મંત્રીમંડળ

નાણાંકીય પાયાના ધોવાણ (બેઝ ઇરોઝન) અને નફા સ્થળાંતરની પ્રવૃત્તિ રોકવા માટે કર સંધિ સંબંધિત પગલાં લેવાના બહુપક્ષીય ઠરાવને બહાલી

Posted On: 12 JUN 2019 8:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં નાણાંકીય પાયાના ધોવાણ અને નફા સ્થળાંતરની પ્રવૃત્તિ રોકવા માટે બહુપક્ષીય કર સંધિ (MLI) સંબંધિત પગલાં લેવાના બહુપક્ષીય ઠરાવને બહાલી આપવામાં આવી છે.

અસરઃ

આ ઠરાવને કારણે ભારતની સંધિઓમાં ફેરફાર થશે જેનાથી સંધિના દૂરુપયોગ તથા બેઝ ઇરોઝન અને નફા સ્થળાંતરણ વ્યૂહરચનાઓને કારણે થતા મહેસૂલ નૂકસાનને ઘટાડી શકાશે. આ ઉપરાંત જ્યાં આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવી હોય અને જ્યાં તેનાથી મુલ્યનું સર્જન થયું હયો તે ક્ષેત્રમાં જ તેના પર કર લાગે એ પણ સુનિશ્ચિત થશે.

વિગતોઃ

(1) ભારતે નાણાંકીય પાયાના ધોવાણ અને નફા સ્થળાંતરની પ્રવૃત્તિ રોકવા માટે કર સંધિ સંબંધિત પગલાં લેવાના બહુપક્ષીય ઠરાવને માન્યતા આપી છે. આ કરાર ઉપર માન. નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલીએ ભારત વતી પેરીસ ખાતે તા. 07/06/2017ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

(2) આ બહુપક્ષીય ઠરાવ એ નાણાંકીય પાયાના ધોવાણ અને નફો તબદીલ કરી દેવા "બીઈપીએસ પ્રોજેકટ"ની પ્રવૃત્તિ રોકવાના ઓઈસીડી/જી- 20 પ્રોજેકટનુ પરિણામ છે. એટલે કે કર આયોજનની જે વ્યુહરચનાઓને કારણે ઉણપો અને અસમાન સ્થિતિનો ફાયદો ઉઠાવીને કૃત્રિમ રીતે નફો જ્યાં જૂજ અથવા તો નહિવત આર્થિક પ્રવૃત્તિ હોય તેવા દેશોમાં તબદીલ કરવાની પ્રવૃત્તિ અવરોધી શકાશે, ઘનિષ્ઠ રીતે નાણાં ખસેડી દેવાની તથા નફો તબદીલ થતો રોકવા માટે બીઈપીએસ પ્રોજેકટમાં 15 પ્રકારનાં પગલાંનો ઉલ્લેખ છે.

(3) ભારત જી-20 અને ઓઈસીડી જેવા બીઈપીએસના 100થી વધુ અને અન્ય રસ ધરાવતા સભ્યોનો એક હિસ્સો છે. આ દેશો મે, 2015થી બહૂપક્ષીય ઠરાવને આખરી સ્વરૂપ આપવા બાબતે સમાન પ્રકારનાં પગલાં લેવા સંમત થયા છે. આ ઠરાવનો મુસદ્દો અને સાથેના વિવરણાત્મક નિવેદનને તા. 24 નવેમ્બર, 2016ના રોજ એડહોક ગ્રુપ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.

(4) આ ઠરાવ હસ્તાક્ષર કરનારને બીઈપીએસ પેકેજના ભાગ તરીકે એટલેકે કદમ-6 હેઠળ સંધિ સંબંધી લઘુત્તમ ધોરણો અપનાવવા સંમત કરે છે અને સંધિનો ભંગ કરતાં રોકે છે.

(5) આ ઠરાવ બે કે તેથી વધુ પક્ષો વચ્ચે કર સંધિઓના સુધારા માટે કાર્ય કરશે, તે હાલની એકલ સંધિમાં સંશોધન પ્રોટોકોલની જેમ કાર્ય નહીં કરે. તેના બદલે તેને હાલની કર સંધિઓની સાથે લાગુ કરવામાં આવે છે. જેથી BEPS ઉપાયોનો અમલ કરવા માટે તેની ઉપયોગીતામાં ફેરફાર કરી શકાય.

(6) આ ઠરાવને કારણે ભારતની સંધિઓમાં ફેરફાર થશે જેનાથી સંધિના દૂરુપયોગ તથા બેઝ ઇરોઝન અને નફા સ્થળાંતરણ વ્યૂહરચનાઓને કારણે થતા મહેસૂલ નૂકસાનને ઘટાડી શકાશે. આ ઉપરાંત જ્યાં આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવી હોય અને જ્યાં તેનાથી મુલ્યનું સર્જન થયું હયો તે ક્ષેત્રમાં જ તેના પર કર લાગે એ પણ સુનિશ્ચિત થશે.

પૂર્વભૂમિકાઃ

આ ઠરાવ એ ભારત જેનુ સભ્ય છે તે ઓઈસીડી/જી 20 દેશોના પ્રોજેકટનુ પરિણામ છે આ ઠરાવ મારફતે નાણાંકીય ધોવાણ અને નફાની તબદીલી રોકવાનો પ્રયાસ થયો છે. આ ઠરાવથી બહુપક્ષીય માર્ગે કર સંધિમાં થતા બદલાવો અમલ કરવા માટે સક્ષમ બનશે અને દરેક સંધિની બાબતમાં દ્વિપક્ષીય વાટાઘાટો, જે  ખૂબ ભારરૂપ અને સમયમાંગી લેતી પ્રક્રિયા છે, તેનાથી છૂટકારો મળશે.

આનાથી બહૂપક્ષીય સંદર્ભમાં બીઈપીએસ પ્રોજેકટના અમલીકરણમાં ચોકકસતા અને સાતત્ય હાંસલ થશે. બહૂપક્ષીય ઠરાવને બહાલી મળવાને કારણે ભારતમાં ઝડપભેર વર્તમાન કર સંધિઓમાં ફેરફાર કરી શકાશે. બહુપક્ષી કર સંધિ (MLI) બહાલી આપતી કેબિનેટ નોંધ એક મહિનામાં જ મેળવી લેવામાં આવશે.

તાકીદની સ્થિતિને કારણે આ અંગેની નોંધને કેબિનેટમાં હાથ ધરી શકાઈ નહી હોવાથી માનનીય પ્રધાનમંત્રીના કેબિનેટ સચિવના તા. 27-5-2019ના આઈડી નં. 216/1/2/2019 – કેબ મારફતે બહુપક્ષી કર સંધિ (MLI)ને માન્યતા આપવામાં આવી હતી અને ભારત સરકારના નિયમ 12 મુજબ (બિઝનેસ હાથ ધરવામાં) અંગેના નિયમો 1961 મુજબ ભારતની આખરી સ્થિતિ પાછલી અસરથી અમલમાં આવશે અને મંત્રીમંડળની મંજૂરી એક માસમાં મેળવી લેવામાં આવશે.

નિયમ 12 હેઠળ મંજૂરી માટે આ કચેરીએ વિદેશ મંત્રાલયના એલ એન્ડ ટી ડિવિઝન મારફતે ભારતના માન. રાષ્ટ્રપતિ પાસેથી વિધિસરનો દસ્તાવેજ મેળવવા માટે તા. 31/05/2019.ના OM F. No. 500/71/2015-FTD-I/150 મારફતે એક અલાયદી વિનંતી મોકલવામાં આવી છે.



(Release ID: 1574327) Visitor Counter : 231