મંત્રીમંડળ
મંત્રીમંડળે બ્રિક્સ દેશો વચ્ચે સામાજિક અને શ્રમ ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
24 OCT 2018 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સામાજિક અને શ્રમ ક્ષેત્રમાં સહયોગનાં કરારને પુરોગામી અસર સાથે મંજૂરી આપી દીધી છે. આ દેશો વચ્ચે 3 ઓગસ્ટ, 2018નાં રોજ બ્રિક્સ દેશોનાં શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક દરમિયાન એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયાં હતાં.
વિગતઃ
સમજૂતી કરાર મારફતે ભારત સહિત તમામ સહયોગી દેશોએ શ્રમ કાયદો બનાવવા અને તેનો અમલ કરવા તથા અસુરક્ષિત શ્રમિક વર્ગનું ખાસ ધ્યાન રાખીને તમામ શ્રમિકોનાં અધિકારોનું સંરક્ષણ કરવા, રોજગાર અને શ્રમ બજાર નીતિઓ, રોજગારલક્ષી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને તાલીમ તથા સામાજિક સુરક્ષાનાં ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ પર સંમતિ પ્રકટ કરી છે. સભ્ય દેશ સામાજિક સુરક્ષા અને શ્રમિકો સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર સહયોગ માટે બ્રિક્સ દેશોનાં શ્રમ સંશોધન સંસ્થાઓ અને સામાજિક સુરક્ષા સહયોગ માળખાગત કાર્યનો ઉપયોગ કરી શકે છે. આ સમજૂતી કરાર આંતરરાષ્ટ્રીય સંધિ નથી, એટલે એની સાથે સંબંધિત પક્ષો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો અમલ કરે એ જરૂરી નથી.
મુખ્ય અસરઃ
નવી ઔદ્યોગિક ક્રાંતિનાં ગાળામાં આ કરાર બ્રિક્સનાં સભ્ય દેશોનાં સંપૂર્ણ વિકાસ અને સહિયારી સમૃદ્ધિનાં સમાન ઉદ્દેશોની પ્રાપ્તિ માટે સહયોગ, ભાગીદારી અને શ્રેષ્ઠ તાલમેળની સક્ષમ કાર્યપ્રણાલી ઉપલબ્ધ કરાવશે. આ સભ્ય દેશોને શ્રમ અને રોજગાર તથા સામાજિક સુરક્ષા અને સામાજિક હિતો સાથે સંબંધિત કાર્યક્રમો લાગુ કરવા તથા એની સાથે સંબંધિત જાણકારીઓ વહેંચવામાં મદદરૂપ પણ થશે. એનાં માધ્યમથી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર – બ્રિક્સ દેશોનાં શ્રમ સંસ્થાઓનાં નેટવર્ક સાથે જોડાઈ શકશે. તેમાં ભારતનાં વી. વી. ગીરી રાષ્ટ્રીય શ્રમ સંસ્થા પણ સામેલ છે. આ નેટવર્ક મારફતે યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવા અને રોજગારનાં નવા પ્રકારની જાણકારી મેળવવા માટે સંશોધન કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. એનાં માધ્યમથી ક્ષમતા વિકાસ, સૂચનાઓનું આદાન-પ્રદાન, વર્ચ્યુઅલ નેટવર્ક અને શીખવાની નવી ટેકનિકો વચ્ચે સામાજિક સુરક્ષા સહયોગ વધારવા તેમજ સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓ અને સામાજિક સુરક્ષા સાથે સંબંધિત કરારોને વધારે શ્રેષ્ઠ બનાવવામાં સહયોગ ગાઢ કરશે.
પૃષ્ઠભૂમિઃ
બ્રિક્સ દેશોનાં રોજગાર કાર્યજૂથની બીજી બેઠક 30 જુલાઇથી 1 ઓગસ્ટ, 2018 સુધી અને બ્રિક્સનાં શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક 2 થી 3 ઓગસ્ટ, 2018નાં રોજ દક્ષિણ આફ્રિકાનાં ડર્બનમાં યોજાઈ હતી. આ બેઠકોમાં બ્રિક્સ દેશોમાં વચ્ચે સામાજિક અને શ્રમ ક્ષેત્રમાં સહયોગ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણઆ કરવામાં આવી હતી અને સમજૂતી કરારનાં મુસદ્દા પર ચર્ચા થઈ હતી. ત્યારબાદ બ્રિક્સ દેશોનાં પર્યાવરણ કાર્ય સમૂહની 30 જુલાઈથી 1 ઓગસ્ટ, 2018 સુધી યોજાયેલી બેઠકમાં એને અંતિમ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. બ્રિક્સ દેશોનાં શ્રમ મંત્રીઓએ 3 ઓગસ્ટ, 2018નાં રોજ એનાં પર હસ્તાક્ષર કર્યા હતાં. સમજૂતી કરારની વ્યવસ્થાઓમાં સામાજિક અને શ્રમ ક્ષેત્ર સાથે સંબંધિત નીતિઓ, કાર્યક્રમો અને પારસ્પરિક ચર્ચા-વિચારણા સાથે આ ક્ષેત્ર સાથે સંબંધિત મુદ્દાઓ પર નિષ્ણાંતોની બેઠકો અને સંમેલનોનાં આયોજનમાં સહયોગનાં ઉદ્દેશોની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે.
RP
(Release ID: 1550665)