મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઇ-ગવર્નન્સનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની સમજૂતીને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઈ-ગવર્નન્સનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધારવાની સમજૂતીને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતીનાં ઉદ્દેશોમાં ઇ-ગવર્નન્સનાં ક્ષેત્રમાં સહયોગ અને આઈટી શિક્ષણને પ્રોત્સાહન આપવું વિવિધ ક્ષેત્રોમાં ઈ-ગવર્નન્સ ઉત્પાદનો/ઉપકરણોનાં ઉપયોગની શરૂઆત કરવી તથા તેનો અમલ કરવા ડેટા કેન્દ્રો વિસાવવા વગેરે બાબતો સામેલ છે.

પૃષ્ઠભૂમિ:

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનું એક મુખ્ય કાર્ય દ્વિપક્ષીય અને પ્રાદેશિક નેટવર્ક અંતર્ગત ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)નાં વિકસતાં ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. મંત્રાલયનાં ચિહ્નિત ક્ષેત્રોમાં માહિતીનું આદાન-પ્રદાન કરવા પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશોની સંસ્થાઓ સાથે સમજૂતી કરવામાં આવી છે.

 

RP



(Release ID: 1563049) Visitor Counter : 132