મંત્રીમંડળ

મંત્રીમંડળ દ્વારા જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રીના વિકાસ પેકેજ 2015 અંતર્ગત પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના અને છામ્બ વિસ્થાપિત લોકોના પરિવારો માટે 30-11-2016ના રોજ મંત્રીમંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા પુનર્વસન પેકેજમાં જમ્મુ અને કાશ્મીર -1947નાં એવા 5300 વિસ્થાપિત લોકોના પરિવારોને સમાવવા માટે મંજૂરી આપવામાં આવી જેમણે શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીર બહાર રહેવાનું પસંદ કર્યું હતું પરંતુ પછી પરત આવી અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સ્થાયી થયા હતા

Posted On: 09 OCT 2019 2:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળની બેઠકમાં જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રીના વિકાસ પેકેજ 2015 અંતર્ગત પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના અને છામ્બ વિસ્થાપિત લોકોના પરિવારો માટે 30-11-2016ના રોજ મંત્રીમંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા પુનર્વસન પેકેજમાં જમ્મુ અને કાશ્મીર - 1947ના એવા 5300 વિસ્થાપિત લોકોના પરિવારોને સમાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમણે શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીર બહાર રહેવાનું પસંદ કર્યું હતું પરંતુ પછી પરત આવી અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સ્થાયી થયા હતા.

લાભો:

આ મંજૂરીના કારણે આવા વિસ્થાપિત લોકોના પરિવારોને વર્તમાન યોજના અંતર્ગત એક વખતની આર્થિક સહાયના ભાગરૂપે રૂપિયા 5.5 લાખ મળવા પાત્ર થશે અને તેના કારણે તેઓ એક સ્થાયી આવક મેળવી શકશે જે યોજનાનો મૂળ હેતુ છે.

હિં ઉલ્લેખનીય છે કે, 1947માં પાકિસ્તાનના હુમલાના પગલે જમ્મુ-કાશ્મીરમાં 31,619 પરિવારોએ જમ્મુ-કાશ્મીરના પાકિસ્તાન હસ્તક વિસ્તારો (PoJK)માંથી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સ્થળાંતર કર્યું હતું. તેમાંથી 26,319 પરિવારો જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સ્થાયી થયા હતા અને 5300 પરિવારોએ શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને દેશના અન્ય ભાગોમાં રહેવાનું પસંદ કર્યું હતું. બાદમાં 1965 અને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન વધુ 10,065 પરિવારોએ છામ્બ નૈબત વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. તેમાંથી 3500 પરિવારો 1965ના યુદ્ધ દરમિયાન અને 6565 પરિવારો 1971ના યુદ્ધ દરમિયાન વિસ્થાપિત થયા હતા.

30-11-2016ના રોજ મંત્રીમંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા પેકેજમાં 36,384 વિસ્થાપિત પરિવારોને આવરી લેવામાં આવ્યા છે જેમાં PoJKમાંથી સ્થળાંતર કરીને J&Kમાં સ્થાયી થયેલા 26,319 પરિવારો અને છામ્બ નૈબત વિસ્તારમાંથી સ્થળાંતરિત થયેલા 10,065 પરિવારો પણ સામેલ છે. PoJKના 5300 પરિવારો કે જેમણે શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને દેશના અન્ય ભાગોમાં રહેવાનું પસંદ કર્યું હતું તેમને આ પેકેજમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. હવે એવા 5300 વિસ્થાપિત લોકોના પરિવારોને પણ આ પેકેજમાં સમાવી લેવામાં આવ્યા છે જેમણે શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને અન્યત્ર સ્થાયી થવાનું પસંદ કર્યું હતું પરંતુ બાદમાં જમ્મુ-કાશ્મીરમાં આવીને સ્થાયી થયા હતા.

જેઓ રાજ્યમાં પરત ફર્યા છે અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સ્થાયી થયા છે, જેમણે યુદ્ધ અને સંઘર્ષના કારણે ઘણું ભોગવ્યું છે તેવા PoJK 1947ના 5300 વિસ્થાપિત લોકોના પરિવારોનો વર્તમાન યોજનામાં સમાવેશ થતા, તેઓ વાજબી માસિક આવક કમાવા માટે સમર્થ થશે અને અર્થતંત્રની મુખ્યધારાની પ્રવૃત્તિઓનો હિસ્સો બનશે. આનાથી આવા વિસ્થાપિત લોકોના પરિવારોની આર્થિક સહાયની જરૂરીયાતને પહોંચી વળવામાં સરકારની ક્ષમતામાં વધારો થશે. વર્તમાન યોજના માટે પહેલાંથી જ ફાળવવામાં આવેલી રકમમાંથી ભંડોળની જરૂરિયાત સંતોષી શકાશે.

 

DK/NP/J.Khunt/DS/RP

 


(Release ID: 1587540)