મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે 15માં નાણાં પંચ માટે ટર્મ ઑફ રેફરન્સમાં સુધારાને મંજૂરી આપી

Posted On: 17 JUL 2019 4:18PM by PIB Ahmedabad

આ જોગવાઇ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે ભંડોળ સંબંધિત ચિંતાઓનું સમાધાન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પંદરમા નાણાંપંચના પ્રસ્તાવિત સુધારાને મંજૂરી આપી છે. આ સુધારાના કારણે ભારતના સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે પૂરતા, સલામત અને બિન-વિલંબિત ભંડોળની ફાળવણી સંબંધિત ગંભીર ચિંતાઓનું સમાધાન થશે.

27મી નવેમ્બર, 2017ના રોજ બંધારણના અનુચ્છેદ 280ના ખંડ (1) અને નાણાંપંચ (વિવિધ જોગવાઇઓ) કાયદો, 1951ની જોગવાઇઓ અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા પંદરમા નાણાંપંચની રચના કરવામાં આવી છે. આ જોગવાઇઓને નજર સમક્ષ રાખીને 1લી એપ્રિલ, 2020થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળા માટે ભલામણો કરવા પંદરમા નાણા પંચ (XV-FC)નું ગઠન કરવામાં આવ્યું છે.

નાણાંપંચની ટર્મ ઑફ રેફરન્સ (ToR) અંતર્ગત સંરક્ષણ અને આંતરિક સુરક્ષાની આવશ્યકતાઓ પૂર્ણ કરવા સ્રોતોની સુનિશ્ચિત ફાળવણીની ખાતરી કરવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

આ સુધારામાં જોગવાઇ કરવામાં આવી છે કે પંદરમું નાણાંપંચ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે અલગ વ્યવસ્થાતંત્રની રચના કરવી જરૂરી છે કે નહિં તેની ચકાસણી કરશે અને જો આવું વ્યવસ્થાતંત્ર રચવામાં આવે તો તેને કેવી રીતે કાર્યન્વિત કરી શકાય.

 

DK/NP/J.Khunt/GP/RP



(Release ID: 1579175) Visitor Counter : 180