મંત્રીમંડળ

મંત્રીમંડળને NHM હેઠળ પ્રગતિ અને NHMના EPC અને MSG દ્વારા લેવાયેલા નિર્ણયોની માહિતી આપવામાં આવી

Posted On: 09 OCT 2019 2:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ થયેલી પ્રગતિ અને  NHMની એમ્પાવર્ડ કમિટિ તેમજ મિશન સંચાલન સમૂહ દ્વારા લેવાયેલા નિર્ણયોની માહિતી આપવામાં આવી હતી.

 

મહત્વપૂર્ણ વિશેષતાઓના મુખ્ય ઘટકો:

 

  • NRHM/NHMના પ્રારંભ પછી માતાઓના મૃત્યુ દર (MMR), પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુદર (U5MR) અને IMRમાં ઘટાડો થયો છે. વર્તમાન સમયમાં જે દરે ઘટાડો થઇ રહ્યો છે તે અનુસાર ભારત નિર્ધારિત સમય એટલે વર્ષ 2030 કરતા ઘણાં વહેલાં તેના SDG લક્ષ્ય (MMR-70, U5MR-25)ને પ્રાપ્ત કરી શકે છે.
  • દુનિયામાં મેલેરિયા મહામારીથી પીડિત દેશોમાં ભારત સૌથી મોટી સંખ્યામાં દર્દીઓ ધરાવતો દેશ હતો પરંતુ, વર્ષ 2013 અને 2017ની તુલનાએ હાલમાં મેલેરિયાના કેસોની સંખ્યા અને તેના કારણે થતા મૃત્યુમાં અનુક્રમે 49.09% અને 50.52%નો ઘટાડો થયો છે.
  • સુધારેલા રાષ્ટ્રીય ટ્યુબરક્યૂલોસિસ અંકુશ કાર્યક્રમ (RNTCP)ને વધુ મજબૂત અને સઘન કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓમાં કુલ 1,180 CBNAAT મશીનો લગાવવામાં આવ્યા છે જે TB વિરોધી દવાઓ આપવા સહિત TBના ઝડપી અને સચોટ નિદાનની સેવા પૂરી પાડે છે. તેના પરિણામે ગત વર્ષમાં CBNAATના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. સઘન પ્રયાસોના કારણે, એક વર્ષમાં નવા કેસોની ઓળખ કરવામાં 16%નો વધારો થયો છે. યુનિવર્સિલ ડ્રગ સેન્સિટીવ કેસોમાં પણ 54%નો વધારો થયો છે. સારવારના સમયગાળા માટે ટીબીના તમામ દર્દીઓ માટે બેડાક્વિલિન અને ડેલામિનાઇડ દવાઓ અને પોષણ સહાયનો સમગ્ર દેશમાં અમલ કરવામાં આવ્યો છે.
  • વર્ષ 2018-19માં 52744 AB-HWCને મંજૂરી આપવામાં આવી હતી જેમાંથી 15000ના લક્ષ્યાંક સામે 17149 HWC કાર્યરત કરવામાં આવ્યા હતા. વર્ષ 2018-19 દરમિયાન 1,81,267 સ્વાસ્થ્ય કાર્યકરોને NCD પર તાલિમ આપવામાં આવી હતી જેમાં ASHA, MPHW, સ્ટાફ નર્સો અને PHC-MOનો પણ સમાવેશ થાય છે. HWCના પરિચાલન માટે રાજ્યો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવાં આવી છે.
  • વર્ષ 2018માં પુખ્ત વયનાઓમાં ડિપ્થેરિયા રોગપ્રતિરાકતા સુનિશ્ચિત કરવા માટે નવી રસીઓમાં, ટેટનસ અને પુખ્ત ડિપ્થેરિયા (Td) રસીએ ટેટનસ ટોક્સોઇડ (TT) રસીનું સ્થાન લીધું છે.
  • વર્ષ 2018માં, મીલસેસ-રુબેલા (MR) રસીકરણ ઝુંબેશ વધારાના 17 રાજ્યોમાં હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત માર્ચ 2019 સુધીમાં 30.50 કરોડ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
  • વર્ષ 2018-19 દરમિયાન, રોટાવાઇરસ રસી (RVV)ને વધુ બે રાજ્યોમાં રજૂ કરવામાં આવી હતી. વર્તમાન સમય સુધીમાં તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને RVV સાથે આવરી લેવામાં આવ્યા છે.
  • વર્ષ 2018-19 દરમિયાન, ન્યુમોકોકલ કન્જેક્ટેડ રસી (PCV)ને વિસ્તારીને મધ્યપ્રદેશ, હરિયાણા અને બિહાર, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના બાકી રહેલા વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
  • ASHAના નિયમિત અને રિકરિંગ ઇન્સેન્ટિવ દર મહિને 1000થી વધારીને દર મહિને 2000 કરવામાં આવ્યા છે. ASHA અને ASHA સુવિધાકારોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (ભારત સરકાર દ્વારા રૂપિયા 330ના પ્રીમિયમના યોગદાનથી) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (ભારત સરકાર દ્વારા રૂપિયા 12ના પ્રીમિયમના યોગદાનથી) કવચ આપવામાં આવ્યું હતું.
  • એપ્રિલ 2018માં POSHAN અભિયાન હેઠળ એનિમિયા મુક્ત ભારત (AMB) અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
  • સ્વાસ્થ્ય કેન્દ્રોને HWCમાં પરિવર્તિત કરવા માટે સંયુક્ત ભંડોળ રૂપિયા 20,000થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું હતું.
  • POSHAN અભિયાન અંતર્ગત હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ (HBYC) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
  • ટીબી/ લેપ્રોસી/મેલેરિયા/કલા-અઝાર/લિમ્ફેટિક-ફેલિરીઆસિસ/મોતિયાની બીમારી મુક્ત દરજ્જો હાંસલ કરવા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પુરસ્કાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય પ્રમાણપત્રની આગળ બીમારી મુક્ત તરીકે જિલ્લા/રાજ્યોના પ્રમાણપત્રને મંજૂરી આપશે અને ખૂલ્લામાં શૌચક્રિયા મુક્ત જિલ્લાઓ અને રાજ્યોની જેમ રાજ્યો અને જિલ્લાઓમાં મજબૂત સ્પર્ધાને પ્રોત્સાહન આપશે.
  • હિપેટાઇટિસ એ, બી, સી અને ડીને રોકવા અને તેના નિયંત્રણ તેમજ સારવાર માટે અને તેને ખતમ કરવા માટે રાષ્ટ્રીય વાઇરલ હિપેટાઇટિસ અંકુશ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેનાથી હિપેટાઇટિસના અંદાજે 5 કરોડ દર્દીઓને લાભ થશે.

 

 

1990-2013

2013-2016

પ્રત્યેક 1 લાખ જન્મ દીઠ MMR ઘટાડાનો દર

5.3%

8%

પ્રત્યેક 1 લાખ જન્મ દીઠ IMR ઘટાડાનો દર

2.8%

4.7%

5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર

3.9%

6.6%

 

પ્રત્યેક 1000ની વસ્તીએ મેલેરિયાના વાર્ષિક સંક્રમણની ઘટના (API)

 

2017માં 0.64

2018માં 0.30

 

 

DK/NP/J.Khunt/DS/RP

 



(Release ID: 1587556) Visitor Counter : 151