મંત્રીમંડળ

મંત્રીમંડળે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (એનઆઇડી) ધારા, 2014માં સુધારો કરવાની મંજૂરી આપી

Posted On: 12 SEP 2018 4:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં એનઆઇડી ધારા, 2014નાં સુધારા માટે સંસદમાં બિલ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બિલ રજૂ કરવાનો આશય ચાર નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ડિઝાઇન (એનઆઇડી) એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ડિઝાઇન, અમરાવતી/વિજયવાડા, આંધ્રપ્રદેશ; નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ડિઝાઇન, ભોપાલ, મધ્યપ્રદેશ; નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ડિઝાઇન, જોરહાટ, આસામ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ડિઝાઇન, કુરુક્ષેત્ર, હરિયાણાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન ધારા, 2014નાં કાર્યક્ષેત્રની અંદર સમાવવાનો તથા તેમને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદને સમકક્ષ રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા (આઇએનઆઇ) તરીકે સ્થાપિત કરવાનો છે. આ કાયદામાં કેટલાંક આંશિક સુધારામાં એનઆઇડી વિજયવાડાનું નામ બદલીને એનઆઇડી અમરાવતી  કરવા અને પ્રિન્સિપલ ડિઝાઇનરને પ્રોફેસર સમક્ષ હોદ્દો આપવાની દરખાસ્ત પણ સામેલ છે.

 

નવી એનઆઇડી સંસ્થાઓને દેશનાં વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ બનાવવાથી ડિઝાઇન ક્ષેત્રે કુશળ માનવઊર્જા ઊભી કરવામાં મદદ મળશે, જેનાં પરિણામે હસ્તકળા, હાથવણાટ, ગ્રામીણ ટેકનોલોજી, લઘુ, મધ્યમ અને મોટાં ઉદ્યોગસાહસો માટે સ્થાયી ડિઝાઇન હસ્તક્ષેપો પ્રદાન કરીને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારની રોજગારીની તકોનું સર્જન કરશે તેમજ ક્ષમતા, સામર્થ્ય અને સંસ્થાકીય નિર્માણ માટે આઉટરિચ કાર્યક્રમો ઊભા થશે.

 

NP/J.KHUNT/GP/RP



(Release ID: 1545815) Visitor Counter : 81