પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટિફિકેશનની 14મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત અસરકારક યોગદાન આપવા આતુર છે

માનવીય સશક્તીકરણ સમાજ કે દેશનાં વાતાવરણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છેઃ પ્રધાનમંત્રી

ભારત જમીનની ફળદ્રુપતાનાં નાશ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરશેઃ પ્રધાનમંત્રી

Posted On: 09 SEP 2019 4:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં આજે યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટીફિકેશન (યુએનસીસીડી)ની 14મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અસરકારક પ્રદાન કરવા આતુર છે, કારણ કે અમે બે વર્ષનાં ગાળા માટે સહ-અધ્યક્ષતા સંભાળી છે. સદીઓથી ભારતમાં અમે જમીનને હંમેશા મહત્ત્વ આપીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીને પવિત્ર ગણવામાં આવે છે અને એને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

 

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “તમને જાણીને નવાઈ લાગશે કે નિર્જલીકરણ કે ડેઝર્ટીફિકેશનની અસર દુનિયાનાં બે તૃતિયાંશ દેશોને થઈ છે. આ દુનિયા માટે પડકારજનક બનેલી પાણીની સમસ્યાનું સમાધાન કરવાની કામગીરી સાથે જમીનને ફળદ્રુપ બનાવવા માટે સંયુક્તપણે કામ કરવાનું આવશ્યક બનાવે છે. જ્યારે આપણે ઉજ્જડ જમીનની સમસ્યાનું સમાધાન કરીએ છીએ, ત્યારે આપણે પાણી ખેંચની સમસ્યાનું સમાધાન પણ કરીશું. પાણીનો પર્યાપ્ત પુરવઠો, પાણીનાં રિચાર્જનું સંવર્ધન, પાણીનાં વહેવા જવાનો પ્રવાહ ઘટાડવો અને જમીનમાં ભેજ જાળવવો આ તમામ જમીન અને પાણીની સંપૂર્ણ વ્યૂહરચનાનો ભાગ છે. હું યુએનસીસીડીના નેતૃત્વને ગ્લોબલ વોટર એક્શન એજન્ડા બનાવવા અપીલ કરું છું, જે જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટેની વ્યૂહરચનાનાં કેન્દ્રમાં છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે મને ભારતે યુએનએફસીસીસીમાં પેરિસ સીઓપીમાં સબમિટ કરેલા ભારતનાં સૂચકાંકોની યાદ આવે છે. આ ભારતનાં જમીન, જળ, હવા, વૃક્ષો અને તમામ જીવંત ચીજવસ્તો વચ્ચે સ્વસ્થ  સંતુલન જાળવવાનાં ઊંડા સાંસ્કૃતિક મૂળિયા તરફ ધ્યાન દોરે છે. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે, ભારત એનાં વૃક્ષોનું કવચ વધારવા સક્ષમ બન્યું હતું. વર્ષ 2015થી વર્ષ 2017 વચ્ચે ભારતનાં વૃક્ષ અને જંગલનાં આવરણમાં 0.8 મિલિયન હેક્ટરનો વધારો થયો હતો.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે વિવિધ પગલાંઓ લઈને પાકની આવક વધારીને ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. એમાં જમીનને ફરી ફળદ્રુપ બનાવવાનો અને સૂક્ષ્મ સિંચાઈ સામેલ છે. અમે પાણીની દરેક બુંદદીઠ વધારે પાકનાં સિદ્ધાંત પર કામ કરી રહ્યાં છીએ. અમે જૈવિક ખાતરોનો ઉપયોગ વધારી રહ્યાં છીએ તથા રાસાયણિક ખાતરોનાં વપરાશમાં ઘટાડો કરી રહ્યાં છીએ. અમે જળ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું સંપૂર્ણ સમાધાન કરવા જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે. વળી ભારત આગામી વર્ષોમાં સિંગલ વેસ્ટ પ્લાસ્ટિકનાં વપરાશને સંપૂર્ણપણે બંધ કરશે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મિત્રો, માનવીય સશક્તીકરણ રાજ્યનાં વાતાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પછી એ જળ સંસાધનોનો ઉપયોગ હોય કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વપરાશમાં ઘટાડો હોય, ભવિષ્યનો માર્ગ વર્તણૂકમાં પરિવર્તનનો છે. જ્યારે સમાજનાં તમામ વર્ગો કશું હાંસલ કરવા સહિયારો નિર્ણય લે છે, ત્યારે આપણે ઇચ્છિત પરિણામો મેળવી શકીએ. આપણે માળખાગત કાર્યને કોઈ પણ સંખ્યામાં પ્રસ્તુત કરી શકીએ, પણ વાસ્તવિક પરિવર્તન ટીમવર્ક દ્વારા જ મળશે. ભારતે આ સ્વચ્છ ભારત અભિયાનમાં જોયું હતું, જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો સામેલ થયા હતા અને સાફસફાઈનો વ્યાપ સુનિશ્ચિત કર્યો હતોં, જે વર્ષ 2014માં 38 ટકાથી વધીને અત્યારે 99 ટકા થયું છે.

 

પ્રધાનમંત્રીએ ભારતનાં આંતરરાષ્ટ્રીય જમીન એજન્ડા પર કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “હું એલડીએન (લેન્ડ ડિગ્રેડેશન ન્યૂટ્રાલિટી) સ્ટ્રેટેજીને સમજવા ઇચ્છતાં અને અપનાવવા માંગતા કેટલાંક દેશોને ભારતનો ટેકો પણ ઓફર કરું છું, જેને ભારતમાં સફળતા મળી હતી. આ મંચ પરથી હું જાહેરાત કરવા ઇચ્છું છું કે ભારત કુલ ક્ષેત્રની મહત્ત્વાકાંક્ષા વધારશે, જે અંતર્ગત હવે વર્ષ 2030 સુધીમાં લેન્ડ ડિગ્રેડેશનનો દરજ્જો 21 મિલિયન હેક્ટરથી વધારીને 26 મિલિયન હેક્ટર કરવામાં આવશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમીન ડિગ્રેડેશનની સમસ્યાનું સમાધાન કરવા માટે વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજીની સુવિધાનો વધારે ઉપયોગ કરીને અમે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશનમાં ભારતમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. આ સાઉથ-સાઉથ કોઓપરેશનને પ્રોત્સાહન આપવા સક્રિયપણે જોડાણ કરશે. એમાં જમીનની ફળદ્રુપતાનાં નાશની સમસ્યાઓનું સમાધાન કરવા જાણકારી મેળવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શીખવા અને મેનપાવરને તાલીમ આપવા ઇચ્છતાં દેશો સાથે સહકાર સ્થાપિત કરવામાં આવશે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ओम्द्यौःशान्तिः, अन्तरिक्षंशान्तिःસાથે એમનાં સંબોધનનાં અંતે સમજાવ્યું હતું કે, એમાં શાંતિ શબ્દનો સંબંધ વૈશ્વિક શાંતિ અને હિંસાનાં વિરોધાર્થી સ્વરૂપે હોવાની સાથે સમૃદ્ધિ પણ છે. દરેકનાં અસ્તિત્વની એક નિયતિ છે, એક ઉદ્દેશ છે અને દરેક વ્યક્તિએ એ ઉદ્દેશ પૂર્ણ કરવો પડે છે. એ ઉદ્દેશ સમૃદ્ધિ છે. એટલે એમાં કહેવાયું છે છે, આકાશ, સ્વર્ગ અને અંતરિક્ષમાં સમૃદ્ધિ હજો.

 

RP



(Release ID: 1584666) Visitor Counter : 163