મંત્રીમંડળ
મંત્રીમંડળે પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજનાનાં શ્રેષ્ઠ અમલ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીનું પુનર્ગઠન ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ’ તરીકે કરવા માટે મંજૂરી આપી
Posted On:
02 JAN 2019 5:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નાં શ્રેષ્ઠ અમલીકરણ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીનું પુનર્ગઠન ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ’ સ્વરૂપે કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ મંજૂરી સાથે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સી ભંગ કરવામાં આવી છે અને એનાં સ્થાને પરિવાર અને કલ્યાણ મંત્રાલય સાથે સંબંધિત કાર્યાલય સ્વરૂપે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ બનાવવામાં આવ્યું છે.
હાલનાં નિર્ણય લેવાનાં બહુસ્તરીય માળખાનાં સ્થાને ગવર્નિંગ બોર્ડ બનાવવામાં આવ્યું છે. ગવર્નિંગ બોર્ડનાં અધ્યક્ષ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હશે. ગવર્નિંગ બોર્ડ યોજનાની કામગીરીને સારી રીતે આગળ વધારવા માટે આવશ્યક ઝડપથી ગતિથી નિર્ણય લેવામાં સહાયક હશે. ગવર્નિંગ બોર્ડની રચના વ્યાપક છે તથા એમાં સરકાર અને ક્ષેત્ર વિશેષનાં નિષ્ણાતોને ઉચિત પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગવર્નિંગ બોડીમાં વારાફરતી રાજ્યોને પ્રતિનિધિત્વ મળશે.
કોઈ નવા ભંડોળની મંજૂરી આપવામાં આવી નથી. આઇટી, માનવ સંસાધન, માળખાગત રચના, સંચાલનનાં ખર્ચ સહિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સી માટે અગાઉ મંજૂર કરેલ હાલનાં બજેટનો ઉપયોગ પ્રસ્તાવિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ દ્વારા કરવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ સક્ષમ, અસરકારક અને પારદર્શક રીતે નિર્ણય લેવાની પ્રક્રિયાનાં માધ્યમથી પીએમ-જેએવાયને લાગુ કરવા માટે જવાબદાર અને અધિકૃત હશે.
RP
(Release ID: 1558310)