પ્રધાનમંત્રીનું કાર્યાલય
જસ્ટિસ રંજન ગોગોઇને ભારતના આગામી મુખ્ય ન્યાયાધિશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
प्रविष्टि तिथि:
13 SEP 2018 7:18PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિએ જસ્ટિસ રંજન ગોગોઇને ભારતના આગામી મુખ્ય ન્યાયાધિશ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ દિપક મિશ્રાની નિવૃત્તિ બાદ ત્રીજી ઓક્ટોબર, 2018થી પોતાનો કાર્યભાર સંભાળશે.
18 નવેમ્બર, 1954ના રોજ જન્મેલા જસ્ટિસ ગોગોઇ વર્ષ 1978માં વકિલ બન્યા હતા. તેઓ ગુવાહાટી હાઇકોર્ટમાં બંધારણીય બાબતો, કરવેરા અને કંપનીને લગતા કેસોની પ્રક્ટિસ કરતા હતા. 28 ફેબ્રુઆરી, 2001ના રોજ તેઓને ગુવાહાટી હાઇકોર્ટના સ્થાયી ન્યાયાધિશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 09 સપ્ટેમ્બર, 2010ના રોજ તેમની પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરી, 2011ના રોજ તેમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 23 એપ્રિલ, 2012ના રોજ તેઓને સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધિશ તરીકે નીમવામાં આવ્યા હતા.
J.Khunt/RP
(रिलीज़ आईडी: 1546086)
आगंतुक पटल : 277