મંત્રીમંડળ

મંત્રીમંડળની એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટના જ્ઞાન આધારિત ક્ષેત્રોમાં ભારત અને કુવૈત વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી

Posted On: 23 OCT 2019 5:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે એકાઉન્ટિંગ, ફાઇનાન્સિયલ અને ઓડિટના જ્ઞાન બાબતે ક્ષમતા નિર્માણ માટે અને તેને વધુ મજબૂત બનાવવા સમજૂતી કરારો (MoU)ને મંજૂરી આપી છે.

ફાયદોઃ

MoUની જોગવાઇ અનુસાર ભારત અને કુવૈતની બે સંસ્થાઓ નીચે મુજબ કામગીરી કરશેઃ

  1. ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) અને કુવૈત એકાઉન્ટન્ટ અને ઓડિટર એસોશિયેશન (KAAA) બન્ને સંસ્થાઓના સભ્યોના લાભ અને તેમની વ્યાવસાયિક નિપૂણતાના વિકાસ માટે કુવૈતમાં ટેક્નિકલ કાર્યક્રમો, સેમિનાર અને પરિષદોનું ભેગા મળીને આયોજન કરશે. દરેક કાર્યક્રમ માટે તેના ખર્ચની વહેંચણી બન્ને પક્ષકારો વચ્ચે કરવામાં આવશે.
  2. કોર્પોરેટ ગવર્નન્સ, ટેક્નિકલ સંશોધન અને સલાહ, ગુણવત્તા સુનિશ્ચિતતા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, સુક્ષ્મ અને મધ્ય-કદની પ્રણાલીઓ (SMPs) સંબંધિત સમસ્યાઓ, ઇસ્લામિક ફાઇનાન્સ, અવિરત વ્યાવસાયિક વિકાસ (CPD) અને પરસ્પર હિતના અન્ય વિષયો ઉપર સંભવિત સહકારની સ્થાપના માટે ICAI અને KAAA સાથે મળીને કામગીરી કરશે. ICAI અને KAAA બન્ને સહકાર, એકાઉન્ટિંગ જ્ઞાનમાં વધારો કરવા, વ્યાવસાયિક વિકાસ હાથ ધરવા સંકલન અને ટેક્નિકલ કાર્યક્રમો, સેમિનાર અને પરિષદો માટે MoU ની જોગવાઇઓ અનુસાર અમલીકરણ અને સહાયતા કરશે. KAAA આવા કાર્યક્રમો માટે સ્થાન પુરું પાડશે અને આ કાર્યક્રમોમાં હાજરી માટે તેના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સભ્યોને પ્રોત્સાહન આપશે.
  3. MoU ની પ્રસ્તાવિત જોગવાઇઓ અંતર્ગત ICAI અને KAAA પરસ્પર સહકારના ક્ષેત્રમાં સંભવિત ભવિષ્યના વિકાસની ચર્ચા માટે અપેક્ષા ધરાવે છે. પ્રથમ પ્રસંગે આ ચર્ચાઓ માળખાકીય અને સહકારની આંતરિક બાબતો મેળવવાની, બાહ્ય નિયંત્રણકારી અને બન્ને સંસ્થાઓના વ્યવસાયો અને સભ્યોને નિયંત્રણ કરવા સ્વ-નિયંત્રણકારી માળખા અને પગલાઓ ઉપર આધારિત હશે. આ બાબત તેમની સંબંધિત સંસ્થાઓમાં પ્રશાસન અને અસરકારકતામાં વધારો કરવાના હિતમાં હશે.
  4. KAAA અને ICAI કુવૈતી નાગરિકો અને ICAI ના સભ્યો માટે કુવૈતમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટના ક્ષેત્રમાં ટૂંકા-ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવીને સંકલન કરશે.
  5. ICAI અને KAAA પરસ્પર હિતના નિર્ધારિત ક્ષેત્રોમાં સંભવિત સહકાર સ્થાપવા માટે ભેગા મળીને કામગીરી કરવા માટે જરૂરી પગલાંઓ હાથ ધરશે. KAAA સાથે સંકલન કરીને ICAI કુવૈત સરકાર/મંત્રાલયોના કર્મચારીઓ અને KAAA ના સભ્યો અને કુવૈતના નાગરિકોને ટેક્નિકલ કાર્યક્રમો ઉપલબ્ધ કરાવશે.
  6. કુવૈતમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય નાણાકીય અહેવાલની બાબતોમાં સ્થાનિક વ્યાવસાયિક સમુદાય અને હિતધારકોને મદદ કરી રહ્યાં છે અને તેમને ભારે સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. પ્રસ્તાવિત MoU કુવૈતમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે વિશ્વાસના સર્જન અને સકારાત્મક છબીના નિર્માણમાં વધારો કરશે તેવી આશા છે.

વ્યાજબીપણુઃ

  1. મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં ICAI 6,000થી વધારે સભ્યોની મજબૂત સભ્યતાનો વ્યાપ ધરાવે છે અને KAAA ને સહાયતા પુરી પાડવાનો પ્રસ્તાવિત MoU થકી આ ક્ષેત્રમાં રહેલા ICAI ના સભ્યો માટે ફાયદાકારક પુરવાર થશે. તે ICAIના સભ્યોની ભાવિ સંભાવનાઓને વધારાની ગતિ પુરી પાડશે.
  2. સમજૂતી કરારનો હેતુ ICAI સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓના શ્રેષ્ઠ હિત માટે પરસ્પર લાભદાયી સંબંધો વિકસાવવા સાથે મળીને કામ કરવાનો છે.

 

DS/RP



(Release ID: 1588968) Visitor Counter : 195