મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્વાઝિલેન્ડને કરવેરા સંબંધિત સહાયતા આપવા માટે વિચારાર્થ વિષય (ટીઓઆર) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 10 JAN 2019 8:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સ્વાઝિલેન્ડ (એનું નવું નામ ઇસ્વાતિનીછે) વચ્ચે સીમાવિહિન કર નિરીક્ષક કાર્યક્રમઅંતર્ગત સ્વાઝિલેન્ડને કરવેરા સંબંધિત સહાયતા આપવા માટે પ્રસિદ્ધ ભારતીય નિષ્ણાતની ભાગીદારી સાથે સંબંધિત વિચારાર્થ વિષય (ટીઓઆર) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

મુદ્દાવાર વિગતો

  1. સીમાવિહિન કર નિરીક્ષક (ટીઆઈડબલ્યુબી) કાર્યક્રમઅંતર્ગત ભારત સરકાર અને ઈસ્વાતિની સામ્રાજ્યની સરકાર દ્વારા એક ભારતીય નિષ્ણાતની પારસ્પરિક રીતે પસંદગી કરવામાં આવી છે.
  2. વિચારાર્થ વિષય સાથે ટીઆઈડબલ્યુબી કાર્યક્રમ અંતર્ગત ઇસ્વાતિનીને કરવેરા સાથે સંબંધિત સહાયતા આપવા માટે પ્રસિદ્ધ ભારતીય નિષ્ણાતની ભાગીદારી સાથે જોડાયેલી શરતોને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવશે.

મુખ્ય અસર:

ટીઆઈડબ્લ્યુબી કાર્યક્રમ અંતર્ગત ભારતીય નિષ્ણાતની ભાગીદારી સાથે વિકાસશીલ દેશોમાં કરવેરા સંબંધિત બાબતોમાં ક્ષમતા નિર્માણ કરવામાં ભારત દ્વારા સહયોગને પ્રોત્સાહન મળશે.      

પૃષ્ઠભૂમિ:

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈસીડી) દ્વારા સંયુક્ત સ્વરૂપે શરૂ કરવામાં આવેલી સીમાવિહિન કર નિરીક્ષક (ટીઆઈડબલ્યુબી) કાર્યક્રમનો ઉદ્દેશ ઓડિટ ક્ષમતાને મજબૂત કરીને રાષ્ટ્રીય કરવેરા વહીવટી માળખાને મજબૂત કરવા માટે વિકાસશીલ દેશોને જરૂરી સહયોગ આપવાનો તથા અન્ય દેશો સાથે આ માહિતીને વહેંચવાનો છે. ટીઆઈડબલ્યુબી કાર્યક્રમનો ઉદ્દેશ વિકાસશીલ દેશોનાં ટેક્સ ઓડિટરોને જરૂરી ટેકનિકલ જાણકારીઓ અને કૌશલ્ય હસ્તાંતરિત કરવાની સાથે-સાથે આ ટેક્સ ઓડિટરોની સાથે સામાન્ય ઓડિટ પદ્ધતિઓ અને જ્ઞાન સંસાધનોનાં પ્રચાર-પ્રસારને વહેંચી આ દેશોની કરવેરાની વહીવટી વ્યવસ્થાને મજબૂત કરવાનો છે. ટીઆઈડબલ્યુબી કાર્યક્રમ કરવેરા સાથે સંબંધિત બાબતો પર સહયોગ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા થઈ રહેલાં પ્રયાસોનાં પૂરક સ્વરૂપે છે અને સાથે આ વિકાસશીલ દેશોની સ્થાનિક કરવેરા સાથે સંબંધિત પ્રયાસોમાં યોગદાન પણ કરે છે. ભારત વિકાસશીલ દેશોમાં કરવેરા સાથે સંબંધિત બાબતોમાં ક્ષમતા નિર્માણ માટે જરૂરી સહયોગ આપી રહ્યો છે. જોકે ભારત આ સંદર્ભમાં વૈશ્વિક સ્તરે અગ્રણી હોવાથી ભારત કરવેરા સંબંધિત બાબતોમાં દક્ષિણ-દક્ષિણ સહયોગ અથવા વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

 

RP


(Release ID: 1559503) Visitor Counter : 220