મંત્રીમંડળ

મંત્રીમંડળે ગુનાખોરી અંગેની બાબતોમાં પરસ્પરને કાનૂની સહાય પૂરી પાડવાના ભારત અને મોરોક્કો વચ્ચેના કરારને મંજૂરી આપી

Posted On: 01 NOV 2018 12:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે ગુનાખોરી બાબતે પરસ્પરને કાનૂની સહાય આપવા અંગે થયેલા કરારને મંજૂરી આપી છે.

લાભ:

આ કરારથી ભારત અને મોરોક્કો વચ્ચે દ્વિપક્ષી સહયોગ માટેનું વ્યાપક માળખુ તૈયાર થશે. જે અંતર્ગત ગુનાઓની તપાસ, ફરિયાદ, જપ્તી, નિયંત્રણ તથા ગુનામાં વપરાયેલાં સાધન-સામગ્રીની જપ્તી કરવામાં કે ગુનાખોરીને ખતમ કરવામાં વ્યાપક મદદ મળશે. તેનો ઉદ્દેશ તપાસની અસરકારકતામાં સુધારો કરવાનો તથા ગુનાખોરી સામે કાર્યવાહી કરવાનો તેમજ જરૂરી શાંતિદાયક વાતાવરણ પૂરૂ પાડવાનો છે, જે સમાજના વિકાસ માટેની પૂર્વ શરત છે. વધુમાં તેનાથી ગુનેગારો અને આતંકવાદીઓની સંગઠિત ગુનાઓની કાર્ય પદ્ધતિ અંગે વધુ સારી માહિતી તથા સમજ પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને તેના વડે આંતરિક સુરક્ષા માટે નીતિ વિષયક નિર્ણયોને ધારદાર બનાવી શકાશે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1551558) Visitor Counter : 184