માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે દૂરદર્શન દ્વારા નિર્મિત દેશભક્તિ ગીત ‘વતન’ દેશને સમર્પિત કર્યું

Posted On: 13 AUG 2019 12:03PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-08-2019

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ 2019ના ઉપલક્ષ્યમાં દૂરદર્શન દ્વારા નિર્મિત દેશભક્તિ ગીત ‘વતન’ રજૂ કર્યું.

નવા ભારતને સમર્પિત આ ગીતમાં કેન્દ્ર સરકારના ઘણા અગ્રણી કાર્યક્રમો અને પહેલોના સંબંધમાં માહિતી અપાઈ છે. આમાં હાલમાં ચંદ્રયાન-2ના સફળતાપૂર્વક પ્રક્ષેપણ પાછળ કેન્દ્ર સરકારના દૃઢ સંકલ્પ અને દૂરદર્શિતા પણ સમ્મિલિત છે. ગીતમાં સશસ્ત્ર દળોના જવાનોની વીરતા અને પરાક્રમ અને શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

આ અવસર પર પોતાના સંબોધનમાં શ્રી જાવડેકરે ગીતના સર્જન માટે દૂરદર્શન અને પ્રસાર ભારતીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે ગીત આ વર્ષના સ્વતંત્રતા દિવસ સમારોહમાં જોશને વધારશે અને નવા રંગ ભરશે.

આ ગીતને પ્રસિદ્ધ બોલીવુડ ગાયક જાવેદ અલીએ ગાયું છે અને ગીતકાર આલોક શ્રીવાસ્તવ છે. આનું સંગીત શ્રી દુષ્યંતે આપ્યું છે. આ વિશેષ ગીતનું નિર્માણ દૂરદર્શન, પ્રસારભારતીએ કર્યું છે. આ ગીતનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના દરેક કેન્દ્રો દ્વારા કરાશે. ગીતની સાથે સ્વતંત્રતા દિવસ સમારોહની ઉજવણી માટે દૂરદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ ગીતને કોપીરાઈટ મુક્ત રખાયુ છે. જેનાથી દરેક એફએમ સ્ટેશન, મનોરંજન અને ન્યૂઝ ચેનલ, સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમો પર તેનો નિશુલ્ક ઉપયોગ કરી શકાય.

 

ગીત રજૂ કરવાના અવસર પર પ્રસાર ભારતીના અધ્યક્ષ ડૉ. એ. સૂર્યપ્રકાશ, પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી શશિ શેખર, દૂરદર્શનના મહાનિદેશક સુશ્રી સુપ્રિયા સાહૂ, દૂરદર્શન સમાચારના મહાનિદેશક શ્રી મયંક અગ્રવાલ, આકાશવાણીના મહાનિદેશક શ્રી એફ. શહરયારની સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા પ્રસાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1581856) Visitor Counter : 391