પ્રધાનમંત્રીનું કાર્યાલય

નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરીને પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હીમાં પ્રધાનમંત્રીએ ક્રાંતિમંદિર તરીકે ઓળખાતા તમામ 4 મ્યુઝિયમ યાદ-એ-જલિયાં મ્યુઝિયમ, 1857 પર મ્યુઝિયમ અને દ્રશ્યકલા મ્યુઝિયમની મુલાકાત લીધી.

Posted On: 23 JAN 2019 1:46PM by PIB Ahmedabad

સ્વતંત્રતા સંગ્રામનાં નાયકોને યાદ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પર સુભાષચંદ્ર બોઝની 122મી જન્મજયંતિનાં પ્રસંગે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મી પર બનેલા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કરું છું. જેમણે ભારત સ્વતંત્ર બને અને એક સન્માનપૂર્ણ જીવન જીવે તે માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરી હતી. અમે તેમના આદર્શોને પરિપૂર્ણ કરવા અને એક મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, આ દિવાલો ઇતિહાસનું પ્રતિબિંબ છે. આ બિલ્ડિંગમાં ભારતનાં મહાન અને બહાદૂર સપૂતો કર્નલ પ્રેમ સહગલ, કર્નલ ગુરુબક્ષ સિંઘ ધિલ્લોન અને મેજર જનરલ શાહનવાઝ ખાન પર અંગ્રેજોએ રાજદ્રોહનો કેસ ચલાવ્યો હતો. તેમણે સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મીનાં ઇતિહાસને દર્શાવતા ફોટોગ્રાફ જોયા હતાં. પ્રધાનમંત્રીએ નેતાજી અને આઇએનએ સાથે સંબંધિત ચીજવસ્તુઓ પણ જોઈ હતી, જેમ કે નેતાજીએ ઉપયોગ કરેલી વૂડન ચેર અને તલવાર, આઇએનએનાં મેડલ્સ, પટ્ટા અને યુનિફોર્મ.

પ્રધાનમંત્રીએ યાદ-એ-જલિયાં મ્યુઝિયમમાં જલિયાંવાલા બાગ નરસંહારનાં અધિકૃત ફોટોગ્રાફ, પેઇન્ટિંગ અને અખબારોનાં ક્લિપિંગ જોયા હતાં,. આ મ્યુઝિયમનો આશય મુલાકતીઓને વર્ષ 1919નાં જલિયાંવાલા બાગ નરસંહારનાં ઇતિહાસ વિશે અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોનાં ત્યાગનાં ઇતિહાસથી વાકેફ કરવાનો છે.

તેમણે 1857 – ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પરનાં મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી અને 1857નાં સ્વતંત્રતા સંગ્રામનું ઐતિહાસિક નિરૂપણ કરતાં પોર્ટ્રેયલ જોયું હતું, જે એ ગાળામાં ભારતીયોનાં ત્યાગ અને સાહસને દર્શાવે છે. આ મ્યુઝિયમ આપણાં સ્વતંત્રતા સંગ્રામનાં લડવૈયાનાં બલિદાનને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ આ જ સ્થળે દ્રશ્યકલા – મ્યુઝિયમમાં ભારતીય કળા પર પ્રદર્શનને જોયું હતું. તેમણે કહ્યું હતું કે, દ્રશ્યકલા ખાતે ગુરુદેવ ટાગોરની કલાદ્ર જોઈને કલાપ્રેમીઓ ખુશ થશે. આપણે ગુરુદેવ ટાગોરને કવિ અને લેખક તરીકે ઓળખીએ છીએ, પણ તેમણે દુનિયા કે કલા સાથે ગાઢ લગાવ હતો. તેમણે ઘણું કામ કર્યું હતું, વિવિધ વિષયોનું નિરૂપણ કર્યું હતું. ગુરુદેવનાં કામનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થયું હતું. તેમણે ટ્વીટ પણ કર્યું હતું કે, હું દ્રશ્યકલાની મુલાકાત લેવા કલાપ્રેમીઓને ખાસ વિનંતી કરીશ, જે તમને ભારતીય કલા અને સંસ્કૃતિનાં શ્રેષ્ઠ પાસાં વિશે જાણકારી આપશે. પ્રસિદ્ધ ભારતીય ચિત્રકારો રાજા રવિ વર્મા, ગુરુદેવ ટાગોર, અમૃતા શેરગિલ, અભિન્દ્રનાથ ટાગોર, નંદલાલ બોઝ, ગગનેદ્રનાથ ટાગોરે, સૈલોઝ મૂખર્જિયા અને જમિનિ રોયની કળાનું પ્રદર્શન પણ અહીં જોવા મળશે.

જ્યારે પ્રધાનમંત્રીએ સંગ્રહાલયની મુલાકાત લઈને કહ્યું હતું કે, ભારતનાં સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સંબંધિત સાથે સંબંધિત આ ચાર મ્યુઝિયમનું ઉદઘાટન કરવાની મને ખુશી છે. આ તમામ ચાર મ્યુઝિયમનું નામ ક્રાંતિ મંદિર છે. આ સંકુલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મી પર મ્યુઝિયમ, યાદ-એ-જલિયાં (જલિયાંવાલા બાગ અને પ્રથમ વિશ્વયુદ્ધ પર), 1857 – ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પર મ્યુઝિયમ અને ભારતીય કળાની ત્રણ સદીની સફર પર દ્રશ્યકળા મ્યુઝિયમ સામેલ છે, જેમાં 450 કલાત્મક કાર્ય સામેલ છે.

ક્રાંતિ મંદિર ક્રાંતિનાં જુસ્સા અને આપણાં સ્વતંત્રતા સેનાનીઓનાં સાહસને શ્રદ્ધાંજલિ છે. પ્રજાસત્તાક દિવસ અગાઉ આ આપણાં સમૃદ્ધ ઇતિહાસ અને આપણાં યુવા તેમજ નાગરિકોની દેશભક્તિની ભાવનાને ગાઢ બનાવે છે.

NP/J.Khunt/GP



(Release ID: 1561121) Visitor Counter : 372