મંત્રીમંડળ

મંત્રીમંડળે નવીન અને નવીનીકરણીય ઊર્જાનાં ક્ષેત્રમાં તકનીકી દ્વિપક્ષીય સહયોગ પર ભારત અને ફ્રાંસ વચ્ચેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 10 JAN 2019 8:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નવીન અને નવીનીકરણ ઊર્જાનાં ક્ષેત્રમાં તકનીકી દ્વિપક્ષીય સહયોગ પર ભારત અને ફ્રાંસ વચ્ચેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર 3 ઓક્ટોબર, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

મુખ્ય બાબતો

ભારત અને ફ્રાંસનો લક્ષ્યાંક પારસ્પરિક લાભ, સમાનતા અને પારસ્પરિકતાનાં આધારે નવીન અને નવીનીકરણ ઊર્જા સાથે સંબંધિત મુદ્દાઓ પર ટેકનિકલ દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થઆગત સંબંધ સુનિશ્ચિત કરવાનો નક્કર આધાર સ્થાપિત કરવાનો છે.

સંશોધન સાથે જોડાયેલા સંયુક્ત કાર્યદળ, પ્રાયોગિક આધાર (પાયલોટ) પર ચાલતી યોજનાઓ, ક્ષમતા નિર્માણ કાર્યક્રમ, સંશોધન માટે પ્રવાસ (સ્ટડી ટૂર), કેસ સ્ટડી અને અનુભવ/કુશળતા વહેંચવા માટે ટેકનિકલ કામગીરીનાં સહયોગનાં દાયરામાં આવશે.

લાભ

એમઓયુથી ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધારવામાં મદદ મળશે.

 

RP



(Release ID: 1559505) Visitor Counter : 148