મંત્રીમંડળ

મંત્રીમંડળે ગાયો અને તેમના વંશના સંવર્ધન, સંરક્ષણ અને વૃદ્ધિ માટે રાષ્ટ્રીય કામધેનું આયોગની સ્થાપનાને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ગાયો અને તેમના વંશના સંવર્ધન, સંરક્ષણ અને વૃદ્ધિ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

અસરો:

રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાથી દેશમાં ગાયોની વસ્તીનું સંવર્ધન, સંરક્ષણ અને વૃદ્ધિ થશે અને તેમાં સ્વદેશી જાતોના વિકાસ અને સંરક્ષણનો પણ સમાવેશ થાય છે.

તેનાથી પશુધનના ક્ષેત્રમાં વધારે વૃદ્ધિ થશે અને જે આખરે વધુ સંકલિત તેમજ મહિલાઓ, લઘુ અને મધ્યમ આવકવાળા ખેડૂતો માટે ફાયદાકારક છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગ એ કેન્દ્રીય/ રાજ્ય સરકારના પશુચિકિત્સા, પશુ વિજ્ઞાન અથવા કૃષિ યુનિવર્સિટી અથવા વિભાગો અથવા સંસ્થાનો કે જેઓ ગાયના ઉછેર, તેના સંવર્ધન, કુદરતી ખાતર, બાયોગેસ વગેરેના ક્ષેત્રમાં સંશોધનના કાર્યમાં જોડાયેલા છે તેમની સાથે મળીને કામ કરશે.

પાર્શ્વભૂમિકા:

ગાયો તથા તેમના વંશના સંવર્ધન, સંરક્ષણ અને વિકાસ માટે સ્થાપવામાં આવનાર રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દેશમાં એક નીતિગત માળખું અને ગાયોના સંવર્ધન અને વૃદ્ધિના કાર્યોની દિશામાં થતા કાર્યક્રમોને દિશા આપવાનું કામ કરશે. તે ગાયોના કલ્યાણ માટે કાયદાઓનું યોગ્ય રીતે અમલીકરણ થાય તે અંગેની પણ ખાતરી કરશે. કેન્દ્રીય બજેટ 2019-20માં કરવામાં આવેલી આયોગની જાહેરાતના સંદર્ભમાં આ આયોગની સ્થાપના કરવામાં આવનાર છે.

 

J.Khunt/RP

 



(Release ID: 1563453) Visitor Counter : 164