મંત્રીમંડળ

મંત્રીમંડળે અમૃતસર, બોધગયા, નાગપુર, સમ્બલપુર, સિરમૌર, વિશાખાપટ્ટનમ અને જમ્મુ સ્થિત સાત નવા આઈઆઈએમનાં સ્થાયી સંકુલોની સ્થાપના અને એનાં સંચાલનને મંજૂરી આપી

Posted On: 05 SEP 2018 9:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમૃતસર, બોધગયા, નાગપુર, સમ્બલપુર, સિરમૌર, વિશાખાપટ્ટનમ અને જમ્મુ સ્થિત સાત નવા આઈઆઈએમનાં સ્થાયી સંકુલોની સ્થાપના અને તેનાં સંચાલન તથા કુલ રૂ. 3775.42 કરોડનાં પુનરાવર્તિત ખર્ચ (રૂ. 2999.96 બિનપુનરાવર્તિત ખર્ચ અને રૂ. 775.46 કરોડ પુનરાવર્તિત ખર્ચ)ને મંજૂરી આપવામાં આવી છે. આ આઈઆઈએમની સ્થાપના વર્ષ 2015-16/2016-17માં કરવામાં આવી હતી. હાલ આ સંસ્થાઓ કામચલાઉ કે અસ્થાયી સંકુલોમાં કામ કરી રહી છે.

કુલ રૂ. 3775.42 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જેમાંથી રૂ. 2804.09 કરોડ આ સંસ્થાઓનાં સ્થાયી સંકુલોનાં નિર્માણ પર ખર્ચ કરવામાં આવશે, જેનું વિવરણ નીચે મુજબ છેઃ-

 

ક્રમ

આઈઆઈએમનું નામ

રકમ (કરોડ રૂપિયામાં)

1

આઈઆઈએમ અમૃતસર

348.31

2

આઈઆઈએમ બોધગયા

411.72

3

આઈઆઈએમ નાગપુર

379.68

4

આઈઆઈએમ સમ્બલપુર

401.94

5

આઈઆઈએમ સિરમૌર

392.51

6

આઈઆઈએમ વિશાખાપટ્ટનમ

445.00

7

આઈઆઈએમ જમ્મુ

424.93

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આમા દરેક આઈઆઈએમનું નિર્માણ 60384 ચોરસ મીટરનાં ક્ષેત્રફળ પર થશે, જેમાંથી દરેક આઈઆઈએમમાં 600 વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માળખાગત સુવિધાઓ ઉપલબધ થશે. આ સંસ્થાઓને 5 વર્ષ માટે દર વર્ષે વિદ્યાર્થીદીઠ રૂ. 5 લાખની મંજૂરી આપવામાં આવી છે. ત્યારપછી આ સંસ્થાઓ પોતાનાં  સંચાલનનો ખર્ચ/જાળવણીનો ખર્ચ આંતરિક આવકમાંથી પ્રાપ્ત ધનભંડોળમાંથી કરશે એવી આશા છે.

આ સંસ્થાઓનાં સ્થાયી સંકુલોનું નિર્માણ જૂન, 2021 સુધી પૂરું થઈ જશે. આ સાથે તમામ 20 આઈઆઈએમની પાસે પોતાનું સ્થાયી સંકુલ થઈ જશે.

આઈઆઈએમ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરશે, જેથી એ વ્યાવસાયિક મેનેજર બની શકે. આ મંજૂરીથી દેશનાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે.

 

RP



(Release ID: 1545081) Visitor Counter : 140