પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 11મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી

Posted On: 14 NOV 2019 5:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝીલિયા ખાતે 11 મી બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત યોજી હતી.


રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગે ચેન્નાઇમાં 2જી અનૌપચારિક શિખર સંમેલનનું આયોજન કરવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી મોદી અને ભારતના લોકોએ કરેલા સ્વાગતને ભૂલી નહીં શકે. તેમણે 2020 માં ચીનમાં ત્રીજા અનૌપચારિક શિખર સંમેલન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું હતું. રાજદ્વારી દ્વારા આ અંગે તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવશે.


બંને દેશોએ વેપાર અને રોકાણોને લગતી બાબતો પર સંવાદ જાળવી રાખવાના મહત્વ પર સંમત થયા. રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાંઘાઇમાં તાજેતરમાં સમાપ્ત થયેલ ચીન આયાત નિકાસ એક્સ્પોમાં ભારતની નોંધપાત્ર ભાગીદારી માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. બંને નેતાઓએ સંમતિ આપી કે વેપાર અને અર્થવ્યવસ્થા પર નવું ઉચ્ચ સ્તરીયમાળખું જેમ બને એમ જલદી સ્થાપિત થવું જોઈએ.

 

નેતાઓએ આવતા વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાની 70મી વર્ષગાંઠની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી. તેઓ સહમત થયા કે આનાથી લોકો વચ્ચેના સંબંધો વધશે.


બંને નેતાઓએ નોંધ્યું હતું કે વિશેષ પ્રતિનિધિઓની સરહદોના પ્રશ્ન સંબંધિત બાબતો પર બીજી બેઠક થશે અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સલામતી જાળવવાના મહત્વનેધ્યાને લેવાશે.


નેતાઓએ ડબ્લ્યુટીઓ, બ્રિક્સ અને આરસીઈપી સહિતના બહુપક્ષીય મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે કરી હતી.

 

NP/RS/DS



(Release ID: 1591540) Visitor Counter : 155