મંત્રીમંડળ

મંત્રીમંડળે શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે બાહ્ય અવકાશના ઉપયોગ અને સંશોધન ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે ભારત અને બેહરીન વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 31 JUL 2019 3:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે બાહ્ય અવકાશના ઉપયોગ અને સંશોધન ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે ભારત અને બહેરીન વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર અંગે મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી કરારો પર 11 માર્ચ, 2019ના રોજ બેંગલુરુ ખાતે ભારત દ્વારા અને 28 માર્ચ, 2019ના રોજ મનામાં ખાતે બહેરીન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિગતો:

  • આ સમજૂતી કરારોમાં સહયોગ માટેના નીચે મુજબના સક્ષમ હિતોને આવરી લેવામાં આવશે, જેવા કે; અવકાશ વિજ્ઞાન, પૃથ્વીના રીમોટ સેન્સીંગ સહિત ટેકનોલોજી અને એપ્લિકેશન; સેટેલાઈટ કમ્યુનિકેશન અને સેટેલાઈટ આધારિત નેવિગેશન; અવકાશ વિજ્ઞાન અને ગ્રહીય સંશોધન; અવકાશયાનો અને અવકાશ સિસ્ટમ અને ગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ; અને અવકાશ ટેકનોલોજીનું અમલીકરણ.
  • આ સમજૂતી કરારો ડીઓએસ/ઈસરો અને બહેરીન સરકારની બહેરીન નેશનલ સ્પેસ સાયન્સ એજન્સી (એનએસએસએ)માંથી સભ્યોને એકત્રિત કરીને એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરશે કે જેઓ આ એમઓયુના અમલીકરણ માટેના સાધનો અને સમયગાળા સહિતની બાબતો અંગેની કાર્ય યોજના તૈયાર કરશે.

વ્યૂહરચના અને લક્ષ્યાંકોનું અમલીકરણ:

હસ્તાક્ષર કરવામાં આવેલ આ સમજૂતી કરારો ચોક્કસ અમલીકરણની વ્યવસ્થાઓ અને આ એમઓયુને અમલીકૃત બનાવવાના સાધનો અને સમયગાળા સહિતની કાર્ય યોજના તૈયાર કરવા માટે સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.

અસરો:

હસ્તાક્ષર કરવામાં આવેલ આ સમજૂતી કરારો પૃથ્વીના રીમોટ સેન્સીંગ; સેટેલાઈટ કમ્યુનિકેશન; સેટેલાઈટ નેવિગેશન; સ્પેસ સાયન્સ અને બાહ્ય અવકાશના સંશોધનના ક્ષેત્રમાં નવી સંશોધન પ્રવૃત્તિઓ અને અમલીકરણની શક્યતાઓ શોધવા માટેની પ્રેરણા પૂરી પાડશે.

સમાવિષ્ટ ખર્ચ:

પ્રત્યેક ચોક્કસ પ્રવૃત્તિના સંદર્ભમાં નાણાકીય યોગદાન સંયુક્ત પ્રવૃત્તિ પર આધારિત રહેશે અને જે અંગેની વિસ્તૃત માહિતી સંલગ્ન અમલીકરણ સંધિઓ (વ્યવસ્થાઓ)/ કરારમાં આપવામાં આવશે.

ફાયદા:

આ સમજૂતી કરારો મારફતે બહેરીન સરકાર સાથેનું આ સહયોગ જોડાણ વડે માનવ સમુદાયના હિત માટે અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિઓનો વિકાસ થઇ શકશે. આ રીતે દેશના દરેક વર્ગો અને પ્રદેશોને તેનો લાભ મળશે.

પૂર્વભૂમિકા:

  • એપ્રિલ 2018માં બહેરીન નેશનલ સ્પેસ એજન્સી (એનએસએસએ)ના અધ્યક્ષ અને બહેરીનના ટ્રાન્સપોર્ટેશન અને ટેલીકમ્યુનિકેશન મંત્રીએ ભારતના રાજદૂત સમક્ષ ઈસરો સાથે સહયોગ સાધવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી.
  • તેના પગલે જુલાઈ 2018માં વિદેશ મંત્રાલયની વિનંતીના કારણે ભારત બહેરીન અવકાશ સહયોગ માટેના એક સમજૂતી કરારનો મુસદ્દો ઘડવામાં આવ્યો અને તેને વિદેશ મંત્રાલય સાથે વહેંચવામાં આવ્યો. તે અનુસાર બહેરીનના પક્ષ દ્વારા પોતાની સહમતિ પ્રગટ કરવામાં આવી અને બંને પક્ષો હસ્તાક્ષર કરવા માટે પરસ્પર તૈયાર થયા છે.


(Release ID: 1580932) Visitor Counter : 130