મંત્રીમંડળ

મંત્રીમંડળે દિલ્હીમાં અલીપુર સ્થિત દિલ્હી દૂધ યોજનાની માલિકીનાં 1.61 એકર જમીનને કિસાન મંડી સ્થાપિત કરવા માટે નાના ખેડૂત કૃષિ વ્યાવસાય સમિતિને ભાડાપટ્ટા પર આપવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીમાં અલીપુર સ્થિત દિલ્હી દૂધ યોજનાની માલિકી ધરાવતી 1.61 એકર જમીન, ખસરા નંબર – 91/15ને કિસાન મંડી સ્થાપિત કરવા માટે નાના ખેડૂત કૃષિ વ્યવસાય સમિતિ (એસએફએસી)ને ભાડાપટ્ટા પર આપવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આ ભાડાપટ્ટાનો સમયગાળો 30 વર્ષનો હશે, જે 10 સપ્ટેમ્બર, 2014થી 9 સપ્ટેમ્બર, 2044 સુધી ગણાશે. ભાડાપટ્ટા પર આપેલા જમીનનું ભાડું દર મહિને રૂ. 100 રહેશે અને તેમાં 10 સપ્ટેમ્બર, 2014થી દર વર્ષે 10 ટકાનો વધારો માન્ય રહેશે. સંપૂર્ણ વર્ષ માટે જમીનનાં ભાડાની આગોતરી ચૂકવણી 31 જાન્યુઆરી સુધી કરવાની રહેશે.

અસરઃ

એસએફએસી દ્વારા કિસાન મંડીની સ્થાપનાથી એફપીઓ અને કૃષિ ઉત્પાદન સંઘોને જથ્થાબંધ તેમજ છૂટક વિક્રેતાઓને ફળફળાદિ અને શાકભાજીઓ વેચવાનું એક વધારાનું સુવિધાકેન્દ્ર પ્રાપ્ત થશે. એમાં દિલ્હી/એનસીઆર ક્ષેત્રનાં ખેડૂતો અને દેશનાં ઉપભોક્તાઓને લાભ મળશે.

કિસાન મંડીની મુખ્ય બાબતોઃ

  1. ફક્ત નોંધાયેલા એફપીઓ/ઉત્પાદન સંઘો (જીએ)ને જ આ સુવિધાકેન્દ્રો પર તાજા ઉત્પાદનો વેચાણની મંજૂરી આપવામાં આવશે.
  2. જથ્થાબંધ વિક્રેતા સંઘ, છૂટક વિક્રેતા, હોટેલ અને કેટરિંગ સંસ્થાઓ, રહેણાક કલ્યાણ સંઘ (આરડબલ્યુએ) અને સામાન્ય ઉપભોક્તા આ સુવિધાકેન્દ્ર સાથે ખરીદી કરી શકે છે. તેમાં કોઈ પણ દલાલ/વચેટિયા સામેલ નહીં થાય.
  3. કિસાન મંડી સાથે લેવડ-દેવડમાં વિક્રેતા કે ગ્રાહકમાંથી કોઈને પણ કમિશન આપવું નહીં પડે. ફક્ત ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે સુવિધાઓનાં ઉપયોગ માટે એફપીઓને સાધારણ ભાડું ચુકવવાનું રહેશે.
  4. જથ્થાબંધ વેચાણ કેન્દ્રોનાં માધ્યમથી કિસાન મંડી સીધો પુરવઠો પૂરો પાડવાનો પણ વિકલ્પ પ્રદાન કરશે. આ માટે ફ્રેન્ચાઇઝી મોડલ અપનાવવામાં આવશે. દિલ્હી દૂધ યોજનાનાં કેટલાક પસંદગીનાં વેચાણ કેન્દ્રોમાંથી ડુંગળ અને બટાટા જેવા મુખ્ય ઉત્પાદનોનાં વેચાણ સાથે તેની શરૂઆત કરવામાં આવશે. કિસાન મંડી ઓનલાઇન વેચાણ અને કોલ સેન્ટરોનાં માધ્યમથી સીધા વેચાણની પણ સુવિધા પ્રદાન કરશે.

પૃષ્ઠભૂમિઃ

એસએફએસી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં કૃષિ સહયોગ અને ખેડૂત કલ્યાણ વિભાગનાં વહીવટી નિયંત્રણમાં એક રજિસ્ટર્ડ સમિતિ છે. એની નોંધણી સમિતિ નોંધણી ધારા 21, 1860 અંતર્ગત કરવામાં આવી છે. એનું કાર્યક્ષેત્ર ખેડૂતોને રોકાણ, તકનિક અને બજાર સાથે જોડવાનું છે. સમિતિ ખેડૂતોનાં જૂથ બનાવવા માટે સહાયતા પ્રદાન કરે છે. આ જૂથોને ખેડૂત ઉત્પાદક સંઘ (એફપીઓ) કહેવાય છે. ખેડૂત ઉત્પાદક સંઘોને વધારે આવક મળે એ માટે બજારો સાથે જોડવામાં આવે છે. એસએફએસીએ સમગ્ર દેશમાં 650 એફપીઓને પ્રોત્સાહન આપ્યું છે. આ સંઘોમાં ખેડૂતોની સભ્ય સંખ્યા ડિસેમ્બર, 2017 સુધી 6.60 લાખ હતી. આ સંઘોમાંથી લઘુ અને સીમાંત ખેડૂતોને વધારે આવક પ્રાપ્ત કરવાની સુવિધા મળે છે. એસએફએસીએ કિસાન મંડીની સ્થાપનાનો દરખાસ્ત રજૂ કરી છે. એસએફએસી દ્વારા કિસાન મંડીની  સ્થાપનાથી એફપીઓ અને કૃષિ ઉત્પાદન સંઘોને જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓને ફળફળાદિ અને શાકભાજીઓને વેચાણ કરવા વધુ એક સુવિધાકેન્દ્ર પ્રાપ્ત થશે. એનાથી દિલ્હી/એનસીઆર ક્ષેત્રનાં ખેડૂતો અને દેશનાં ઉપભોક્તાઓને લાભ મળશે.

 

RP



(Release ID: 1564387) Visitor Counter : 210