મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 26 SEP 2018 4:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વેપાર, ઉદ્યોગ અને સંશોધન તથા વિકાસ પ્રવૃત્તિ માટે સહયોગ વધારવાના હેતુથી કરાયેલા સમજૂતી કરારને (એઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતી કરાર પર તા. 1 ઓક્ટોબર, 2018ના રોજ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે.

બંને દેશોમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસને અપાતું મહત્વ અને વેપાર, ઉત્પાદન, સંશોધન અને વિકાસને બંને દેશોની સરકારો પરસ્પરના સહયોગ માટે મહત્વ આપી રહી છે અને દ્વિપક્ષીય સહયોગ માટેનું માળખું ઉભુ કરવા માટે પ્રયાસ કરી રહી છે. આ સમજૂતી કરાર વડે બંને દેશોમાં અલગ-અલગ થેરાપેટિક સેગમેન્ટમાં એક્ટીવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીયન્ટસ (APIs) દવાઓના ઉત્પાદનની સંભાવનાઓ ચકાસવામાં આવશે. આ કરાર મારફતે APIs સહિતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત અને નિકાસ, વ્યાપાર અને નોંધણી પ્રક્રિયાઓ, કાયદાકીય નિયંત્રણલક્ષી જરૂરિયાતો અંગે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ સમજૂતી કરારથી ઉઝબેકિસ્તાન સાથે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રે  વેપાર અને ઉદ્યોગ તથા સંશોધન અને વિકાસમાં સહયોગ પ્રાપ્ત થશે.

 

NP/J.Khunt/RP

 



(Release ID: 1547556) Visitor Counter : 55