મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને નોર્વે વચ્ચે મહાસાગર સાથે સંબંધિત સંવાદ પર સમજૂતીને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને નોર્વે વચ્ચે ભારત-નોર્વે મહાસાગર સંવાદ પર સમજૂતીને મંજૂરી આપી દીધી છે.

લાભ :

આ સમજૂતીથી મહાસાગર સાથે સંબંધિત અર્થવ્યવસ્થાનાં વિકાસ સાથે જોડાયેલા પારસ્પરિક હિતનાં ક્ષેત્રોમાં સાથસહકારને પ્રોત્સાહન મળશે. મહાસાગર સાથે સંબંધિત અર્થવ્યવસ્થાનાં ક્ષેત્રમાં નોર્વે દુનિયાભરમાં અગ્રણી છે. એની પાસે મત્સ્યપાલન, હાઇડ્રોકાર્બન, પુનઃપ્રાપ્ય ઊર્જા, દરિયાઈ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ અને દરિયાઈ પરિવહનજેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ટેકનોલોજી અને કુશળતા છે. પ્રસ્તાવિત સમજૂતીઓ સાથે સંયુક્ત કાર્યબળ (જોઇન્ટ ટાસ્ક ફોર્સ)નાં કાર્યક્રમની અંદર તમામ હિતધારકોનાં પારસ્પરિક લાભ માટે, હાઇડ્રોકાર્બનો અને અન્ય દરિયાઈ સંસાધનોનાં ઉપયોગ સાથે બંદરનાં વ્યવસ્થાપન અને પર્યટનનાં વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. મત્સ્યપાલન અને એક્વાકલ્ચરનાં ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ સામેલ કરીને ખાદ્ય સુરક્ષાનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં એનું યોગદાન હશે. એનાથી બંને દેશો વચ્ચે લાભદાયક ઉદ્યોગો સાથે સંબંધિત વેપારવાણિજ્ય માટે એક મંચ ઉપલબ્ધ થશે. પરિણામસ્વરૂપે વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા આર્કટિક ક્ષેત્રનાં સંદર્ભમાં મહાસાગરની ઇકોસિસ્ટમનાં અભ્યાસની બાબતમાં પણ સાથસહકાર કરી શકે છે.     

 

J.Khunt/RP



(Release ID: 1563444) Visitor Counter : 171