મંત્રીમંડળ
મંત્રીમંડળને બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે થયેલા સમજૂતી કરારની જાણકારી આપવામાં આવી
प्रविष्टि तिथि:
15 APR 2019 12:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળને મે, 2018માં ભારત અને બ્રાઝિલ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
આ એમઓયુ ભારત અને બ્રાઝિલ વચ્ચે બાયોટેકનોલોજીનાં શિક્ષણ, તાલીમ અને સંશોધનનાં ક્ષેત્રમાં નક્કર વ્યૂહાત્મક યોજના બનાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતા માટે જોડાણ માટે ભવિષ્યનાં એજન્ડા પર કામ કરવા બંને દેશો વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવશે.
આ એમઓયુ હેઠળ સંલગ્ન જોડાણનાં વિવિધ ક્ષેત્રો નીચે મુજબ છેઃ
બાયો મેડિસિન અને આરોગ્ય, ખાસ કરીને બાયોટેક આધારિત ઉત્પાદનો
કૃષિ ઉછેરની પદ્ધતિઓ
જૈવ ઇંધણ અને જૈવ ઊર્જા
નેનો ટેકનોલોજી અને બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશન
જૈવ વિવિધતા અને ટેક્સોનોમી
NP/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1570645)
आगंतुक पटल : 231