચ્ચેની ભાગીદારી કરાર બંને સંસ્થાઓ માટે ઉપયોગી થશે.

પ્રધાનમંત્રીએ બ્રિક્સ દેશો અને એનડીબીને કુદરતી આપત્તિઓ સામે ટકી શકે એવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટેની પહેલમાં જોડાવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં એનડીબીની પ્રાદેશિક કચેરીની સ્થાપનાનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવા વિનંતી કરી છે. આનાથી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની પરિયોજનાઓને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ છેલ્લે કહ્યું કે બ્રિક્સ આર્થિક સહયોગને મજબૂત બનાવવાનું અમારું સ્વપ્ન માત્ર બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના સંપૂર્ણ સહયોગથી જ સાકાર થઈ શકે તેમ છે.

 

NP/RP/DS



(Release ID: 1591698) Visitor Counter : 168