મંત્રીમંડળ

મંત્રીમંડળે સોળમી લોકસભાનાં વિઘટનને મંજૂરી આપી

Posted On: 24 MAY 2019 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિને 18.05.2014નાં રોજ રચાયેલી 16મી લોકસભાનું વિઘટન કરવાની સલાહ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

પૃષ્ઠભૂમિઃ

બંધારણની કલમ 83(2)માં દરખાસ્ત કરવામાં આવી છે કે, જ્યાં સુધી લોકસભાનું વિઘટન નહીં થાય, ત્યાં સુધી એની પ્રથમ બેઠકની તારીખથી પાંચ વર્ષ માટે જળવાઈ રહેશે અને કથિત પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થવાની સાથે ગૃહનાં વિઘટનની કામગીરી થશે. સોળમી લોકસભાની પ્રથમ બેઠક ચોથી જૂન, 2014નાં રોજ યોજાઈ હતી, જેમાં સભ્યોએ શપથ અને પ્રતિજ્ઞા લીધી હતી. એટલે હાલની લોકસભાનો ગાળો 3 જૂન, 2019નાં રોજ પૂર્ણ થશે, સિવાય કે રાષ્ટ્રપતિ વહેલાસર એનું વિઘટન કરે.

પહેલી લોકસભાથી પંદરમી લોકસભા સુધી ગૃહની રચનાની તારીખો, એની પ્રથમ બેઠકની તારીખો અને એની મુદ્દત પૂર્ણ થયાની અને ગૃહનું વિઘટન થયાની તારીખો સાથે છેલ્લી ચૂંટણી સુધીની તારીખો નીચે દર્શાવવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી, ગૃહની રચના, પ્રથમ બેઠક, મુદ્દત પૂર્ણ થયાની અને એનાં વિઘટનની તારીખો

(પ્રથમથી પંદરમી લોકસભા) લોકસભા

ચૂંટણીની છેલ્લી તારીખ

ગૃહની રચનાની તારીખ

ગૃહની પ્રથમ બેઠકની તારીખ

મુદ્દત પૂર્ણ થયાની તારીખ (બંધારણની કલમ 83(2))

વિઘટનની તારીખ

1

2

3

4

5

6

પ્રથમ

21.02.1952

02.04.1952

13.05.1952

12.05.1957

04.04.1957

બીજી

15.03.1957

05.04.1957

10.05.1957

09.05.1962

31.03.1962

ત્રીજી

25.02.1962

02.04.1962

16.04.1962

15.04.1967

03.03.1967

ચોથી

21.02.1967

04.03.1967

16.03.1967

15.03.1972

*27.12.1970

પાંચમી

10.03.1971

15.03.1971

19.03.1971

18.03.1977

*18.01.1977

છઠ્ઠી

20.03.1977

23.03.1977

25.03.1977

24.03.1982

*22.08.1979

સાતમી

06.01.1980

10.01.1980

21.01.1980

20.01.1985

31.12.1984

આઠમી

28.12.1984

31.12.1984

15.01.1985

14.01.1990

27.11.1989

નવમી

26.11.1989

02.12.1989

18.12.1989

17.12.1994

*13.03.1991

દસમી

15.06.1991

20.06.1991

09.07.1991

08.07.1996

10.05.1996

અગિયારમી

07.05.1996

15.05.1996

22.05.1996

21.05.2001

*04.12.1997

બારમી

07.03.1998

10.03.1998

23.03.1998

22.03.2003

*26.04.1999

તેરમી

04.10.1999

10.10.1999

20.10.1999

19.10.2004

*06.02.1904

ચૌદમી

10.05.2004

17.05.2004

02.06.2004

01.06.2009

18.05.2009

પંદરમી

13.05.2009

18.05.2009

01.06.2009

31.05.2014

18.05.2014

સોળમી

12.05.2014

18.05.2014

04.06.2014

03.06.2019

 

સતરમી

19.05.2019

       

* 1. વચગાળાની ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણી અગાઉ જ લોકસભાનું વિઘટન થઈ ગયું હતું.

2. કોલમ (2)માં છેલ્લી તારીખો ચૂંટણી પંચનાં અહેવાલો પર આધારિત છે.

 

RP


(Release ID: 1572575) Visitor Counter : 275