પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી સુશ્રી જેસિન્ડા અર્ડર્ન સાથે દ્વિપક્ષીય બેઠક કરી

Posted On: 26 SEP 2019 6:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2019નાં રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકની સાથે ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી જેસિન્ડા આર્ડર્ન સાથે મુલાકાત કરી હતી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી તથા રાજકીય, આર્થિક, રક્ષા, સંરક્ષણ અને બંને દેશોની જનતા વચ્ચે પારસ્પરિક સંબંધો વધારવાનાં ઉપાયો પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ નવેમ્બર, 2017માં મનિલામાં પોતાની બેઠકને યાદ કરતા કહ્યું હતું કે, ઓક્ટોબર, 2016માં ન્યુઝીલેન્ડનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની ભારત યાત્રા પછી નવી સંસ્થાગત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી દ્વિપક્ષીય સંબંધોમાં વધારે ગાઢ બન્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ 24 સપ્ટેમ્બર, 2019નાં રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકથી અલગ આયોજિત "સમકાલિન સમયમાં ગાંધીની પ્રાસંગિકતા" વિષય પર આયોજિત સમારંભમાં ભાગ લેવાનો આમંત્રણ સ્વીકાર કરવા બદલ પ્રધાનમંત્રીએ અર્ડર્નનો આભાર માન્યો હતો.

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી મોદીને પોતાનાં નવા મહત્ત્વપૂર્ણ પત્ર ઇન્ડિયા 2022 – ઇન્વેસ્ટિંગ ઇન રિલેશનશિપ વિશે જણાવ્યું હતું, જે ન્યુઝીલેન્ડ ઇંક ઇન્ડિયા સ્ટ્રેટેજી 2011નો જ વિસ્તાર છે. પ્રધાનમંત્રી સુશ્રી અર્ડર્ને જણાવ્યું હતું કે, ભારતીય મૂળનાં અને ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થી બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ સેતુ છે અને બંને દેશોનાં મૈત્રીપૂર્ણ સંબંધોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ સહિત પારસ્પરિક હિતનાં વૈશ્વિક અને પ્રાદેશિક બાબતો પર પણ ચર્ચા કરી હતી અને આ વિશે બંને દેશો વચ્ચે વૈચારિક સમાનતાની પ્રશંસા કરી હતી. બંને દેશોએ પુલવામા અને ક્રાઇસ્ટચર્ચમાં થયેલા આતંકવાદ હુમલાઓને વખોડી કાઢ્યો હતો તથા આ ઘટનાઓ પછી એકબીજાનું સમર્થન કર્યું હતું. ભારતે ક્રાઇસ્ટચર્ચ કોલ ઑફ એક્શન પર ન્યુઝીલેન્ડ અને ફ્રાંસની પહેલને પણ સમર્થ આપ્યું હતું.

 

 

NP/J. Khunt/GP/RP



(Release ID: 1586396) Visitor Counter : 138