મંત્રીમંડળ
મંત્રીમંડળે હાઇડ્રોપાવર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનાં ઉપાયોને મંજૂરી આપી
Posted On:
07 MAR 2019 2:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હાઇડ્રોપાવર સેક્ટરને પ્રોત્સાહન આપવાનાં ઉપાયોને મંજૂરી આપી દીધી છે. નોન-સોલર રિન્યૂએબલ એનર્જી પર્ચેઝ ઓબ્લિગેશન (આરપીઓ)નાં ભાગરૂપે મોટી હાઇડ્રોપાવર યોજનાઓની જાહેરાત સામેલ છે.
વિગતઃ
- મોટાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટની જાહેરાત અક્ષય ઊર્જાનાં સ્રોત સ્વરૂપે કરવામાં આવશે (હાલની રૂપરેખા મુજબ, ફક્ત 25 મેગાવોટથી ઓછી ક્ષમતા ધરાવતી હાઇડ્રોપાવર યોજનાઓને અક્ષય ઊર્જા સ્વરૂપે શ્રેણીબદ્ધ કરવામાં આવી છે).
- આ ઉપાયોનાં નોટિફિકેશન પછી શરૂ થયેલી મોટી હાઇડ્રોપાવર યોજનાઓ નોન-સોલર રિન્યૂએબલ એનર્જી પર્ચેઝ ઓબ્લિગેશન એમાં સામેલ હશે (એમાં નાની હાઇડ્રોપાવર યોજનાઓ અગાઉથી જ સામેલ છે). હાઇડ્રોપાવર સેક્ટરમાં વધારાની યોજનાનાં ક્ષમતાને આધારે વિદ્યુત મંત્રાલય દ્વારા મોટી હાઇડ્રોપાવર યોજનાઓનાં વાર્ષિક લક્ષ્યાંકો વિશે નોટિફિકશન ઇશ્યૂ કરવામાં આવશે. મોટી હાઇડ્રોપાવર યોજનાઓનાં સંચાલન માટે ટેરિફ નીતિ અને ટેરિફ નિયમનોમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે.
- યોજનાનો કાર્યકાળ 40 વર્ષ સુધી વધાર્યા પછી ટેરિફનાં બેંક લોડિંગ દ્વારા ટેરિફ નક્કી કરવા માટે ડેવલપરોને લવચિકતા પ્રદાન કરવા, લોનની ચુકવણીનો ગાળો 18 વર્ષ સુધી વધારવા અને 2 ટકા ટેરિફ વધારવા સહિત ટેરિફને તર્કસંગત બનાવવા.
- કેસનાં આધારે હાઇડ્રોપાવર યોજનાઓના ફ્લડ મોડરેશન ઘટકનાં નાણાકીય પોષણ માટે અંદાજપત્રીય સહાયતા પ્રદાન કરવી; અને
- માર્ગો અને પુલો જેવી મૂળભૂત સુવિધાઓનાં નિર્માણમાં આર્થિક ખર્ચને પૂર્ણ કરવા માટે અંદાજપત્રીય સહાયતા પ્રદાન કરવી. કેસનાં આધારે આ વાસ્તવિક ખર્ચ, પ્રતિ મેગાવોટ 1.5 કરોડ રૂપિયાના દરથી મહત્તમ 200 મેગાવોટ ક્ષમતા ધરાવતી યોજનાઓ અને પ્રતિ મેગાવોટ 1.0 કરોડ રૂપિયાનાં દરથી 200 મેગાવોટથી વધારે ક્ષમતા ધરાવતી યોજનાઓ માટે હોઈ શકે છે.
રોજગારીનાં સર્જનની સંભવિતતા સહિત મુખ્ય અસરઃ
જેમ કે મોટાં ભાગની હાઇડ્રોપાવર યોજનાઓ હિમાલયની ઊંચાઈઓ અને પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થિત હોવાથી વીજ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રોજગારી મળવાથી આ ક્ષેત્રનો સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત થશે. એમાં પરિવહન, પર્યટન અને અન્ય નાનાં વેપારી ક્ષેત્રમાં પરોક્ષ રોજગાર/ઉદ્યોગસાહસિકતાની તક પણ ઉપલબ્ધ થશે. એનો અન્ય એક લાભ પણ થશે ક સૌર અને પવન ઊર્જા જેવા ઊર્જા સ્રોતોમાંથી વર્ષ 2022 સુધી લગભગ 160 ગીગાવોટ ક્ષમતાની એક સ્થિર ગ્રિડ ઉપલબ્ધ થઈ જશે.
પૃષ્ઠભૂમિ
ભારતમાં લગભગ 1,45,320 મેગાવોટ હાઇડ્રોપાવર ક્ષમતાની સંભાવના છે, પરંતુ અત્યાર સુધી ફક્ત લગભગ 45,400 મેગાવોટનો જ ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લાં 10 વર્ષોમાં હાઇડ્રોપાવર ક્ષમતામાં ફક્ત આશરે 10,000 મેગાવોટની વૃદ્ધિ કરવામાં આવી છે. અત્યારે હાઇડ્રોપાવર ક્ષેત્ર એક પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને કુલ ક્ષમતામાં હાઇડ્રોપાવરનો હિસ્સો વર્ષ 1960થી 50.36 ટકાથી ઘટીને 2018-19માં લગભગ 13 ટકા રહી ગયો છે.
પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે હાઇડ્રોપાવરની અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ છે, જેમાં તરત રેમ્પિંગ, બ્લેક સ્ટાર્ટ, પ્રતિક્રિયાત્મક શોષણ વગેરે સામેલ છે. આ વિશેષતાઓનાં બળે આ પીકિંગ પાવર, સ્પિનિંગ રિઝર્વ અને ગ્રિડ સંતુલન માટે એક આદર્શ છે. આ ઉપરાંત હાઇડ્રોપાવર સેક્ટરમાંથી રોજગારીની તક મળવી અને પર્યટન ક્ષેત્રનો વિકાસ થવાથી સંપૂર્ણ ક્ષેત્રનો સામાજિક-આર્થિક વિકાસ થાય છે. સાથે સાથે એનાથી જળ સુરક્ષા, સિંચાઈ સુવિધા અને પૂરમાં ઘટાડો જેવા લાભ પણ થાય છે. હાઇડ્રોપાવરનું મહત્ત્વ એનાથી પણ વધારે છે, કારણ કે આપણાં દેશમાં આબોહવામાં પરિવર્તનને લઈને રાષ્ટ્ર માટે નિર્ધારિત પોતાનાં યોગદાનનું સન્માન કરીને વર્ષ 2022 સુધી સૌર અને પવન વીજળીની ક્ષમતામાં 160 ગીગાવોટનો ઉમેરો કરવા અને વર્ષ 2030 સુધી ગેર-ફોસાઇલ ઇંધણ સ્રોતોમાંથી કુલ ક્ષમતાનો 40 ટકા હિસ્સો ઉમેરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જોકે વીજળીનું ઉત્પાદન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ, ખાસ કરીને શરૂઆતનાં વર્ષોમાં વધારે ટેરિફ હોવાને કારણે વીજળી ખરીદવાની સમજૂતીઓ (પીપીએ) પર હસ્તાક્ષર કરવા ઇચ્છતી નહોતી. પૂર દરમિયાન થયેલા ઉપાયો પર થનાર ખર્ચ અને યોજનામાં મૂળભૂત સુવિધાઓનાં ખર્ચને કારણે હાઇડ્રોપાવર ક્ષેત્રનાં ટેરિફનાં દરો ઊંચા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઇડ્રોપાવર સેક્ટરને પ્રોત્સાહન આપવા ઉપાયોનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેરિફ ઘટાડીને ઉપભોક્તાઓ પર આર્થિક બોજ ઘટાડવાનાં ઉદ્દેશ સાથે પૂરનાં સમયે યોજનાની સુરક્ષા પર થનાર ખર્ચ અને મૂળભૂત સુવિધાઓનાં ખર્ચ માટે અંદાજપત્રીય સહાયતા પ્રદાન કરવાનું સામેલ છે.
J.Khunt/RP/GP
(Release ID: 1568111)
Visitor Counter : 365