મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડવા માટે મંજૂરી આપી

Posted On: 09 AUG 2018 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકને “ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીના 20 વર્ષ”ના વિષય પર આધારિત ભારત દક્ષિણ-આફ્રિકાની સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડવા બાબતે માહિતી આપવામાં આવી હતી. સંયુક્ત ટિકિટને જૂન, 2018માં જાહેર કરવામાં આવી હતી.

ભારત - દક્ષિણ આફ્રિકા પરની સ્મૃતિચિહ્ન રૂપ ટપાલ ટિકિટ: સંયુક્ત ટિકિટમાં દિનદયાળ ઉપાધ્યાય અને દક્ષિણ આફ્રિકાના ઓલિવર રેજીનાલ્ડ ટામ્બોનું ચિત્ર છે. આ સંદર્ભમાં મે 2018ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.


(Release ID: 1542520) Visitor Counter : 150