મંત્રીમંડળ

મંત્રીમડળે બાયો ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચે થયેલી સમજૂતી કરારને મંજરી આપી

Posted On: 06 FEB 2019 9:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ફિનલેન્ડ વચ્ચે બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર હિતના આધારે સહયોગ સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતી કરારને પોતાની મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર સંશોધન વિકાસ અને નવીનતાના વ્યાપક કાર્યક્ષેત્રમાં મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગ દ્વારા શરુ કરાયેલી નવીન અને આંતરરાષ્ટ્રીય યોજના માટે ભંડોળ મેળવવા અને તેનો અમલ કરવા માટે કરવામાં આવ્યો છે.

લાભઃ

આ સમજૂતી કરાર લાંબા ગાળાનાં સંશોધન, વિકાસ અને નવીનતા માટે સહયોગ સ્થાપિત કરવા તથા ભારત અને ફિનલેન્ડનાં સંગઠનો વચ્ચે સહયોગ નેટવર્કને સ્થાપિત અને મજબૂત બનાવવામાં સહાયતા પ્રદાન કરશે. ઉચ્ચ આંતરરાષ્ટ્રીય માપદંડોની જરૂરિયાત પર આધારિત મહત્ત્વાકાંક્ષી સંયુક્ત પરિયોજનાઓને નાણાકીય પોષણ દ્વારા બંને દેશોનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરના નવીનતા લાભોને બંને દેશો સુધી પહોંચવામાં સહાયતા કરવાનો છે. એનાથી બંને દેશોનાં વૈજ્ઞાનિકો, સંશોધનકર્તાઓ અને ઉદ્યોગ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન કરવા અને જ્ઞાનનું સર્જન કરવામાં મદદ મળશે.

વિગતઃ

સહયોગનાં કેન્દ્રબિંદુ તરીકે નવીનતાની ઓળખ કરવા માટે, ડીબીટી અને બિઝનેસ ફિનલેન્ડ ભારત સરકારનાં બાયોટેકનોલોજી વિભાગનાં જાહેર ક્ષેત્રનાં સાહસ બાયો ટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાયતા પરિષદ (બીઆઈઆરએસી)ની સાથે મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગજન્ય નવીન અને આંતરરાષ્ટ્રીય યોજનાઓનાં નાણાકીય પોષણ અને તેના અમલીકરણ માટે સહયોગ કરવા પર સંમત થયાં છે. પારસ્પરિક હિતોનાં આધારે નીચેનાં સંશોધન ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે -

  1. મિશન ઇન્નોવેશન; બાયોફ્યુચર પ્લેટફોર્મ, જૈવ ઇંધણ, જૈવ ઊર્જા, બાયોમાસ આધારિત ઉત્પાદન;
  2. બાયો ટેકનોલોજીનો પર્યાવરણ અને ઊર્જા માટે ઉપયોગ;
  3. સ્ટાર્ટ-અપ અને વિકસતી કંપનીઓનાં વેપારનો વિકાસ;
  4. જીવવિજ્ઞાનમાં શૈક્ષણિક ટેકનોલોજી અને રમત-ગમત;
  5. જીવવિજ્ઞાન ઉદ્યોગનાં અન્ય ક્ષેત્ર.

પૃષ્ઠભૂમિઃ

આ સમજૂતી કરાર પર ફિનલેન્ડ પ્રજાસત્તાકની સરકાર અને ભારત સરકાર વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતી કરાર અનુસાર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમજૂતી કરાર પર 25 માર્ચ, 2008નાં રોજ હેલસિંકીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. એમાં પારસ્પરિક હિતોનાં આધારે ફિનલેન્ડ અને ભારતીય સંગઠનો વચ્ચે લાંબા ગાળાનાં સંશોધન અને વિકાસ તથા ઇન્નોવેશન (આઈએન્ડડીએન્ડઆઈ) સહયોગને પ્રોત્સાહન આપવા પર સંમતિ આપવામાં આવી હતી.

 

J.Khunt/RP



(Release ID: 1563413) Visitor Counter : 129