મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ફિનલેન્ડ વચ્ચે પર્યાવરણ ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 10 OCT 2018 1:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ફિનલેન્ડ વચ્ચે પર્યાવરણ ક્ષેત્રે થયેલા સહયોગના કરારને મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ સહયોગના કરારથી બંને દેશો વચ્ચે, બંને દેશોમાં લાગુ પડતા કાયદાઓને આધિન તથા કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈને પર્યાવરણ સુરક્ષા અંગે તથા કુદરતી સ્રોતોના વ્યવસ્થાપન અંગે સમાનતા, પરસ્પરના લાભ તથા આદાન-પ્રદાનના લાંબાગાળાના અને ઘનિષ્ઠ સહયોગને સ્થાપિત કરવામાં તેમજ તેને પ્રોત્સાહન આપવામાં સહયોગ મળશે.

આ સમજૂતી કરારને કારણે પર્યાવરણની વધુ સારી સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ઉત્તમ પ્રણાલીઓ, વધુ સારી જાળવણી તેમજ જળવાયુ પરિવર્તનનું વધુ સારુ વ્યવસ્થાપન તેમજ વન્ય જીવોની સુરક્ષા અને જાળવણી માટે સહયોગ પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

આ સમજૂતી કરાર હેઠળ સહયોગનાં ક્ષેત્રોમાં નીચેની બાબતોનો સમાવેશ થશે :

  1. હવા અને વાયુનું પ્રદૂષણ રોકવું, હવાનું શુદ્ધિકરણ કરવું, પ્રદૂષિત  થયેલી જમીનમાં સુધારા કરવા
  2. જોખમી કચરા સહિતનું વેસ્ટ મેનેજમેન્ટ તથા કચરાનુ ઊર્જામાં રૂપાંતર કરવાની ટેકનોલોજીનો વિકાસ
  3.  સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન, ઓછા કાર્બનવાળા ઉપાયો, જંગલો સહિતના કુદરતી સ્રોતોનુ સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન
  4. જળવાયુ પરિવર્તન
  5. પર્યાવરણ અને જંગલોનુ મોનિટરીંગ તથા ડેટા મેનેજમેન્ટ
  6. દરિયાઈ અને સાગરકાંઠાના સ્રોતોની જાળવણી
  7. દરિયાઈ/સમુદ્રમાં આવેલા ટાપુઓનુ સુસંકલિત જળ વ્યવસ્થાપન
  8. બંને પક્ષકારો સાથે સંયુક્ત રીતે નક્કી કરાયેલ અન્ય ક્ષેત્રો

 

પૂર્વભૂમિકા:

પર્યાવરણ બાબતે ચિંતાજનક મુદ્દા વધવાની પ્રક્રિયા કોઈ દેશ પૂરતી સિમિત નથી પરંતુ તેનાથી સમગ્ર વિશ્વ માટે ખતરો ઊભો થઈ રહ્યો છે. ભારતનો સમાવેશ દુનિયાના ઉભરતા અર્થતંત્રોમાંના એક અર્થતંત્ર તરીકે થાય છે. તે લાંબો સાગરકાંઠો ધરાવે છે. અને તેનુ જૈવિક વૈવિધ્ય પણ ઘણું સમૃદ્ધ છે. ફિનલેન્ડની પર્યાવરણને લગતી સમસ્યાઓમાં હવા ને વાયુના પ્રદૂષણ અને તેના વન્ય જીવનને બચાવી લેવાનો સમાવેશ થાય છે. ફિનલેન્ડની મુખ્ય પર્યાવરણ એજન્સી એ પર્યાવરણ મંત્રાલય છે, જેની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી. દેશ તથા આસપાસના દેશોમાંથી ઔદ્યોગિક પ્રદૂષણને કારણે હવા તથા પાણી પુરવઠાની શુદ્ધિને અસર થાય છે. આ દેશ જળ પ્રદૂષણ, અને કુદરતી સ્રોતોની વધતી જતી માંગનો સામનો કરી રહ્યો છે. બંને દેશો વેસ્ટ વોટર મેનેજમેન્ટ, નષ્ટ થતી પ્રજાતિઓની જાળવણીની સમસ્યા જળ અને વાયુ પ્રદૂષણનુ નિયંત્રણ જેવી પર્યાવરણને લગતી સમસ્યાઓનો તથા કુદરતી સ્રોતોની વધતી માંગનો સામનો કરી રહ્યાં છે.

 

બંને દેશો માટે વધતી જતી પર્યાવરણલક્ષી સમસ્યાઓ પર અંકુશ લાવવાની આવશ્યકતાને કારણે બંને દેશોએ હાથ મિલાવવાનુ નક્કી કર્યું છે અને લાંબા ગાળા માટે પર્યાવરણ સુરક્ષા અને કુદરતી સ્રોતોના વ્યવસ્થાપન માટે ઘનિષ્ઠ સહયોગ સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને એ માટે વધુ સારા પર્યાવરણ માટે સાનુકૂળ નિવડે તેવી નવીન ટેકનોલોજી અને ઉત્તમ પ્રણાલીઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1549238) Visitor Counter : 125