મંત્રીમંડળ

મંત્રીમંડળે અન્ય પછાત જાતિઓની મધ્યસ્થ યાદીના પેટા-વર્ગીકરણની બાબત તપાસવા માટે રચવામાં આવેલા પંચની મુદત 31 મે, 2019 સુધી લંબાવી

Posted On: 22 NOV 2018 1:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે અન્ય પછાત જાતિઓના પેટા-વર્ગીકરણની બાબત તપાસવા માટે રચાયેલા પંચની 30 નવેમ્બર, 2018ના રોજ પૂરી થઈ રહેલી મુદતને વધુ 6 માસ માટે લંબાવીને તા. 31 મે, 2019 સુધીની કરી.

પંચે રાજ્ય સરકારો, રાજ્યના પછાત વર્ગો સાથે સંકળાયેલા કમિશનો, વિવિધ જાતિઓના સંગઠનો અને સામાન્ય જનતા માટે વિસ્તૃત બેઠકો કરી છે અને આ મુદ્દે અન્ય પછાત વર્ગોને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં મળેલા પ્રવેશ અંગેની જ્ઞાતિવાર નોંધણી મેળવી છે. કેન્દ્ર સરકારના વિભાગો અને કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના સાહસો, જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાંકિય સંસ્થાઓમાં કરાયેલી ભરતીના પણ વિગતવાર આંકડાઓ મેળવ્યા છે.

આ બધી માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે પેટા-વર્ગીકરણની યાદી અને તેનો અહેવાલ તૈયાર થાય તે પહેલાં રાજ્યો અને તેમના પછાત વર્ગના કમિશનો સાથે ચર્ચાનો એક તબક્કો યોજાય તે જરૂરી છે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1553533) Visitor Counter : 205