મંત્રીમંડળ

મંત્રીમંડળે વિવિધ ક્ષેત્રોમાં FDI નીતિની સમીક્ષાના પ્રસ્તાવને મંજૂરી આપી

Posted On: 28 AUG 2019 7:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણની સમીક્ષાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

FDI નીતિ સુધારણાની મહત્ત્વપૂર્ણ અસરો અને ફાયદા

  1. FDI નીતિમાં ફેરફારો ભારતને વધુ આકર્ષક FDI મુકામ બનાવવામાં પરિણમશે, જે રોકાણો, રોજગારી અને વૃદ્ધીના લાભો તરફ દોરી જશે.
  2. કોલસા ક્ષેત્રમાં, કોલસાના વેચાણ માટે, કોલસા ખનન સાથે સંકળાયેલા પ્રક્રિયાત્મક માળખા સહિત ઓટોમેટિક રૂટ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક કોલસા બજાર ઊભું કરવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષશે.
  3. વધુમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા મેક ઇન ઇન્ડિયાના હેતુને સમાનપણે યોગદાન આપશે. ઓટોમેટિક રૂટ અંતર્ગત કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં હવે અપાયેલી FDIની પરવાનગી ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને ખૂબ જ મોટો વેગ પુરો પાડશે.
  4. નાણા મંત્રીના કેન્દ્રીય બજેટ પ્રવચનમાં સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ (SBRT)માં FDI માટે સ્થાનિક સ્રોત ધોરણો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કંપનીઓ માટે આધાર વર્ષમાં વધારે નિકાસ સહિત અનુકૂળ વાતાવરણ સર્જવા ઉપરાંત SBRT એકમોની કામગીરી સરળ બનાવશે. વધુમાં વાસ્તવિક ભૌતિક સ્ટોર ખોલતા પહેલા ઓનલાઇન વેચાણની પરવાનગી નીતિનું વર્તમાન બજાર પ્રણાલી સાથે સમન્વય સાધે છે. ઓનલાઇન વેચાણ લોજિસ્ટિક, ડિજિટલ ચૂકવણી, ગ્રાહક સંભાળ, તાલીમ અને ઉત્પાદન કૌશલ્યમાં પણ નોકરીઓના સર્જન તરફ દોરી જશે.
  5. FDI નીતિમાં ઉપરોક્ત સુધારાઓનો અર્થ છે દેશમાં વેપાર કરવાની સરળતા પુરી પાડવા FDI નીતિને વધુ ઉદાર અને સરળ બનાવવી, જે દેશમાં FDIના વધારે પ્રવાહ તરફ દોરી જશે અને તેના થકી રોકાણ, આવક અને રોજગારીમાં વૃદ્ધીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન પ્રાપ્ત થશે.

પૂર્વભૂમિકા

FDI આર્થિક વૃદ્ધીનું મહત્ત્વપૂર્ણ ચાલકબળ અને દેશના આર્થિક વિકાસ માટે બિન-ઋણ ધીરાણનો સ્રોત છે. સરકારે FDI ઉપર રોકાણકારો માટે અનુકૂળ નીતિ અમલમાં મુકી છે, જે અંતર્ગત મોટાભાગના ક્ષેત્રો/પ્રવૃતિઓમાં ઓટોમેટિક રૂટ દ્વારા 100% FDIને પરવાનગી અપાઇ છે. ભારતને આકર્ષક રોકાણ મુકામ બનાવવા માટે તાજેતરના વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં FDI નીતિની જોગવાઇઓને ક્રમિક રીતે ઉદાર બનાવવામાં આવી છે. કેટલાક ક્ષેત્રોમાં સંરક્ષણ, બાંધકામ વિકાસ, ટ્રેડિંગ, દવા ઉદ્યોગ, ઊર્જા વિનિમય, વીમા, પેન્શન, અન્ય નાણાકીય સેવાઓ, મિલકત પુનઃનિર્માણ કંપનીઓ, પ્રસારણ અને નાગરિક ઉડ્ડયન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ સુધારાઓએ છેલ્લા 5 વર્ષોમાં ભારતમાં વિક્રમજનક FDIનો પ્રવાહ આકર્ષવામાં ફાળો આપ્યો છે. પાંચ વર્ષના અગાઉના સમયગાળા (2009-10 થી 2013-14)ના દરમિયાન 189 અબજ ડોલરની સરખામણીમાં 2014-15થી 2018-19ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ FDIની રકમ 286 અબજ ડોલર છે. વાસ્તવમાં 2018-19માં કુલ FDI 64.37 અબજ ડોલર (કામચલાઉ આંકડા) FDI કોઇપણ નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા FDIમાં સૌથી વધારે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક FDI પ્રવાહ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. UNCTADના વિશ્વ રોકાણ અહેવાલ, 2019 અનુસાર વૈશ્વિક વિદેશી સીધા રોકાણ (FDI) પ્રવાહમાં 2018માં 13% ઘટાડો થયો છે, જે અગાઉના વર્ષમાં 1.5 ટ્રિલિયન ડોલરથી ઘટીને 1.3 ટ્રિલિયન ડોલર થઇ ગયો છે. આ સતત ત્રીજા વર્ષે નોંધાયેલો વાર્ષિક ઘટાડો છે. ધૂંધળી વૈશ્વિક તસવીર છતાં ભારત વૈશ્વિક FDI પ્રવાહ માટે પસંદગીનું અને આકર્ષક મુકામ બની રહ્યું છે. જોકે, એવું અનુભવવામાં આવ્યું છે કે દેશ હજુ વધારે વિદેશી રોકાણ આકર્ષવાની ક્ષમતા ધરાવે છે જેને FDI નીતિના ક્ષેત્રને વધારે ઉદાર અને સરળ બનાવીને પ્રાપ્ત કરી શકાય છે.

કેન્દ્રીય બજેટ 2019-20માં નાણા મંત્રીએ ભારતને વધારે આકર્ષક FDI મુકામ બનાવવા માટે FDI અંતર્ગત નફાને વધુ સંચિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે અનુસાર સરકારે FDI નીતિમાં સંખ્યાબંધ સુધારાઓ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારોની વિગતો નીચે આપેલા ફકરાઓમાં આપવામાં આવી છે.

કોલસા ખનન

વર્તમાન FDI નીતિ અનુસાર, ઊર્જા પ્રોજેક્ટ, લોહ અને સ્ટીલ અને સિમેન્ટ એકમોના વિપુલ વપરાશ માટે કોલસા અને લિગ્નાઇટ ખનન માટે ઓટોમેટિક રૂટ અંતર્ગત 100% FDIને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લાગુ પડતા કાયદા અને નિયંત્રણોને આધીને અન્ય લાગુ પડતી પ્રવૃતિઓને માન્યતા અપાઇ છે. વધુમાં, રાખ જેવા કોલ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના માટે પણ ઓટોમેટિક રૂટ અંતર્ગત 100% FDIને મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરી તે શરતને આધીન છે કે કંપની કોલસા ખનન કરશે નહીં અને તેના કોલ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી કોલસાની રાખ અથવા કોલસાના ટુકડા ખુલ્લા બજારમાં વેચશે નહીં અને કોલસાની રાખ અથવા કોલસાના ટુકડા તેવા પક્ષકારોને વેચશે જે રાખ અથવા કોસલાના ટુકડા માટે કોલસાની પ્રક્રિયા કરતાં પ્લાન્ટને કાચો કોલસો પુરો પાડી રહ્યાં હોય.

કોલસા ખનન (વિશિષ્ટ જોગવાઇ) કાયદો, 2015 અને સમય સમય પર થયેલા સુધારા મુજબ ખાણ અને ખનન (વિકાસ અને નિયંત્રણ) કાયદો, 1957 અને આ વિષય ઉપર અન્ય સંબંધિત કાયદાઓની જોગવાઇઓને આધીન પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કોલસા ખનન પ્રવૃતિઓ માટે કોલસાના વેચાણ માટે ઓટોમેટિક રૂટ હેઠળ 100% FDIને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. “સહયોગી પ્રોસેસિંગ માળખા”માં રાખ, ક્રશિંગ, કોલસા સંભાળ અને વિભાજન (ચુંબકીય અને બિન-ચુંબકીય)નો સમાવેશ થશે.

કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ

  • FDI નીતિ ઉત્પાદન ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટ અંદર્ગત 100% FDIની જોગવાઇ કરે છે. નીતિમાં કરાર ઉત્પાદન માટે કોઇ વિશિષ્ટ જોગવાઇ નથી. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ઉપર સ્પષ્ટતા પુરી પાડવા માટે ભારતમાં પણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેટિક રૂટ અંતર્ગત 100% FDIને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • FDI નીતિની જોગવાઇઓને આધીન, ‘ઉત્પાદન’ ક્ષેત્રમાં વિદેશ રોકાણ ઓટોમેટિક રૂટ હેઠળ છે. ઉત્પાદન પ્રવૃતિઓ રોકાણકર્તા એકમ દ્વારા અથવા કાયદેસર ટકી શકે તેવા કરાર હેઠળ ભારતમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ હેઠળ પ્રિન્સિપલથી પ્રિન્સિપલ અથવા પ્રિન્સિપલથી એજન્ટ ધોરણે હાથ ધરી શકાય છે.

સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ (SBRT)

  1. વર્તમાન FDI નીતિ જોગવાઇ કરે છે કે જો SBRT એકમ 51%થી વધારે FDI ધરાવતું હોય તો ભારતમાંથી માલ-સામાનના મૂલ્યના 30% સંપાદિત કરવાનો રહેશે. વધુમાં, સ્થાનિક સોર્સિંગ જરૂરિયાતના સંબંધમાં, તે પ્રથમ 5 વર્ષો દરમિયાન સરેરાશ મેળવી શકાય છે, અને ત્યારબાદ તેની ભારતીય કામગીરીમાંથી મેળવવાના રહેશે. SBRT એકમોને કામગીરીની વધારે સુગમતા અને સરળતા પુરી પાડવાની બાબત નજર સમક્ષ રાખીને તે નક્કી કરવામાં આવ્યું છે કે સિંગલ બ્રાન્ડ માટે SBRT એકમ દ્વારા ભારતમાંથી કરવામાં આવેલી તમામ ખરીદીને લોકલ સોર્સિંગ તરીકે ગણવામાં આવશે ભલે પછી તે પ્રાપ્ત કરાયેલો માલ-સામાન ભારતમાં વેચવામાં આવ્યો હોય કે તેની નિકાસ કરાઇ હોય. વધુમાં નિકાસને ગતિ અપવા માટે 5 વર્ષ માટે નિકાસની વર્તમાન ટોચ મર્યાદા વિચારણા દૂર કરવાનો પ્રસ્તાવ છે.
  2. વર્તમાન નીતે જોગવાઇ કરે છે કે સ્થાનિક સોર્સિંગ જરૂરિયાતના સંદર્ભમાં સીધી અથવા તો તેમની જૂથ કંપનીઓ દ્વારા સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ હાથધરતાં બિન-રહેવાસી એકમો દ્વારા વૈશ્વિક કામગીરીઓ માટે વધારાના સોર્સિંગને પણ પ્રથમ 5 વર્ષ માટે સ્થાનિક સોર્સિંગ જરૂરિયાત તરીકે ગણવામાં આવશે. જોકે, પ્રવર્તમાન બિઝનેસ મોડલ એકમ અથવા તેની જૂથ કંપનીઓ દ્વારા વૈશ્વિક કામગીરીઓ માટે માત્ર ભારતમાંથી જ સોર્સિંગનો નહીં પરંતુ સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ હાથ ધરી રહેલા એકમ અથવા તેની જૂથ કંપનો વધી કરાયેલા બિનસંબંધિત ત્રાહિત પક્ષકાર દ્વારા સોર્સિંગનો પણ સમાવેશ કરે છે. આ પ્રકારની વેપાર પ્રણાલીઓને આવરી લેવા માટે તે નક્કી કરવામાં આવ્યું છે કે ‘વૈશ્વિક કામગીરી માટે ભારતમાંથી માલ-સામાનનું સોર્સિંગ’ SBRT હાથ ધરી રહેલા કમ અથવા તેની જૂથ કંપનો દ્વારા સીધુ અથવા કાયદેસર ટકી શકે તેવા કરાર હેઠળ ત્રાહિત પક્ષકાર દ્વારા અપ્રત્યક્ષ રીતે હાથ ધરી શકાશે.
  3. વર્તમાન નીતિ જોગવાઇ કરે છે કે સ્થાનિક સોર્સિંગ જરૂરિયાતની અંદર વૈશ્વિક સોર્સિંગનો માત્ર તે ભાગ જ ગણવામાં આવશે જે અગાઉના વર્ષોના મૂલ્ય કરતાં વધારે હોય. નિકાસમાં આ પ્રકારનો દર વર્ષે વધારો કરતા રહેવાની જરૂરિયાત વ્યવસ્થામાં વિક્ષેપ પેદા કરે છે કારણ કે આધાર વર્ષ અથવા તેના પછીનો કોઇપણ વર્ષમાં ઓછો નિકાસ ધરાવતી કંપની વર્તમાન જરૂરિયાતોનું પાલન કરી શકે છે, જ્યારે સતત ઉચ્ચ નિકાસ ધરાવતી કંપનીઓ પ્રત્યે અયોગ્ય ભેદભાવ દાખવવામાં આવે છે. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વૈશ્વિક કામગીરીઓ માટે ભારતમાંથી સમગ્ર સોર્સિંગને સ્થાનિક સોર્સિંગ જરૂરિયાત તરીકે ગણવામાં આવશે. (અને કોઇ વધતુ જતુ મૂલ્ય નહિં)
  4. વર્તમાન નીતિ જોગવાઇ કરે છે કે ઇ-કોમર્સ દ્વારા તે બ્રાન્ડને છૂટક વેચાણ શરૂ કરતાં પહેલા SBRT એકમને વાસ્તવિક ભૌતિક સ્ટોર શરૂ કરીને કામગીરી કરવી પડશે. આ કુત્રિમ નિયંત્રણો પેદા કરે છે અને વર્તમાન બજાર પ્રણાલી સાથે સમન્વયથી અલગ છે. આથી તે નક્કી કરવામાં આવ્યું છે કે ઓનલાઇન છૂટક વેપાર શરૂ કર્યાની તારીખથી 2 વર્ષની અંદર વાસ્તવિક ભૌતિક સ્ટોર ખોલવાની શરતને આધીન એકમ વાસ્તવિક ભૌતિક સ્ટોર ખોલતા પહેલા ઓનલાઇન ટ્રેડ દ્વારા પણ છૂટક વેપાર હાથ ધરી શકાશે. ઓનલાઇન વેચાણ લોજિસ્ટિક, ડિજિટલ ચૂકવણી, ગ્રાહક સંભાળ, તાલીમ અને ઉત્પાદન કૌશલ્ય ક્ષેત્રમાં નોકરીના સર્જન તરફ દોરી જશે.

ડિજિટલ મીડિયા

વર્તમાન FDI નીતિ ‘સમાચાર અને વર્તમાન પ્રવાહો’ TV ચેનલના અપ-લિંકિગમાં એપ્રુવલ રૂટ અંતર્ગત 49% FDIની જોગવાઇ કરે છે. હવે પ્રિન્ટ મીડિયાની જેમ જ ડિજિટલ મીડિયા દ્વારા સમાચારો અને વર્તમાન પ્રવાહોના અપલોડિંગ/સ્ટ્રિમિંગ માટે સરકારી રૂટ હેઠળ 26% FDIને પરવાનગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

RP


(Release ID: 1583350) Visitor Counter : 521