મંત્રીમંડળ

મંત્રીમંડળે કંપની વટહુકમ (બીજો સુધારો), 2019ને અધિસૂચિત કરવા માટે મંજૂરી આપી

Posted On: 19 FEB 2019 8:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની અધ્યક્ષામાં કેન્દ્રીય મંત્રીમંડળે કંપની વટહુકમ (બીજો સુધારો) 2019ને અધિસૂચિત કરવા તથા સંસદમાં આ વટહુકમને સ્થાને કથિત ખરડો પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ ખરડો કંપની કાયદા 2013 અંતર્ગત અપરાધોની સમીક્ષા કરનારી સમિતિની ભલામણો પર આધારિત છે, જેથી કંપની કાયદા 2013માં જણાવેલા કૉર્પોરેટ પ્રશાસન અને અનુપાલન રૂપરેખાના મહત્ત્વપૂર્ણ તફાવતોનો અંત લાવી શકાય અને કાયદાનું પાલન કરતાં ઉદ્યોગોનાં વેપારમાં સરળતાની સુવિધા પ્રદાન કરી શકાય. આ કાયદાનું પાલન કરવા પ્રોત્સાહન મળશે અને ઉલ્લંઘન કરનારને ગંભીર સજા ભોગવવી પડશે.

વિગતઃ

કંપની (સંશોધન) ખરડો, 2018 (જેને પછી કંપની (સંશોધન) ખરડો, 2019 નામ આપવામાં આવ્યું છે)ને 20 ડિસેમ્બર, 2018નાં રોજ લોકસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. 4 જાન્યુઆરી, 2019નાં રોજ લોકસભામાં તેનાં પર વિચાર કરવામાં આવ્યો હતો અને પસાર કરવામાં આવ્યો હતો. ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યો હતો, પણ શિયાળુ સત્ર કે બજેટ સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં તેનાં પર વિચાર ન થઈ શક્યો એટલે એ પસાર પણ ન થયો.

કુલ 29 કલમોનું સંશોધન થયું અને અગાઉનાં વટહુકમ દ્વારા બે નવી કલમો જોડવામાં આવી, જેને 2 નવેમ્બર, 2018 (2019નો 9મો વટહુકમ) તથા 12 જાન્યુઆરી, 2019 (2019નો ત્રીજો વટહુકમ)ને અધિસૂચિત કરવામાં આવ્યો.

સંશોધનોમાં તકનિક અને પ્રક્રિયા સંબંધિત નાની ભૂલો માટે સિવિલ સજાની જોગવાઈ છે. તેનાથી કૉર્પોરેટ પ્રશાસન અને અનુપાલન રૂપરેખા અંતર્ગત દરેક બાબતોની ખામીઓ દૂર કરવામાં આવશે, જેવી કેઃ

ક. 16 નાના અપરાધોની યાદી ફરી બનાવવી અને તેને સંપૂર્ણપણે સિવિલ અપરાધની કેટેગરીમાં રાખવી. તેનાથી વિશેષ ન્યાયાલયોનાં કેસની સંખ્યામાં ઘટાડો થશે.

ખ. એનસીએલટીની કેટલીક રોજિંદી કામગીરીઓને કેન્દ્ર સરકારને સ્થાનાંતરિત કરવી, જેમ કે નાણાકીય વર્ષમાં પરિવર્તન કરવા માટે અરજી અને જાહેરક્ષેત્રની કંપનીઓને ખાનગી કંપનીમાં બદલવી.

ગ. રજિસ્ટર્ડ કાર્યાલયને સંચાલિત ન કરી શકવું અને વેપાર શરૂ કરવાનું રિપોર્ટિંગ ન કરી શકવું જેવી સ્થિતિઓમાં એમનાં નામ કંપની રજિસ્ટરમાંથી દૂર કરવામાં આવશે.

ઘ. આર્થિક દંડ કરવો અને તેમાં સંશોધન કરવા માટે કડક જોગવાઈઓની સાથે નિશ્ચિત સમયગાળાને સંક્ષિપ્ત કરવો.

ચ. નિદેશકની મહત્તમ મર્યાદાનાં ઉલ્લંઘનને અયોગ્યતાનો આધાર બનાવવો.

અસર:

આ સંશોધનોથી કૉર્પોરેટ જગતને કાયદાપાલનમાં સરળતા થશે, વિશેષ અદાલતોનાં કેસોની સંખ્યામાં ઘટાડો થશે, એનસીએલટી પર કામગીરીનું ભારમ ઘટશે તથા એનો ઉચિત અમલ થશે. અત્યારે કુલ 40,000 અટકી પડેલા કેસોમાંથી 60 ટકા પ્રક્રિયાગત ખામીઓ પર આધારિત છે. તેને વિભાગની આંતરિક વ્યવસ્થામાં સ્થળાંતરિત કરવામાં આવશે અને ઉદ્યોગસાહસિકોને કાયદાનાં પાલન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ સંશોધનોનાં માધ્યમથી એનસીએલટી સમક્ષ અટકી પડેલા કેસોની સંખ્યામાં ઘટાડો થશે. વિશેષ અદાલતોનાં કેસોને પાછા ખેંચવામાં આવશે. તેના માટે સામાન્ય માફીની યોજના લાવવામાં આવશે. પ્રક્રિયા સાથે જોડાયેલા અપરાધોને ફોજદારી કેસોનાં સ્થાને સિવિલ જવાબદારીની ક્ષેણીમાં રાખવામાં આવશે.

ઉપલબ્ધ આંકડા અનુસાર પ્રક્રિયાગત ખામીઓ સાથે સંબંધિત કેસમાં નાણાકીય વિગત જમા ન કરવી અને વાર્ષિક હિસાબ રજૂ ન કરવા જેવી ભૂલો પર આધારિત છે. એવું જોવામાં આવ્યું છે કે, જો આ પ્રકારનાં કેસોની ફરીવાર યાદી બનાવવામાં આવે અને વિભાગ અંતર્ગત દંડની ચૂકવણી સાથે એને ઉકેલવાનો પ્રયાસ કરવનામાં આવે તો વિશેષ અદાલતોમાં અટકી પડેલા કેસોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થશે. તેનાથી વધારે ગંભીર કેસોની સુનાવણીમાં અસરકારક રીતે ઝડપથી પ્રગતિ થશે અને કંપની રજિસ્ટ્રારને પણ ગંભીર કેસો પર અસરકારક રીતે કાર્ય કરવાની સુવિધા મળશે. એવો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે, કાયદાઓમાં સંશોધનથી એ સુનિશ્ચિત થઈ શકે કે ન્યાય અધિકારી (કંપની રજિસ્ટ્રાર) એક નિશ્ચિત સમયમર્યાદામાં કેસોની સુનાવણી કરી નિર્ણય આપે તેનું કડકાઈથી પાલન થવું જોઈએ.

 

RP



(Release ID: 1565369) Visitor Counter : 184