મંત્રીમંડળ
મંત્રીમંડળે સોફ્ટવેર ઉત્પાદનો પર રાષ્ટ્રીય નીતિ – 2019ને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
28 FEB 2019 10:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સોફ્ટવેર ઉત્પાદનો પર રાષ્ટ્રીય નીતિ – 2019ને મંજૂરી આપી દીધી છે, જેથી ભારતને એક સોફ્ટવેર ઉત્પાદક રાષ્ટ્ર તરીકે વિકસિત કરી શકાય.
મુખ્ય અસર
સોફ્ટવેર ઉત્પાદન પ્રણાલીને તેની નવીનતા, બૌદ્ધિક સંપત્તિ (આઈપી) સર્જન અને ઉત્પાદકતામાં વિશાળ મૂલ્ય સંવર્ધન વૃદ્ધિથી પરિભાષિત કરવામાં આવે છે. એમાં આ ક્ષેત્રનાં મહેસૂલ અને નિકાસને મહત્ત્વપૂર્ણ રીતે વધારવા, મૂળભૂત રોજગાર અને વિકસતી ટેકનોલોજીઓમાં ઉદ્યોગ સાથે સંબંધિત તકોને પેદા કરવા તથા ડિજિટલ ભારત કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવવાની સંભાવના છે, જેથી સમાવેશી અને સતત વિકાસમાં વધારાનો માર્ગ પ્રશસ્ત થશે.
એમાં સામેલ ખર્ચ
આ નીતિ અંતર્ગત વિચારેલી યોજનાઓ અને કાર્યક્રમોનાં અમલીકરણ હેતુ આગામી સાત વર્ષ માટે 1500 કરોડ રૂપિયાનાં ખર્ચને પ્રારંભિક સ્વરૂપે સામેલ કરવામાં આવ્યાં છે. આ 1500 કરોડ રૂપિયાને સોફ્ટવેર ઉત્પાદન વિકાસ ભંડોળ (એસપીડીએફ) અને સંશોધન અને નવીનતાનાં ભંડોળમાં વિભાજીત કરવામાં આવશે.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્ય
આ નીતિની અંદર જે રૂપરેખાની પરિકલ્પના કરવામાં આવી છે એમાં દેશમાં સોફ્ટવેર ઉત્પાદન ક્ષેત્રનાં વિકાસ માટે વિવિધ યોજનાઓ, પહેલો, પરિયોજનાઓ અને રીતો માટેનો માર્ગ પ્રશસ્ત થશે.
સોફ્ટવેર ઉત્પાદનો પર રાષ્ટ્રીય નીતિ (એનપીએસપી-2019)નાં સ્વપ્નોને સાકાર કરવા માટે આ નીતિમાં નીચેનાં પાંચ મિશન રાખવામાં આવ્યાં છેઃ
- બૌદ્ધિક સંપત્તિ (આઈપી)થી સંચાલિત થનારી એક સ્થાયી ભારતીય સોફ્ટવેર ઉત્પાદન ઉદ્યોગનાં નિર્માણને પ્રોત્સાહન આપવું, જેથી 2025 સુધી વૈશ્વિક સોફ્ટવેર ઉત્પાદન બજારમાં ભારતની ભાગીદારીમાં દસ ગણો વધારો થઈ શકે.
- સોફ્ટવેર ઉત્પાદન ઉદ્યોગમાં 10,000 ટેકનોલોજી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું, જેમાં ટિઅર-2 અન ટિઅર-3 નગરો અને શહેરોમાં આ પ્રકારનાં 1000 ટેકનોલોજી સ્ટાર્ટઅપ સામેલ છે તથા વર્ષ 2025 સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે 35 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરવું.
- સોફ્ટવેર ઉત્પાદન ઉદ્યોગ માટે એક પ્રતિભાજૂથ ઊભું કરવું. તેના માટે આમ કરવામાં આવશે – (ક) 1,000,000 આઇટી પ્રોફેશનલોન વધારાની કુશળતા સાથે સજ્જ કરવા (ખ) સ્કૂલ અને કોલેજનાં 100,000 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, અને (ગ) 10,000 વિશેષ વ્યાવસાયિકો ઊભા કરવા, જે નતૃત્વ પ્રદાન કરશે.
- એકીકૃત આઇસીટી આધારભૂત માળખું, માર્કેટિંગ, ઇન્ક્યૂબેશન, સંશોધન અને વિકાસ/પરીક્ષણ મંચ અને સલાહ સહયોગ ધરાવતાં 20 ક્ષેત્ર મુજબ અને વ્યૂહાત્મક સ્વરૂપે સ્થિત સોફ્ટવેર ઉત્પાદન વિકાસ ક્લસ્ટર વિકસિત કરીન એક ક્લસ્ટ આધારિત નવીન સંચાલિત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું.
- આ નીતિની યોજના અને કાર્યક્રમો પર નજર રાખવા અને તેમને વિકસિત કરવાની દિશામાં રાષ્ટ્રીય સોફ્ટવેર ઉત્પાદન મિશનની સ્થાપના કરવામાં આવશે, જેમાં સરકાર, શૈક્ષણિક સમુદાય અને ઉદ્યોગની ભાગીદારી રહેશે.
RP
(रिलीज़ आईडी: 1567021)
आगंतुक पटल : 227