મંત્રીમંડળ

મંત્રીમંડળે પૃથ્વી વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ પર ભારત અને અમેરિકા વચ્ચેનાં સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 06 DEC 2018 9:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને પૃથ્વી વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ પર ભારત અને અમેરિકા વચ્ચેનાં સમજૂતી કરારની જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતી પર 1 નવેમ્બર, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

 

ભારત અને અમેરિકા વચ્ચેનાં સહયોગથી બંને દેશોની સંસ્થાઓ પાસે ઉપલબ્ધ કુશળતાને વહેંચવામાં મદદ મળશે અને પૃથ્વી વિજ્ઞાનનાં ક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી શકાશે. સહયોગથી વિશેષ ક્ષેત્રોમાં ઇકો સિસ્ટમ, જળવાયુ અસ્થિરતા અને ભૂમિ ઉપયોગ પરિવર્તનો, ઊર્જા, ખનિજ સંપત્તિ, પર્યાવરણ, કુદરતી સંકટો, જોખમ અને મૂલ્યાંકન દ્રઢતા, જળ સંસાધન, ઇન્ફોર્મેટિક્સ અને ડેટા એકત્રીકરણનાં ક્ષેત્રો સામેલ છે. આ સમજૂતી કરાર અંતર્ગત ટેકનિકલ સૂચનાઓનું આદાનપ્રદાન, યાત્રાઓ, તાલીમ અને આ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ચાલુ સંશોધન કાર્યક્રમોનાં માધ્યમથી સહયોગ કરવામાં આવશે.

 

RP



(Release ID: 1555052) Visitor Counter : 152