મંત્રીમંડળ

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અંતર્ગત એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમનાં સભ્ય સ્વરૂપે ભારતનાં જોડાણ વિશે મંત્રીમંડળને જાણકારી આપવામાં આવી

Posted On: 08 NOV 2018 8:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઈઈએ) અંતર્ગત એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ (એએમએફ ટીસીપી)નાં સભ્ય સ્વરૂપે ભારતનાં જોડાણ વિશે જાણકારી આપવામાં આવી છે. ભારત 9 મે, 2018નાં રોજ આ પ્રોગ્રામનાં સભ્ય સ્વરૂપે સામેલ થયું હતું. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની રૂપરેખા અંતર્ગત એએમએફ ટીસીપી કામ કરે છે, જેની સાથે ભારતને એનાં જોડાણનો દરજ્જો 30 માર્ચ, 2017થી પ્રાપ્ત થયો છે.

વિગતઃ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એએમએફ ટીસીપી સાથે જોડાણનો મુખ્ય લક્ષ્યાંક એડવાન્સ મોટર ફ્યુઅલ/વૈકલ્પિક ઇંધણોને બજારમાં પ્રસ્તુત કરવાની પ્રક્રિયા સુવિધાજનક બનાવવાનો છે, જેથી ઉત્સર્જન ઓછું થાય અને સાથે સાથે પરિવહન ક્ષેત્રમાં ઉચ્ચ ઇંધણદક્ષતા પ્રાપ્ત થઈ શકે. એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમમાંથી ઈઁધણનું વિશ્લેષણ કરવા, પરિવહન ક્ષેત્રમાં ઉપયોગ માટે નવા/વૈકલ્પિક ઇંધણોની ઓળખ કરવા અને ઇંધણનાં વિસ્તૃત ક્ષેત્રોમાં ઉત્સર્જનનો ઘટાડો કરવા માટે સંબંધિત સંશોધન અને વિકાસ (આરએન્ડડી) કામગીરીઓની જાણકારી મેળવવાની તક પણ મળશે.

એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ સાથે સંબંધિત સંશોધન અને વિકાસ કાર્યને સંલગ્ન (એનેક્સ) નામની વ્યક્તિગત યોજનાઓ અંતર્ગત હાથ ધરવામાં આવે છે. વિગત વર્ષો દરમિયાન મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ અંતર્ગત 50થી વધારે સંલગ્નકની શરૂઆત થઈ છે અને અગાઉનાં સંલગ્નકોમાં અનેક ઇંધણો, જેમ કે પુનર્નિરુપિત ઇંધણો (ગેસોલીન અને ડીઝલ), જૈવિક ઇંધણો (ઇથેનોલ, બાયોડીઝલ વગેરે), કૃત્રિમ ઇંધણો (મિથેનોલ, ફિશર-ટોપ્ચ, ડીએમઈ વગેરે) અને ગેસયુક્ત ઇંધણોને આવરી લેવામાં આવ્યાં છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને વાહન પરીક્ષણ એજન્સીઓ જેમ કે, એઆરએઆઈ, સીઆઈઆરટી, આઈસીએટી વગેરે પાસે અત્યાધુનિક સુવિધાઓ છે અને એની સાથે સંસાધન પણ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં જોડાણ ધરાવતાં સંલગ્નકોમાં યોગદાન આપશે.

પ્રધાનમંત્રીએ ઊર્જા સંગમ, 2015’માં વર્ષ વર્ષ 2022 સુધી ઊર્જા ક્ષેત્રમાં થતી આયાતમાં ઓછામાં ઓછો 10 ટકાનો ઘટાડો કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક વિસ્તૃત કાર્યયોજના પ્રસ્તુત કરવામાં આવી છે, જેમાં જૈવ ઇંધણો અને એડવાન્સ/વૈકલ્પિક ઇંધણોની સાથે સાથે ઈઁધણદક્ષતા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ સાથે જોડાવાથી પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયને પરિવહન ક્ષેત્ર માટે ઉચ્ચ ક્ષમતા અને ઓછુ ઉત્સર્જન કરતાં ઉચિત ઇંધણોની ઓળખ કરવામાં અને એનો ઉપયોગ કરવામાં મદદ મળશે.

ભારત સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ – 2018 જાહેર કરી છે, જેમાં એડવાન્સ જૈવિક ઇંધણો, જેમકે 2જી ઇથેનોલ, જૈવિક-સીએનજી, જૈવિક મિથેનોલ, ડ્રોપ-ઇન ઇંધણો, ડીએમઈ વગેરે ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પર વિશેષ ભાર મૂકવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ એડવાન્સ ઇંધણોને વિવિધ પ્રકારનાં નકામાં પદાર્થો જેમ કે પાકનાં અવશેષ, નગર નિગમનો ઘન કચરો, ઔદ્યોગિક કચરો, કચરામાંથી નીકળતાં વાયુઓ, ખાદ્ય કચરો, પ્લાસ્ટિક વગેરેમાંથી તૈયાર કરી શકાય છે. તેમાંથી કેટલાંક એડવાન્સ જૈવિક ઇંધણોનો સફળતાપૂર્વક ઉપયોગ અમુક દેશોમાં થઈ રહ્યો છે, પણ ભારત હજુ પરિવહન ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવાની રાહ જોઈ રહ્યો છે. આ એડવાન્સ ઇંધણ હાલ આપણાં દેશમાં વિકાસનાં પ્રાથમિક તબક્કાઓમાં છે અને આપણી ઊર્જા સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આ ઇંધણોનો એક લાભદાયક વિકલ્પ બનાવવા માટે વિસ્તૃત સંશોધન અને વિકાસની જરૂર છે. એડવાન્સ મોટર ફ્યુઅલ સહયોગ કાર્યક્રમ સાથે જોડાણ થવાથી પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયને નજીકનાં ભવિષ્યમાં પરિવહન ક્ષેત્રમાં ઉપયોગ માટે અનુકૂળ ગણાતાં  એડવાન્સ જૈવિક ઇંધણોની ઓળખ કરવામાં મદદ મળશે. આ પ્રકારનાં મામલાઓમાં એડવાન્સ જૈવિક ઇંધણોનો ઉપયોગ કરનાર સભ્ય દેશોનો અનુભવ પણ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયને કામ આવશે.

એએમએફ ટીસીપી સાથે જોડાવાનાં ફાયદાઓમાં સંયુક્ત ખર્ચ અને એકત્રિત ટેકનિક સંસાધન સામેલ છે. આ અંતર્ગત હાથ ધરાયેલા પ્રયાસોમાં પુનરાવર્તનની જરૂર પડતી નથી અને સાથે સાથે રાષ્ટ્રીય સંશોધન અને વિકાસ સંબંધિત ક્ષમતાઓ મજબૂત થાય છે. આ ઉપરાંત અપનાવવામાં આવતાં સર્વોત્તમ રીતો સાથે જોડાયેલી સૂચનાઓ અને સંશોધનકર્તાઓનાં નેટવર્કનું આદાનપ્રદાન થાય છે અને સાથે સાથે સંશોધનને વ્યવહારિક અમલીકરણ સાથે જોડવાનું સંભવ બને છે. જીવાશ્મ ઇઁધણોની આયાતનાં ઉપયોગમાં અત્યાધુનિક જૈવિક ઇંધણો અને અન્ય વાહન ઇંધણોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભારત આ કાર્યક્રમનો સભ્ય બન્યાં પછી આ ઇઁધણો સાથે સંબંધિત પોતાને રસ હોય એવા અન્ય ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ કાર્ય શરૂ કરશે.

પૃષ્ઠભૂમિઃ

 ‘એએમએફ ટીએસપીસ્વચ્છ અને અપેક્ષાકૃત વધારે ઊર્જાદક્ષ ઇંધણો અને વાહન ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સંબંધિત દેશો વચ્ચે સહયોગ સ્થાપિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.  એએમએફ ટીએસપીની કામગીરીઓ સંશોધન અને વિકાસ, અત્યાધુનિક મોટર ઇંધણોનાં ઉપયોગ અને પ્રચાર-પ્રસાર સાથે સંબંધિત છે અને એનાં અંતર્ગત ઉત્પાદન, વિતરણ અને સંબંધિત પાસાઓનાં અંતિમ ઉપયોગને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત ઢંગ સાથે પરિવહન ઇંધણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવામાં આવે છે.

ભારત સરકારનાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય 9 મે, 2018ને એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી કોલાબોરેશન પ્રોગ્રામ સાથે એનાં 16મા સભ્ય સ્વરૂપે જોડાયો છે. એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી કોલાબોરેશન પ્રોગ્રામનાં અન્ય સભ્યોમાં અમેરિકા, ચીન, જાપાન, કેનેડા, ચિલી, ઇઝરાયેલ, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વીડન, ફિનલેન્ડ, ડેન્માર્ક, સ્પેન, કોરિયા ગણરાજ્ય, સ્વિટ્ઝર્લેન્ડ અને થાઈલેન્ડ સામેલ છે.

 

RP



(Release ID: 1552195) Visitor Counter : 344