મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ડેન્માર્ક વચ્ચેના દરિયાઈ મુદ્દા પરના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 10 JAN 2019 8:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ડેન્માર્ક વચ્ચેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર જાન્યુઆરી 2019માં ડેન્માર્કના ડબ્લ્યુઆઈપીની આગામી ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવે તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

લાભો

આ સમજૂતી કરારો પર હસ્તાક્ષર થતા બંને દેશો માટે દ્વિપક્ષીય સહયોગ માટેના નીચે મુજબના અનેક ક્ષેત્રોને ખેડવા માટેનો માર્ગ મોકળો થશે.

  • ભારત અને ડેન્માર્કના દરિયાઈ ક્ષેત્રો વચ્ચે સરહદપારના સહયોગ અને રોકાણને સુવિધા પૂરી પાડવી;
  • ગુણવત્તાયુક્ત શીપીંગ માટે પારસ્પરિક ક્ષમતાઓને સુધારવા માટે બંને દેશોને તજજ્ઞો, પ્રકાશનો, માહિતીઓ, આંકડાઓ અને માહિતીઓના આદાન-પ્રદાન કરવા સક્ષમ બનાવવા; ગ્રીન મેરીટાઈમ ટેકનોલોજી અને જહાજનિર્માણના ક્ષેત્રમાં સહયોગ; ઇન્ડિયન રજીસ્ટર ઑફ શીપીંગ (આઈઆરએસ)ને નામાંકિત સંસ્થા (આરઓ)નો દરજ્જો આપવો; દરિયાઈ તાલીમ અને શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ;
  • મર્ચન્ટ શીપીંગ અને દરિયાઈ પરિવહનને લગતી બાબતોના ક્ષેત્રમાં સંતુલિત સહયોગ માટે સંશોધન અને વિકાસ;
  • તે બંને દેશો માટે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તર પર પારસ્પરિક હિતોની તકોમાં રહેલા સહયોગને વધુ આગળ વધારશે અને તેને ઊંડો બનાવશે.

પૂર્વભૂમિકા:

ડેન્માર્ક એ ભારતના મહત્વના વેપારી ભાગીદાર દેશોમાંનો એક મહત્વનો દેશ છે. ભારતમાં નિકાસ કરવામાં આવતા મુખ્ય ડેનીશ ઉત્પાદનોમાં મેડિસીન/ફાર્માસ્યુટિકલ સામાન, પાવર જનરેટીંગ મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, લોહ અયસ્ક, ઓર્ગેનિક કેમિકલ વગેરેનો સમાવેશ થાય છે. ડેન્માર્કને નિકાસ કરવામાં આવતા ભારતના મુખ્ય ઉત્પાદનોમાં કપડાઓ, ટેક્સ્ટટાઈલ/ફેબ્રિક/યાર્ન, માર્ગવાહનો અને તેના ઘટકો, ધાતુ ઉત્પાદો, લોખંડ અને સ્ટીલ, જૂતા અને પ્રવાસનો સામાનનો સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વધારવા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ અને સંગઠનની ખાતરી આપવા માટે ડેન્માર્ક સાથે એક દ્વિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવે તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

 

RP



(Release ID: 1559502) Visitor Counter : 162