પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મમલ્લાપુરમના દરિયા કિનારે સફાઇ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું


આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાના પ્રયાસ અંતર્ગત ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતા પ્રધાનમંત્રીએ કિનારા પર ફેલાયેલો કચરો અને પ્લાસ્ટિક ઉપાડ્યા

Posted On: 12 OCT 2019 10:06AM by PIB Ahmedabad

સ્વચ્છ ભારત માટે પ્રયાસરત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી દેશ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાટે પ્રયત્નશીલ રહેવો જોઇએ.

મમલ્લાપુરમના કિનારા પર સવારમાં સૈર કરવા નિકળેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 મિનિટથી પણ વધુ સમય સુધી ત્યાં વેરાયેલા પ્લાસ્ટિક અને કચરાને અકત્રિક કર્યો હતો.

ત્યાર બાદ એમણે ટ્વીટ કરી હતી, આજે સવારે મમલ્લાપુરમના કિનારે ગયો હતો. ત્યાં લગભગ 30 મિનિટથી વધુ સમય સુધી વેરાયેલ પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરી હોટલના કર્મચારી જયરાજને આપ્યો. આપણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણા સાર્વજનિક સ્થળો સ્વચ્છ રહે. આવો સાથે એ પણ સુનિશ્ચિત કરીએ કે આપણે ફિટ અને સ્વસ્થ રહીએ

 

RP



(Release ID: 1587926) Visitor Counter : 105