મંત્રીમંડળ

મંત્રીમંડળે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ માઇનર્સ હેલ્થની ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ સાથે એકીકરણ / વિલિનિકરણને મંજૂરી આપી

Posted On: 24 JUL 2019 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ખાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત સ્વતંત્ર સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ માઇનર્સ હેલ્થ (NIMH)ની તમામ મિલકતો અને જવાબદારીઓ સહિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ (NIOH), અમદાવાદ સાથે વિલિનિકરણને મંજૂરી આપી દીધી છે. NIOHમાં NIMHના તમામ કર્મચારીઓને તેમના જે-તે હોદ્દા અને પગાર ધોરણ સહિત સમાવી લેવામાં આવશે અને તેમના પગારનું રક્ષણ કરવામાં આવશે. NIMHના NIOH સાથે કરવામાં આવેલા વિલિનિકરણના કારણે જરૂરી કામગીરી NIMH, ICMR, NIOH, MoM અને આરોગ્ય સંશોધન વિભાગ (DHR), MoH&FW દ્વારા હાથ ધરવામાં આવશે.

અસરઃ

NIOH સાથે NIMHનું વિલિનિકરણ બન્ને સંસ્થાઓ માટે ફાયદાકારક સાબિત થશે. આ વિલિનિકરણના કારણે જાહેર નાણાંના કાર્યક્ષમ ઉપયોગ ઉપરાંત વ્યાવસાયિક આરોગ્યના ક્ષેત્રમાં તજજ્ઞતામાં વધારો થશે.

પૃષ્ઠભૂમિઃ

NIMHની સ્થાપના ભારત સરકાર દ્વારા 1990માં કરવામાં આવી હતી અને તે કર્ણાટક સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1960 અંતર્ગત નોંધાયેલી સોસાયટી છે. NIMHનું નોંધાયેલું કાર્યાલય કર્ણાટકની કોલાર ગોલ્ડ ફિલ્ડ ખાતે અને કેન્દ્રસ્થ લેબોરેટરી નાગપુરમાં આવેલી છે. આ સંસ્થા વ્યાવસાયિક આરોગ્ય અને સ્વચ્છતામાં લાગુ પડતાં સંશોધનો હાથ ધરવા અને ધાતુ ક્ષેત્રને વિશેષ ધ્યાનમાં રાખી ખાણ અને ખનિજ આધારિત ઉદ્યોગમાં તકનિકી સહાયતાની સેવાઓ પુરી પાડવામાં તજજ્ઞતા ધરાવે છે. ઉપરાંત તે સંશોધન અને વિકાસ દ્વારા સલામત ખનન કામગીરી અને ખાણ કામદારોના આરોગ્યની જાળવણીના પ્રયાસો પણ કરે છે.

NIOH દ્વારા હાથ ધરાતી કામગીરીનું મુખ્ય ક્ષેત્ર વ્યાવાસાયિક આરોગ્ય સંબંધિત વ્યાપક ક્ષેત્રોનો સમાવેશ થાય છે અને તેમાં વ્યાવસાયિક તબીબી સારવાર અને વ્યાવસાયિક સ્વચ્છતાનો પણ સમાવેશ થાય છે. સ્વતંત્ર સંસ્થાઓની કામગીરી અને કાર્યક્ષમતાની સમીક્ષાના સંદર્ભમાં ખર્ચ સંચાલન પંચે ભલામણ કરી છે કે, “સમાન પ્રકારના હેતુઓ ધરાવતી સંસ્થાઓની કાર્યક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડાને પ્રોત્સાહન આપવા માટે તેમના વિલિનિકરણની બાબત વિચારણામાં લેવી જોઇએ.તે અનુસાર NIMHનું NIOH સાથે વિલિનિકરણની ભલામણ કરવામાં આવી છે.

 

DK/NP/J.Khunt/GP/RP



(Release ID: 1580113) Visitor Counter : 189