મંત્રીમંડળ

મંત્રીમંડળે જીઓલોજી અને ખનિજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બોલિવિયા વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 15 APR 2019 12:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે જીઓલોજી અને ખનિજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર ભારત અને બોલિવિયા વચ્ચે થયેલા સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી છે. આ એમઓયુ પર બોલિવિયામાં માર્ચ, 2019માં હસ્તાક્ષર થયા હતા.

 

અસર:

આ એમઓયુ ભારત અને બોલિવિયા વચ્ચે ખનિજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સંસ્થાગત વ્યવસ્થા પ્રદાન કરશે. આ સમજૂતી કરાર સંસાધનો પર માહિતીનાં આદાન-પ્રદાન માટે, કાયદા અને નીતિ, વિકાસલક્ષી વ્યૂહરચનાઓ પર અભિપ્રાયોનું આદાન-પ્રદાન કરવા સેમિનારોનું આયોજન કરવા, બંને દેશો વચ્ચે ટેકનોલોજીઓનું હસ્તાંતરણ કરવા માટે પ્રેરણા આપવા, મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા સંસ્થાગત વ્યવસ્થા પ્રદાન કરશે, જે દસ્તાવેજીકરણ અને પ્રસાર વગેરે જેવી કામગીરીઓ હાથ ધરવા સક્ષમ બનાવશે.

 

NP/J.Khunt/GP/RP    



(Release ID: 1570642) Visitor Counter : 163