મંત્રીમંડળ
મંત્રીમંડળે ઔષધિય ઉત્પાદનો, ઔષધિય પદાર્થ, જીવ વૈજ્ઞાનિક ઉત્પાદન અને કોસ્મેટિક નિયમનનાં ક્ષેત્રમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલાં એમઓયુને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
18 JUL 2018 5:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારતનાં કેન્દ્રીય ઔષધિ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) અને ઇન્ડોનેશિયાનાં નેશનલ એજન્સી ફોર ડ્રગ એન્ડ ફૂડ કન્ટ્રોલ (બીપીઓએમ) વચ્ચે ઔષધિય ઉત્પાદન, ઔષધિય પદાર્થ, જીવ વૈજ્ઞાનિક ઉત્પાદન અને કોસ્મેટિક નિયમનનાં ક્ષેત્રમાં સાથ-સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)ને પોતાની કાર્યોત્તર મંજૂરી આપી હતી. આ એમઓયુ પર 29 મે, 2018નાં રોજ જાકાર્તામાં હસ્તાક્ષર થયાં હતાં.
આ એમઓયુથી એકબીજાની નિયમનકારી જરૂરિયાતો બાબતે સમજણને વધુ સારી બનાવવામાં મદદ મળશે અને આ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે એવી અપેક્ષા છે. આનાથી ઔષધિય ઉત્પાદનોનાં નિકાસને પણ પ્રોત્સાહન મળશે.
આ સમાનતા, પારસ્પરિકતા અને પારસ્પરિક હિતોનાં આધારે ઔષધિય ઉત્પાદનો નિયમન સાથે સંબંધિત બાબતોમાં બંને દેશો વચ્ચે સૂચનાઓનાં આદાન-પ્રદાન અને સૌહાર્દપૂર્ણ સહયોગ વચ્ચે એક માળખું પણ સ્થાપિત કરશે. સાથે-સાથે આ બંને દેશોનાં નિયમનકારી સત્તામંડળોની શ્રેષ્ઠ સમજણ પણ સુનિશ્ચિત થશે.
પૃષ્ઠભૂમિઃ
સીડીએસસીઓ સ્વસ્થ્ય સેવા મહાનિદેશાલયનું એક સહાયક કાર્યાલય છે, જે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંબંધિત કાર્યાલય પણ છે. તે ભારતમાં દવાઓ, ચિકિત્સા ઉપકરણો અને કોસ્મેટિક ઉત્પાદનો માટે રાષ્ટ્રીય નિયમનકારક સત્તામંડળ છે. બીપીઓએમ ઇન્ડોનેશિયામાં આ ઉત્પાદનોનું નિયમન કરે છે.
RP
(रिलीज़ आईडी: 1539177)
आगंतुक पटल : 162