પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી પાર્ટનર્સ ફોરમ 2018નું ઉદઘાટન કરશે

Posted On: 11 DEC 2018 12:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 12 ડિસેમ્બરનાં રોજ ચોથી પાર્ટનર્સ ફોરમનું ઉદઘાટન કરશે. મેટરનલ, ન્યૂબોર્ન એન્ડ ચાઇલ્ડ હેલ્થ (પીએમએનસીએચ) માટે ભાગીદારી સાથે જોડાણમાં ભારત સરકારે 12 અને 13 ડિસેમ્બર, 2018નાં રોજ બે દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું છે, જેમાં દુનિયાનાં 85 દેશોનાં આશરે 1500 લોકો ભાગ લેશે. આ સંમેલનનો ઉદ્દેશ મહિલા, બાળકો અને કિશોરોનાં સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો કરવાના મુદ્દે ચર્ચાવિચારણા કરવાનો છે. આમંત્રિત દેશોની પસંદગી દુનિયાનાં તમામ વિસ્તારો અને આવકનાં તમામ સ્તરો ધરાવતા દેશોમાંથી કરવામાં આવી છે તેમજ હાલ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, જી7, જી20, બ્રિક્સ વગેરે)નાં અધ્યક્ષ દેશો સામેલ છે.

આંતરરાષ્ટ્રીય ઉચ્ચ સ્તરનાં બહુદેશીય, બહુપક્ષીય શ્રેણીબદ્ધ કાર્યક્રમોની આ ચોથી સીરિઝનો ઉદ્દેશ મહિલાઓ, બાળકો અને કિશોરો સાથે સંબંધિત મુદ્દાઓ માટે આંતરરાષ્ટ્રીય કામગીરીને જાળવવાનો છે. પાર્ટનર્સ ફોરમનું સંચાલન તરીકે મેટરનલ, ન્યૂબોર્ન એન્ડ ચાઇલ્ડ હેલ્થ (પીએમએનસીએચ)નું પ્રતિનિધિમંડળ કરશે, જેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પી નડ્ડા, પીએમએનસીએચનાં બોર્ડનાં ભૂતપૂર્વ ચેરમેન અને ચિલેનાં પ્રમુખ ડૉ. મિશેલ બેશલેટ તથા પ્રસિદ્ધ અભિનેત્રી અને યુનિસેફનાં ગૂડવિલ એમ્બેસેડર સુશ્રી પ્રિયંકા ચોપરા 11 એપ્રિલ, 2018ના રોજ કર્ટન રેઇઝર દરમિયાન પ્રધાનમંત્રીને મળ્યાં હતાં, જેમાં પ્રધાનમંત્રીએ અનુગ્રહપૂર્વક પીએમએનસીએચ ફોરમનાં સંરક્ષક બનવા સંમતિ આપી હતી.

પાર્ટનર્સ ફોરમ સપ્ટેમ્બર, 2005માં શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય ભાગીદારી છે, જેનો ઉદ્દેશ બાળ અને માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો કરવાનો, કિશોરો, બાળકો, નવજાત બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય સુધારવાનો છે. આ ભાગીદારીમાં 1,Ó00થી વધારે સભ્યો છે, જેઓ 92 દેશોનાં 10 ક્ષેત્રોનાં છે. અકાદમિક, સંશોધન અને તાલીમ સંસ્થાઓ, દાતાઓ અને ફાઉન્ડેશન, સ્વાસ્થ્યની સારસંભાળ રાખનાર વ્યાવસાયિકો, બહુપક્ષીય સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ, પાર્ટનર દેશો, વૈશ્વિક ધિરાણ વ્યવસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર.

અગાઉની બેઠકો દક્ષિણ આફ્રિકાનાં જ્હોનિસબર્ગ (2014), ભારતમાં નવી દિલ્હી (2010) અને તાન્ઝાનિયાનાં દાર-એસ-સલામ (2007)માં યોજાઈ હતી. ભારત બીજી વાર પાર્ટનર્સ ફોરમનું યજમાન બન્યો છે.

પીએમએનસીએચનો લક્ષ્યાંક આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સમુદાયને સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી), ખાસ કરીને દરેક મહિલા દરેક બાળક (ઇડબલ્યુઇસી) અભિયાનને સમર્થન આપવા મહિલાઓનાં બાળકો અને કિશોરો માટેની વ્યુહરચનામાં ઉલ્લેખિત સ્વાસ્થ્ય સાથે સંબંધિત એસડીજીને હાંસલ કરવા સફળતાપૂર્વક કામ કરવાનો છે.

પાર્ટનર્સ ફોરમનો કાર્યક્રમ જીવંતતા - સમૃદ્ધિ – પરિવર્તન (Suvive - Thrive - Transform)ની આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાનાં ઉદ્દેશોની સાથે તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ચાર ઉચ્ચસ્તરીય સંપૂર્ણ સત્રો સામેલ હશે, જે રાજકીય નેતૃત્વ, બહુક્ષેત્રીય કામગીરી, જવાબદારી અને ભાગીદારીની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. દરેક ઉચ્ચસ્તરીય સંપૂર્ણ સત્ર પછી છ પૂરક સત્રોનું આયોજન થશે, જે ફોરમના વિવિધ મુખ્ય વિષયોને વધારે વિસ્તૃત ચર્ચા કરવા માટેની તક પ્રદાન કરશે.

ફોરમ 12 સફળતાના પરિબળોનાં અભ્યાસનાં તારણો પ્રસ્તુત કરશે અને ચકાસશે, જેમાં વિવિધ દેશો મહિલાઓ, બાળકો અને કિશોરોનાં સ્વાસ્થ્યને સુધારવા તમામ ક્ષેત્રોમાં કેવી રીતે જોડાણ કરી શકે એ દર્શાવવામાં આવ્યું છે. આ અભ્યાસને બીએમજે (બ્રિટિશ મેડિકલ જર્નલ તરીકે જાણીતા)ના વિશેષ પાર્ટનર્સ ફોરમ સંસ્કરણમાં પ્રકાશિત કરવામાં આવશે અને તેનો બહોળો પ્રચાર થશે.

પાર્ટનર્સ ફોરમ છ ક્ષેત્રોમાં આ તારણો રજૂ કરશેઃ આફ્રિકા, પૂર્વ ભૂમધ્યસાગરનાં દેશો, યુરોપ, અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને પશ્ચિમ પ્રશાંત, જેના છ વિષયો આ મુજબ છેઃ

1. પ્રારંભિક બાળપણનો વિકાસ (જર્મની અને ચિલી);

2. કિશોર વયનાં બાળકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી (અમેરિકા અને ઇન્ડોનેશિયા);

3. સેવાઓમાં ગુણવત્તા, સમાનતા અને પ્રતિષ્ઠા (Quality, Equity and Dignity - QED) (ભારત અને કંબોડિયા);

     ૦ ભારતમાંથી મિશન ઇન્દ્રધનુષની QED વિષય હેઠળનાં અભ્યાસમાં પસંદગી કરવામાં આવી છે.

4. જાતિય અને પ્રજોત્પાદન સ્વાસ્થ્ય (માલાવી અને મલેશિયા) અને;

5. મહિલાઓ, કન્યાઓ અને સમુદાયોનું સશક્તિકરણ (દક્ષિણ આફ્રિકા અને ગુએટમાલા); અને

6. માનવતાવાદી અને નાજુક સ્થિતિ (સિએરા લિઓની અને અફઘાનિસ્તાન)

 

NP/J.Khunt/RP



(Release ID: 1555540) Visitor Counter : 231