પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને મળ્યાં
Posted On:
03 NOV 2019 5:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આસિયાન/ઈએએસ સંબંધિત બેઠકો દરમિયાન 3 નવેમ્બર, 2019નાં રોજ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળની શરૂઆત પર શ્રી વિડોડોને અભિનંદન પાઠવ્યા હતાં અને જણાવ્યું હતું કે, વિશ્વનાં બે સૌથી મોટાં લોકશાહી અને બહુસંખ્યક સમાજ સ્વરૂપે ઇન્ડોનેશિયાની સાથે ભારત સંરક્ષણ, સુરક્ષા, સંપર્ક, વેપાર અને રોકાણ તથા નાગરિકોની સાથે પરસ્પર વિનિમયનાં ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે.
ભારત અને ઇન્ડોનેશિયા ભૌગોલિક નિકટતા ધરાવતાં દરિયાઈ પડોશી દેશો છે એ બાબતને ધ્યાનમાં રાખીને બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં દરિયાઈ સહયોગ પર પોતાનું સંયુક્ત વિઝન હાંસલ કરવા માટે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ખભેખભો મિલાવીને કામ કરવાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું છે. બંને નેતાઓએ કટ્ટરવાદ અને આતંકવાદનાં જોખમો પર ચર્ચાવિચારણા કરી હતી અને આ જોખમનો સામનો કરવા માટે એક દ્વિપક્ષીય અને વૈશ્વિક સ્તરે એકબીજાને સાથસરકાર આપીને કામ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ દ્વિપક્ષીય વેપાર વધારવા દૂરદર્શિતાપૂર્ણ ચર્ચા કરવા દવા, મોટર વાહન અને કૃષિ ઉત્પાદનો સહિત ભારતીય વસ્તુઓ માટે વધારે બજારની પહોંચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓએ ઇન્ડોનેશિયામાં પર્યાપ્ત રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઇન્ડોનેશિયાની કંપનીઓને રોકાણ માટે ભારતમાં પ્રસ્તુત તકોનો ઉપયોગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાષ્ટ્રપતિ વિડોડોને આગામી વર્ષે એકબીજાને અનુકૂળ સમયે ભારત આપવા માટે આમંત્રણ આપ્યું હતું.
ભારત અને ઇન્ડોનેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. ઇન્ડોનેશિયાની સાથે ભારત પોતાનાં દ્વિપક્ષીય સંબંધોને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. આ વર્ષે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થવાની 70મી વર્ષગાંઠની ઉજવણી પણ થઈ રહી છે.
RP
(Release ID: 1590215)
Visitor Counter : 105