મંત્રીમંડળ

મંત્રીમંડળે ઉઝબેકિસ્તાનના એન્ડીજન ક્ષેત્રમાં ઉઝબેક - ભારતીય મુક્ત ફાર્માસ્યુટિકલ ઝોન સ્થાપિત કરવા માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગ માટે કરાયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 26 SEP 2018 4:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઉઝબેકિસ્તાનના એન્ડીજન ક્ષેત્રમાં ઉઝબેક-ભારતીય મુક્ત ફાર્માસ્યુટિકલ ઝોનની સ્થાપના માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર પર તા. 1 ઓક્ટોબર, 2018ના રોજ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે.

બંને દેશોમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની વૃદ્ધિને અપાતા મહત્વને ધ્યાનમાં લઈને તથા ફાર્માસ્યુટિકલ તથા બાયો-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં બંને દેશોમાં વેપાર, ઉદ્યોગ અને ઉત્પાદન માટે બંને દેશો ઔપચારિક વ્યવસ્થા સ્થાપવાની બાબતને મહત્વ આપી રહ્યા છે. આ સમજૂતી કરારથી ઉઝબેકિસ્તાનના એન્ડીજન ક્ષેત્રમાં ઉઝબેક-ભારતીય મુક્ત ફાર્માસ્યિટકલ ઝોન સ્થાપવા માટે સહયોગનું માળખું ઉભુ થશે. તેનાથી ભારતની ફાર્માસ્યુટિકલ અને બાયો-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની કંપનીઓ એન્ડીજનમાં ઉઝબેક-ઈન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટના ઉત્પાદન માટે મૂડી રોકાણ કરશે અને એકમો સ્થાપવામાં સુગમતા થશે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1547554) Visitor Counter : 72