પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચનાં રજતજયંતિ સમારંભને સંબોધન કર્યું
Posted On:
12 OCT 2018 5:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)નાં રજતજયંતિ સમારંભને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં અઢી દાયકાઓમાં એનએચઆરસીએ વંચિતો અને શોષિતોનો અવાજ બનીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, માનવાધિકારોનું રક્ષણ આપણી સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી પછી સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાય વ્યવસ્થા, સક્રિય મીડિયા, સક્રિય નાગરિક સમાજ અને એનએચઆરસી જેવા સંગઠનો માનવાધિકારોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માનવાધિકાર ફક્ત એક સૂત્ર ન હોવું જોઈએ, પણ આપણાં ચારિત્ર્યનો ભાગ બનવો જોઈએ, છેલ્લાં ચાર વર્ષ અથવા એ અગાઉ ગરીબોનું જીવન ધોરણ સુધારવા માટે અનેક ગંભીર પ્રયાસો કરવામાં આવ્યાં છે, સરકારે સંપૂર્ણ ધ્યાન એ સુનિશ્ચિત કરવા લગાવવું જોઈએ કે મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો સુધી તમામ ભારતીયોની પહોંચ હોય. આ સંદર્ભમાં તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ; સુગમ્ય ભારત અભિયાન; પ્રધાનમંત્રી આવાસ યોજના; ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજનાની ઉપલબ્ધિઓ અને આ યોજનાઓનાં પરિણામ સ્વરૂપે લોકોનાં જીવનમાં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 9 કરોડથી વધારે શૌચાલયોનાં નિર્માણમાં કરોડો ગરીબ લોકો માટે સ્વચ્છ અને પ્રતિષ્ઠિત જીવન સુનિશ્ચિત થયું છે. તેમણે તાજેતરમાં આયુષ્માન ભારત અંતર્ગત શરૂ થયેલી સ્વાસ્થ્ય બાંહેધરી યોજના – પીએમજેએવાયનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની નાણાકીય સર્વસમાવેશક પહેલોની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી રાહત આપતો કાયદો પણ લોકોનાં મૂળભૂત અધિકાર પ્રદાન કરવાની શ્રેણીમાં ઉઠાવેલું એક પગલું છે.
પ્રધાનમંત્રીએ ન્યાય વ્યવસ્થા સુધી પહોંચ સરળ બનાવવા માટે ઈ-અદાલતોની સંખ્યામાં વધારો અને રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડને મજબૂત કરવા જેવા પગલાંઓને ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પહેલોની સફળતા જનભાગીદારીને કારણે સંભવ થઈ છે, માનવાધિકારો પ્રત્યે જાગૃતિની સાથે નાગરિકોને પોતાનાં ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત થવું જોઈએ, જે લોકો પોતાની જવાબદારીઓ સમજે છે, તેઓ અન્ય નાગરિકોનાં અધિકારોનું સન્માન કેવી રીતે કરી શકાય એ જાણે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સતત વિકાસ ઉદ્દેશો હાંસલ કરવા માટે એનએચઆરસીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
RP
(Release ID: 1549632)
Visitor Counter : 175